Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 20:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેઓ તો ઠોકર ખાઈને પતન પામશે, પરંતુ આપણે તો ઊઠીને ઊભા થઈશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે અડગ ઊભા રહીશુ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 20:8
17 Iomraidhean Croise  

તારા સઘળા રથોની મદદથી તેં લબાનોનના સર્વોચ્ચ પર્વતો સર કર્યા છે એવી મારી આગળ બડાશ મારવા તેં તારા સંદેશકો મોકલ્યા. તેં એવી બડાશ મારી કે તેં ઊંચામાં ઊંચા ગંધતરુ અને સુંદરત્તમ દેવદારનાં વૃક્ષો કાપી નાખ્યાં અને તું અતિ ગાઢ જંગલમાં પહોંચી ગયો.


આસા તેની સામે લડવા ગયો અને મારેશા નજીક સાફથાના ખીણપ્રદેશમાં બન્‍ને તરફનાં સૈન્ય ગોઠવાયાં.


આસાએ તેના ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, માત્ર તમે જ બળવાન સામે નિર્બળને સહાય કરનાર છો. તેથી હે યાહવે, અમારા ઈશ્વર, હવે અમારી સહાય કરો. કારણ, અમે તમારા પર આધાર રાખીએ છીએ, અને અમે તમારે નામે આ મોટા સૈન્ય સામે લડવા આવ્યા છીએ. પ્રભુ, તમે અમારા ઈશ્વર છો; તમારી સામે કોઈ પ્રબળ થઈ શકે નહિ.”


દુશ્મન વિરુદ્ધ રક્ષણને માટે સમ્રાટની પાસે લશ્કરી ટુકડી કે સવારો માગતાં મને શરમ લાગી. કારણ, મેં રાજાને કહ્યું હતું, “જે કોઈ અમારા ઈશ્વર પર ભરોસો રાખી તેમની મદદ માગે છે તેને તે આશિષ આપે છે, પણ જે કોઈ તેમનાથી વિમુખ થાય છે તેના પર તેમનો કોપ આવે છે અને તે શિક્ષા પામે છે.”


અમારી સહાય કરનારનું નામ યાહવે છે; તે આકાશ તથા પૃથ્વીના સર્જનહાર છે.


પ્રભુ પર ભરોસો રાખનારા સિયોન પર્વત સમાન છે; એ તો કદી ખસેડી શકાય નહિ એવો અચળ પર્વત છે.


કોઈ રાજા માત્ર પોતાના મોટા સૈન્યને લીધે જ વિજય પામતો નથી; કોઈ સૈનિક પોતાના બળને આધારે જ શત્રુથી બચી જતો નથી.


યુદ્ધમાં વિજય માટે અશ્વદળ પર રાખેલી આશા નિરર્થક છે; ઘોડો પોતાની તાક્તથી તેના સવાર સૈનિકને ઉગારી શક્તો નથી.


ઘોડો યુદ્ધના દિવસ માટે તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો પ્રભુ જ અપાવે છે.


પ્રભુ કહે છે, “હું મારા લોકને છોડાવીને મારી પાસે પાછા લાવીશ. હું તેમના પર મારા પૂરા દયથી પ્રેમ રાખું છું. હવે હું તેમના પર કોપાયમાન નથી.


હે મારા શત્રુ, મારી દુર્દશામાં આનંદ ન કર. હું પડયો છું, પણ પાછો ઊભો થઈશ. હું હમણાં અંધારામાં છું, પણ પ્રભુ પોતે મારો પ્રકાશ બનશે.


તેઓ તેમના સર્વ સૈનિકો લઈને આવી પહોંચ્યા; તેથી એ સૈન્ય સમુદ્રકિનારાની રેતીના કણ જેવું અગણિત હતું. તેમની પાસે ઘણા ઘોડા અને રથો હતા.


હે પ્રભુ, તમારા સર્વ શત્રુઓ એ જ રીતે માર્યા જાય, પણ તમારા ભક્તો ઊગતા સૂર્યની જેમ પ્રકાશતા જાઓ! પછી દેશમાં ચાલીસ વર્ષ સુધી શાંતિ રહી.


દાવિદે ઉત્તર આપ્યો, “તું મારી સામે તલવાર, ભાલો અને કટાર લઈને આવે છે, પણ હું તો તેં જેમની નિંદા કરી છે તે ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ યાહવેને નામે તારી સામે આવું છું.


Lean sinn:

Sanasan


Sanasan