Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 20:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પછી તો અમે તમારા વિજયને લીધે જય જયકાર કરીશું અને અમે આપણા ઈશ્વરને નામે વિજયપતાકાઓ ફરકાવીશું. પ્રભુ તમારી સર્વ અરજો પરિપૂર્ણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તારા તારણમાં અમે આનંદ માનીશું, આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું; યહોવા તારી સર્વ અરજો સ્વીકારો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું. યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમારી મુકિત અમને સુખી બનાવશે, આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું; યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 20:5
19 Iomraidhean Croise  

ઈશ્વરના નેકજનોના પડાવોમાં જયજયકારના અને વિજયના પોકારો સંભળાય છે: “પ્રભુના જમણા ભુજે વિજય પ્રાપ્ત કર્યો છે,


પરંતુ, હું તમારા પ્રેમ પર વિશ્વાસ રાખું છું; મારું હૃદય તમારા ઉદ્ધારથી હર્ષનાદ કરશે.


છતાં તેમનો સંદેશ સમસ્ત સૃષ્ટિમાં ફેલાઈ જાય છે, અને ધરતીની સઘળી સીમાઓ સુધી તેનો રણકાર સંભળાય છે. ઈશ્વરે સૂર્ય માટે આકાશનો ચંદરવો બાંધ્યો છે;


હે પ્રભુ, તમે સામર્થ્ય આપ્યું તેથી રાજા આનંદવિભોર છે. તમે તેમને વિજય અપાવ્યો તેથી તે કેટલા ઉલ્લાસિત છે!


તમે શ્રેષ્ઠ આશિષો સાથે તેમને સામે જઈને મળ્યા છો; તમે તેમના મસ્તક પર સુવર્ણમુગટ મૂક્યો છે.


ત્યારે મારો જીવ પ્રભુને લીધે આનંદથી ગાશે, અને તેમણે કરેલા ઉદ્ધારને લીધે હરખાશે.


તમે તમારા ભક્તોને ભયસૂચક વજા દર્શાવી છે. જેથી તેઓ ધનુર્ધારીઓનાં બાણથી નાસી છૂટે. (સેલાહ)


એટલે, હું સિયોનના દરવાજે લોકોની સમક્ષ તમારાં ગુણગાન ગાઈશ; અને તમારા ઉદ્ધારમાં આનંદ પામીશ.


મોશેએ એક વેદી બાંધી અને તેનું નામ ‘યાહવે-નિસ્સી’ (યાહવે મારો વિજયધ્વજ) પાડયું.


તે દિવસે યિશાઈનું મૂળ પ્રજાઓ માટે સંકેતની વજા બની રહેશે. તેઓ તેની પાસે એકત્ર થશે અને તેના નિવાસસ્થાનનું ગૌરવ વધશે.


એ સમયે સૌ કોઈ કહેશે, “જેમને વિષે આપણે આશા સેવેલી કે તે આપણો ઉદ્ધાર કરશે એ આ જ આપણા ઈશ્વર છે. આપણે તેમના પર આશા સેવેલી તે આ જ પ્રભુ છે. તેમણે આપણો ઉદ્ધાર કર્યો છે માટે આપણે આનંદોત્સવ કરીએ.”


હું પ્રભુમાં અતિશય આનંદ કરીશ અને મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કારણ, જેમ વર યજ્ઞકારની માફક માથે પાઘડી પહેરી પોતાને શોભાયમાન કરે અને કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તેમણે મને ઉદ્ધારનાં વસ્ત્ર પહેરાવ્યાં છે અને મને ન્યાયદત્ત છુટકારાનો ઝભ્ભો ઓઢાડયો છે.


પ્રત્યેક પ્રજા પોતપોતાના દેવ પર આધાર રાખીને તેમને અનુસરે છે, પરંતુ અમે તો સદાસર્વદા ઈશ્વર ‘યાહવે’ પર આધાર રાખીને તેમને અનુસરીશું.


તો પણ હું પ્રભુ મારા ઈશ્વરને લીધે હર્ષનાદ કરીશ, કારણ, તે મારા ઉદ્ધારક છે.


ઈશ્વર મારા તારનારને લીધે મારો આત્મા આનંદ કરે છે.


એલીએ તેને આશિષ આપતાં કહ્યું, “તારું કલ્યાણ થાઓ, ઇઝરાયલના ઈશ્વર તારી માગણી પૂરી કરો.”


દાવિદે ઉત્તર આપ્યો, “તું મારી સામે તલવાર, ભાલો અને કટાર લઈને આવે છે, પણ હું તો તેં જેમની નિંદા કરી છે તે ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ યાહવેને નામે તારી સામે આવું છું.


Lean sinn:

Sanasan


Sanasan