Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 19:6 - પવિત્ર બાઇબલ C.L.

6 આકાશના એક છેડે સૂર્ય ઊગે છે, અને પરિક્રમણ કરીને તે બીજે છેડે પહોંચે છે; તેની ઉષ્ણતાથી કશું સંતાઈ શકતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 આકાશને એક છેડેથી તે નીકળી આવે છે, અને તેનું પરિક્રમણ તેના બીજા છેડા સુધી છે. તેની ઉષ્ણતા વગર કોઈ રહી જતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે આકાશને એક છેડેથી નીકળી આવે છે અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે; તેની ઉષ્ણતા પામ્યા વિના કોઈ બાકી રહી જતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તે આકાશને એક છેડેથી નીકળી અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે. તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 19:6
7 Iomraidhean Croise  

ઈશ્વર આકાશના ગુંબજ પર વિચરે છે. ત્યારે ઘાડાં વાદળો તેમને આવરી લે છે, તેથી તે જોઈ શક્તા નથી.


તેમનાં સ્વર્ગી સૈન્યોની કોઈ ગણતરી છે? તેમનો પ્રકાશ કોના પર પથરાતો નથી?


સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યાહવેના નામની સ્તુતિ થાઓ.


જો હું પૂર્વમાં પ્રભાતના ઉદ્ગમસ્થાને ઊડી જાઉં, અથવા જો પશ્ર્વિમના સમુદ્રની પેલે પાર જઈને વસું,


સૂર્ય ઊગે છે અને અસ્ત થાય છે. વળી, તે પાછો પોતાના સ્થાને પહોંચી જઈ ફરીથી ઊગે છે.


અલબત્ત, તમારે મજબૂત અને મક્કમ પાયા પર વિશ્વાસુપણે ચાલુ રહેવું જોઈએ, અને તમે શુભસંદેશ સાંભળ્યો ત્યારે તમને પ્રાપ્ત થયેલી આશામાંથી તમારે ચલિત થવું જોઈએ નહિ. એ શુભસંદેશ તો દુનિયામાં સૌને પ્રગટ કરવામાં આવ્યો છે અને હું પાઉલ એનો સેવક બન્યો છું.


હે પ્રભુ, તમારા સર્વ શત્રુઓ એ જ રીતે માર્યા જાય, પણ તમારા ભક્તો ઊગતા સૂર્યની જેમ પ્રકાશતા જાઓ! પછી દેશમાં ચાલીસ વર્ષ સુધી શાંતિ રહી.


Lean sinn:

Sanasan


Sanasan