Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 22:16 - પવિત્ર બાઇબલ C.L.

16 દુષ્ટોની ટોળકીએ મને ઘેરી લીધો છે, કૂતરાંની જેમ તેઓ મારી ચોપાસ ફરી વળ્યા છે; તેઓ સિંહની જેમ મારા હાથપગ ચીરી નાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કેમ કે કૂતરા મારી આસપાસ ફરી વળ્યા છે; ભૂંડાઓની ટોળીએ મને ઘેરી લીધો છે; તેઓએ મારા હાથ તથા મારા પગ વીંધી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કારણ કે મારી આસપાસ કૂતરા ફરી વળ્યા છે; મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 કારણ, મારી આસપાસ કૂતરાં ફરી વળ્યા છે; અને મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે અને તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 22:16
27 Iomraidhean Croise  

મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? શું તમે મારાથી એટલા દૂર છો કે તમે મારો પોકાર અને આર્તનાદ સાંભળતા નથી?


તરવારથી મારા ગળાને બચાવો, અને કૂતરાના પંજાથી મારા એકલવાયા જીવને ઉગારો.


મારા સ્નેહીઓ અને મિત્રો મારા રોગને લીધે મારી પાસે આવતા નથી; મારાં કુટુંબીજનો પણ મારાથી વેગળાં રહે છે.


મારા શત્રુઓ સંયાકાળે પાછા ફરે છે અને કૂતરાની જેમ ધૂરક્તાં નગરમાં ભટકે છે.


સંયાકાળે તેઓ પાછા ફરે છે; અને કૂતરાની જેમ ધૂરક્તાં નગરમાં ભટકે છે.


હે ઈશ્વર, અહંકારી લોકો મારા પર હુમલો કરે છે; ક્રૂર માણસોની ટોળી મારો જીવ લેવા મથે છે; તેઓ તમારી ઉપેક્ષા કરે છે.


પણ તે આપણા અપરાધોને લીધે વીંધાયો અને આપણા અન્યાયને લીધે કચડાયો. તેને થયેલી સજાથી આપણું કલ્યાણ થયું છે અને તેના ઘાથી આપણને સાજાપણું મળ્યું છે.


જો તારા જાતભાઈઓએ અને તારા કુટુંબીજનોએ તને દગો દીધો છે; તેઓ તારી પીઠ પાછળ તારી વિરુદ્ધ અતિશય નિંદા કરે છે. જો કે તેઓ તારી સામે મીઠી વાતો કરે, તો પણ તું તેમનો ભરોસો રાખીશ નહિ.”


“હું દાવિદના વંશજો અને યરુશાલેમના અન્ય લોકોને દયાના આત્માથી અને પ્રાર્થનાના આત્માથી ભરી દઈશ; જેને તેમણે ઘા કરીને મારી નાખ્યો છે, તેના તરફ તેઓ જોશે અને પોતાના એકના એક સંતાનના મરણને લીધે કોઈ રડે તેમ તેને માટે તેઓ રડશે. પોતાનો પ્રથમજનિત પુત્ર ગુમાવ્યો હોય તેની જેમ તેઓ આક્રંદ કરશે.”


ઈસુની ધરપકડ કરીને તેઓ તેમને મુખ યજ્ઞકાર ક્યાફા પાસે લઈ ગયા. ત્યાં નિયમશાસ્ત્રના શિક્ષકો અને યહૂદી આગેવાનો એકત્ર થયા હતા.


તેમણે તેમને ક્રૂસે જડયા અને પાસાં નાખીને તેમનાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં.


પવિત્ર વસ્તુ કૂતરાંની આગળ ન નાખો; તેઓ તો તમારી સામા થઈને ફાડી ખાશે. વળી, તમારાં મોતી ભૂંડની આગળ વેરશો નહિ; તેઓ તો તેને પગ તળે ખૂંદશે.


તેથી તેમણે તેમને ક્રૂસે જડયા અને કોને ભાગે શું આવે તે માટે ચિઠ્ઠી નાખીને તેમનાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં.


પણ તેઓ સતત જોરજોરથી પોકારતા રહ્યા કે ઈસુને ક્રૂસે જડવામાં આવે, અને અંતે તેમના બૂમબરાડા ફાવ્યા.


ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, અને ત્યાં ઈસુને તેમજ બે ગુનેગારોને ક્રૂસે જડયા. એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ.


સૈનિકોએ ઈસુને ક્રૂસે જડી દીધા પછી તેમણે તેમનાં કપડાં લઈ લીધાં અને પ્રત્યેક સૈનિક માટે એક, એમ ચાર ભાગ પાડયા. તેમણે ઝભ્ભો પણ લીધો. એ તો સળંગ વણીને બનાવેલો હતો અને તેમાં એકે સાંધો નહોતો.


પણ એક સૈનિકે ઈસુની છાતીની બાજુમાં ભાલો માર્યો, અને તરત જ લોહી તથા પાણી વહ્યાં.


અને બીજું પણ એક શાસ્ત્રવચન છે: “જેને તેમણે વીંયો તેને તેઓ જોશે.”


તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું, “અમને પ્રભુનાં દર્શન થયાં છે.” પણ તેણે જવાબ આપ્યો, “જ્યાં સુધી હું તેમના હાથે ખીલાઓના ઘા જોઉં નહિ અને મારી આંગળી ખીલાઓના ઘાની જગ્યાએ મૂકું નહિ તથા તેમની છાતીના પડખામાં મારો હાથ મૂકું નહિ, ત્યાં સુધી હું કદી માનવાનો જ નથી.”


પછી તેમણે થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક અને મારા હાથ જો; તારો હાથ લંબાવીને મારા પડખામાં મૂક; શંકા ન રાખ, વિશ્વાસ કર!”


જેઓ ભૂંડું કરે છે અને વ્યર્થ સુન્‍નત પર ભાર મૂકે છે તેવા કૂતરા જેવા માણસોથી સાવધ રહો.


પણ વિકૃત ક્માચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, વ્યભિચારીઓ અને ખૂનીઓ, મૂર્તિપૂજકો, તેમજ કાર્યમાં અને વાણીમાં જૂઠાઓ તો પવિત્ર નગરની બહાર છે.


Lean sinn:

Sanasan


Sanasan