Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 22:29 - પવિત્ર બાઇબલ C.L.

29-30 પૃથ્વીના તાજામાજા લોકો પ્રભુને નમશે; કબરની ધૂળમાં જનારા પણ તેમની આગળ ધૂંટણ ટેકવશે. જેઓ જીવતા રહ્યા નથી તેમના વંશજો આવનાર પેઢીઓને પ્રભુની વાત પ્રગટ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 પૃથ્વીના સર્વ મોટા મોટા લોકો ખાશે તથા પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 પૃથ્વીના સર્વ મોટા લોકો પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 બધા લોકો, જેઓ મજબૂત અને તંદુરસ્ત છે તેઓએ ખાધું છે અને યહોવા સમક્ષ નીચે નમ્યા છે. હા, એ બધાં જેઓ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે બધાં યહોવાની સામે નીચા નમશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 22:29
20 Iomraidhean Croise  

તે ધૂળમાંથી ગરીબોને ઉપર લાવે છે. અને ઉકરડા ઉપરથી કંગાલોને ઊંચે ઉઠાવે છે.


તૂરના લોકો તારે માટે ઉપહાર લાવશે; સંપત્તિવાન લોકો તારી મહેરબાની શોધશે.”


તેમની આંખો ઘમંડથી ભરેલી હોય છે, અને દુષ્ટ વિચારોથી તેમનાં મન ઊભરાય છે.


એવામાં જ ઈશ્વરનો કોપ તેમના પર ભભૂકી ઊઠયો, અને તેમણે સૌથી અલમસ્ત પુરુષોને મારી નાખ્યા અને ઇઝરાયલના સર્વોત્તમ યુવાનોને ઢાળી દીધા.


એ માટે સર્વસમર્થ પ્રભુ તેના ખડતલ યોદ્ધાઓ નિર્બળ થઈ જાય તેવો રોગ મોકલશે. તે તેમના શરીરમાં ભભૂક્તી આગની જેમ બળ્યા કરશે.


અમારાં મરેલાંઓ સજીવન થશે, તેમનાં શબ પાછાં બેઠાં થશે, કબરમાં સૂતેલાં જાગી ઊઠશે અને આનંદનાં ગીત ગાશે. જેમ સવારનું ઝાકળ પૃથ્વીને તાજગી આપે છે તેમ પ્રભુ મરેલાંઓને સજીવન કરશે.


તને નીચું પાડી નાખવામાં આવશે અને તું ભૂમિમાંથી બોલશે. તું ધૂળમાંથી ગણગણશે. ધરતીમાંથી ભૂતના સાદ જેવો તારો સાદ સંભળાશે અને ધૂળમાંથી તારો ધીરો અવાજ આવશે.


મેં મારી જાતના સોગંદ ખાધા છે, અને પૂરી પ્રામાણિક્તાથી હું પોતે બોલ્યો છું. એ મારું અફર વચન આવું છે: સૌ મારી આગળ આવીને મને ધૂંટણે નમશે અને મારા પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા લેશે.


માતા બાળકને સ્તનપાન કરાવે તેમ પ્રજાઓ અને રાજાઓ તારું પાલનપોષણ કરશે ત્યારે તને ખબર પડશે કે મેં પ્રભુએ તારો ઉદ્ધાર કર્યો છે અને હું, ઇઝરાયલનો સમર્થ ઈશ્વર, તારો મુક્તિદાતા છું.


“હે ઇઝરાયલના લોકો, હું તમારો વિનાશ કરીશ ત્યારે તમારી મદદ કરનાર કોણ હશે?


યરુશાલેમના વિજયવંત લોકો અદોમ પર હુમલો કરીને તેના પર શાસન ચલાવશે અને પ્રભુનું પોતાનું રાજ્ય થશે.”


જે કોઈ પુત્ર પર વિશ્વાસ મૂકે છે, તેને સાર્વકાલિક જીવન છે. જે કોઈ પુત્રને આધીન થતો નથી તેને જીવન મળતું નથી; એથી ઊલટું, ઈશ્વરનો કોપ તેના પર કાયમ રહે છે.


જેથી ઈસુના નામના સન્માન અર્થે આકાશમાંના, પૃથ્વી પરનાં તથા પૃથ્વી તળેનાં સૌ ધૂંટણે પડે,


દુનિયાના લોકો તેના પ્રકાશમાં ફરશે અને પૃથ્વીના રાજાઓ તેમની સંપત્તિ તેમાં લાવશે.


Lean sinn:

Sanasan


Sanasan