Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 23:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પોતાના નામને લીધે તે મને સીધી કેડીઓ પર ચલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તે મારા આત્માને તાજો કરે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે. તેમનાં નામનો મહિમા વધે તે માટે તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 23:3
28 Iomraidhean Croise  

જેથી તે માણસના જીવને મોતથી ઉગારે, અને તેના જીવનને પ્રકાશમય બનાવે.


છતાં પોતાના નામની ખાતર, અને પોતાનું પરાક્રમ દર્શાવવા ઈશ્વરે તેમને ઉગાર્યા.


પરંતુ હે યાહવે, મારા પ્રભુ, તમારા નામ ખાતર મારી સહાય કરો; તમારા પ્રેમ અને ભલાઈને લીધે મને ઉગારો.


જો હું ભૂલાં પડેલાં ઘેટાંની જેમ ભટકી જાઉં; તો તમે તમારા આ સેવકને શોધી કાઢજો; કારણ, હું તમારી આજ્ઞાઓ વીસરી ગયો નથી.


પ્રભુનો નિયમ સંપૂર્ણ છે; તે પ્રાણને તાજગી આપે છે. પ્રભુનાં સાક્ષ્યવચનો વિશ્વસનીય છે; તે અબુધને જ્ઞાન આપે છે.


સાચે જ તમે મારે માટે ગઢ અને કિલ્લા સમાન છો; તમારા નામની કીર્તિને લીધે મને માર્ગ ચીંધો અને તે પર ચલાવો.


મારા શત્રુઓએ ગુપ્ત રીતે પાથરેલી જાળમાંથી તમે મને મુક્ત કરો, કારણ કે તમે જ મારા આશ્રય છો.


મારી સાથે પ્રભુને મહાન માનો. આપણે સૌ સાથે મળીને તેમનું નામ ઉન્‍નત માનીએ.


હે પ્રભુ, શત્રુઓ મારી વિરુદ્ધ ટાંપી રહ્યા હોવાથી મને સત્યમાં દોરો; તમારો માર્ગ મારી સમક્ષ સરળ કરો.


હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્‍ન કરો, અને મારા આત્માને તાજો અને દઢ કરો.


તમારા ઉદ્ધારને લીધે મળતો આનંદ મને પાછો આપો અને ઉદાર આત્માથી મને નિભાવી રાખો.


હે અમારા ઉદ્ધારર્ક્તા ઈશ્વર! તમારા નામના ગૌરવને ખાતર અમને સહાય કરો; તમારા નામની ખાતર અમને ઉગારો ને અમારાં પાપોની ક્ષમા કરો.


ઈશ્વરની ઉદ્ધારક શક્તિ તેમની આગળ ચાલશે અને સુંદરતા તેમનાં પગલામાં અનુસરશે.


હું તને જ્ઞાનનો માર્ગ બતાવું છું, અનેે તને પ્રામાણિક્તાના પંથે દોરી જાઉં છું.


હું નેકીના માર્ગમાં ચાલું છું, અને ન્યાયના માર્ગને અનુસરું છું.


હું અંધજનોને તેઓ જાણતા નથી તેવે માર્ગે દોરીશ અને તેમને અપરિચિત રસ્તા પર ચલાવીશ. તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં પલટી નાખીશ અને ખાડાટેકરાવાળાં સ્થાનોને સપાટ બનાવી દઈશ. હું એ બધાં કામ કરવાનો છું અને તેમને પડતાં મૂકવાનો નથી.


નિર્ગત જનોને હું તાજગી પમાડીશ અને નિર્બળોને હું તૃપ્ત કરીશ.”


જુઓ, હું એ લોકોને ઉત્તરના પ્રદેશમાંથી પાછા લાવીશ અને પૃથ્વીને છેડેથી હું તેમને એકત્ર કરીશ. તેમની સાથે અંધજનો, પંગુજનો, સગર્ભા સ્ત્રીઓ અને પ્રસૂતા, સૌ એકઠાં થશે, તેઓ વિરાટ જનસમુદાયમાં પાછા આવશે.


પણ જે પ્રજાઓના દેખતાં મેં તેમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા તેમની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે એ રીતે હું વર્ત્યો.


તેમણે આપણને પોતાના પ્રિય પુત્રમાં તે આશિષ વિનામૂલ્યે આપી છે. ઈશ્વરની એ મહિમાવંત કૃપાને માટે આપણે તેમની સ્તુતિ કરીએ.


જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર.


Lean sinn:

Sanasan


Sanasan