Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 21:7 - પવિત્ર બાઇબલ C.L.

7 કારણ, રાજા પ્રભુ પર જ ભરોસો રાખે છે, અને સર્વોચ્ચ ઈશ્વરના પ્રેમને લીધે તે અડગ રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે યહોવા પર રાજા ભરોસો રાખે છે, અને પરાત્પરની કૃપાથી તે ડગશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કારણ કે રાજા યહોવાહ પર ભરોસો રાખે છે; તે પરાત્પરની કૃપાથી ડગશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે. અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 21:7
17 Iomraidhean Croise  

પરંતુ, હું તમારા પ્રેમ પર વિશ્વાસ રાખું છું; મારું હૃદય તમારા ઉદ્ધારથી હર્ષનાદ કરશે.


હું નિરંતર પ્રભુને મારી સમક્ષ રાખું છું. તે મારે જમણે હાથે છે તેથી મને કોઈ ડગાવી શકશે નહિ.


હે પ્રભુ, તમે મારા ખડક, મારો કિલ્લો અને મારા મુક્તિદાતા છો; મારા ઈશ્વર, મારા ગઢ, હું તમારે શરણે આવ્યો છું. તમે મારી સંરક્ષક ઢાલ, મારા સમર્થ ઉદ્ધારક અને ઊંચા બુરજ છો.


હે પ્રભુ, તમારા ન્યાયચુકાદાથી મારું સમર્થન કરો; કારણ, હું નિખાલસપણે વર્ત્યો છું. મેં તમારા પર ભરોસો રાખ્યો છે અને હું ડગી ગયો નથી.


હે પરમ શૂરવીર, તમારી તલવાર કમરે ધારણ કરો; એ તમારું ગૌરવ અને તમારો પ્રતાપ છે.


હું સર્વકાળ તમારા મંડપમાં વાસ કરીશ; તમારી પાંખોની છાયામાં હું શરણ લઈશ. (સેલાહ)


તેનું નામ અમર રહો! સૂર્ય તપે ત્યાં સુધી તેની કીર્તિ તપો! સર્વ રાષ્ટ્રો તેના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરો અને તેઓ તેને ધન્ય કહો.


હું તમારે લીધે હર્ષ અને આનંદ કરીશ; હે સર્વોચ્ચ ઈશ્વર, હું તમારા નામનાં ભક્તિગીત ગાઈશ.


તે કહે છે, “પ્રભુ મારા શરણસ્થાન અને દૂર્ગ છે, મારા ઈશ્વર પર હું ભરોસો રાખું છું.”


તેને સત્તા, માન અને અધિકાર આપવામાં આવ્યાં, જેથી સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાઓના લોક તેની સેવા કરે. તેની સત્તા સર્વકાળ ટકશે અને તેના રાજ્યનો કદી અંત આવશે નહિ.


તે ઈશ્વર પર ભરોસો રાખે છે અને પોતે ઈશ્વરપુત્ર હોવાનો દાવો કરે છે. તો હવે ઈશ્વર તેને બચાવે છે કે નહિ તે જોઈએ.


તે એમ કહે છે, “હું ઈશ્વરમાં મારો વિશ્વાસ મૂકીશ.” વળી, તે કહે છે, “જે સંતાનો ઈશ્વરે મને આપ્યાં છે તેમની સાથે હું અહીં છું.”


દાવિદ મોટી મુશ્કેલીમાં આવી પડયો હતો, કારણ, તેના સર્વ માણસો પોતાનાં બાળકો ગુમાવવાને લીધે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે તેને પથ્થરે મારવાની ધમકી આપી. પણ દાવિદે તેના ઈશ્વર પ્રભુ પાસેથી હિંમત પ્રાપ્ત કરી.


Lean sinn:

Sanasan


Sanasan