Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 22:14 - પવિત્ર બાઇબલ C.L.

14 વહી ગયેલા પાણીની જેમ મારું બળ ઓસરી ગયું છે; મારા હાડકાંના સર્વ સાંધા ઢીલા પડી ગયા છે, મારું હૃદય મીણ જેવું બની ગયું છે; અને મારી છાતીની અંદર પીગળી ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 મારું બળ પાણી થઈ ગયું છે; અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે; મારું હ્રદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જેમ પાણી વહી જાય તેમ, મારી શક્તિ ચાલી ગઈ છે અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે. મારું હૃદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જેમ પાણી વહી જાય તેમ, મારી શકિત પણ ચાલી ગઇ છે. જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે, તેમ મારું હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 22:14
15 Iomraidhean Croise  

લોકો મારી સામે મોં વકાસીને તાકી રહ્યા છે; ગાલ પર લપડાક મારતા હોય તેમ તેઓ મને મહેણાં મારે છે; તેઓ મારી વિરુદ્ધ એકઠા થયા છે.”


ઈશ્વરે મારા દિલને હતાશ કરી દીધું છે, અને સર્વસમર્થે મને ગભરાવ્યો છે.


મારો પ્રાણ મારામાં ઓસરી રહ્યો છે, અને વિપત્તિના દિવસોએ મને જકડી લીધો છે.


મારાં બધાં જ હાડકાં ગણી શકાય તેમ છે, મારા શત્રુઓ મને ધારીધારીને જુએ છે.


વેદનાથી મારી જિંદગી અને નિસાસાથી મારું આયુષ્ય ઘટી રહ્યાં છે; મારી વિપત્તિઓને લીધે મારું બળ ઓસરી ગયું છે અને મારાં હાડકાં ક્ષીણ થયાં છે.


તેઓ મારી વિરુદ્ધ ઘાંટા પાડી પાડીને બોલે છે; તેઓ કહે છે, “આહા, આહા, તારું અધમ કામ અમે નજરોનજર જોયું છે.”


જેમ ધૂમાડો ઊડી જાય છે તેમ ઈશ્વર તેમને હાંકી કાઢે છે. જેમ અગ્નિ સમક્ષ મીણ પીગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વર સમક્ષ નાશ પામે છે.


અમારા બધા દુશ્મનો અમારી ઠઠ્ઠા મશ્કરી કરે છે.


રાજાનો ચહેરો ઉદાસ થઈ ગયો. અને તે એટલો ગભરાયો કે તેના ધૂંટણો ધ્રૂજવા લાગ્યા.


નિનવેનો નાશ થયો છે. તે નિર્જન અને ઉજ્જડ બની ગયું છે. હૃદયો બીકથી પીગળી ગયાં છે, ધૂંટણો થરથર ધ્રૂજે છે, શક્તિ ઓસરી ગઈ છે, ચહેરાઓ ફિક્કા પડી ગયા છે.


તેમણે તેમને કહ્યું, મારા હૃદયમાં પારાવાર શોક છે, અને જાણે કે હું મરી જતો હોઉં તેમ મને લો છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.


ભારે વેદનામાં તેમણે એથી પણ વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી; લોહીનાં ટીપાં જેવો તેમનો પરસેવો જમીન પર ટપકવા લાગ્યો.


“હવે મારો આત્મા વ્યાકુળ થયો છે. હું શું કહું? ‘ઓ પિતા, આ સમયમાંથી મને બચાવો,’ એમ કહું? પરંતુ આ દુ:ખના સમયમાંથી પસાર થવા તો હું આવ્યો છું.


આયના માણસોએ નગરના દરવાજાથી છેક પથ્થરની ખાણો સુધી તેમનો પીછો કર્યો અને પર્વતના ઢોળાવના રસ્તે છત્રીસ માણસોનો સંહાર કર્યો. તેથી ઇઝરાયલીઓ હતાશ અને ભયભીત થઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan