Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 19:13 - પવિત્ર બાઇબલ C.L.

13 વળી, જાણીબૂઝીને કરાતાં પાપોથી પણ મને દૂર રાખો. તેમને મારા પર પ્રભુત્વ જમાવવા ન દો. ત્યારે તો હું સંપૂર્ણ થઈશ અને અઘોર પાપ કરવાથી બચી જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વળી જાણી જોઈને કરેલાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; તેઓ મારા ઉપર રાજ ન કરે; ત્યારે હું પૂર્ણ થઈશ, અને મહાપાપમાંથી બચી જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જાણી જોઈને કરતાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; તેઓને મારા પર રાજ કરવા ન દો. એટલે હું સંપૂર્ણ થઈશ અને હું મહાપાપમાંથી બચી જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો. મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો. ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 19:13
21 Iomraidhean Croise  

ત્યારે ઈશ્વરે તેને સ્વપ્નમાં કહ્યું, “હા, મને ખબર છે કે તેં નિષ્કપટપણે એ કામ કર્યું છે. તેથી તો મેં તને મારી વિરુદ્ધ પાપ કરતો અટકાવ્યો છે અને એટલે જ મેં તને સારાને અડકવા પણ દીધો નથી.


જે હું પોતે સમજી શક્તો નથી તે મને શીખવો, જો મેં દુષ્ટતા આચરી હોય તો હવેથી એમ કરીશ નહિ.’


કેમ કે પ્રભુ ન્યાયી છે અને તે સદ્વર્તન ચાહે છે; અને સજ્જ્નો તેમના મુખનાં દર્શન કરશે.


તમારા વચન વડે મારાં પગલાં સ્થિર કરો, અને કોઈ દુરાચારને મારા પર અધિકાર ભોગવવા ન દો.


હું પ્રભુની દષ્ટિમાં નિર્દોષ હતો. મેં મારી જાતને દોષથી સાચવી છે.


ઈશ્વર તો મારે માટે રક્ષણ કરનારી ઢાલ સમા છે; તે નિખાલસ દયવાળાઓને બચાવે છે.


સાચે જ પ્રભુ આપણા સંરક્ષક દૂર્ગ તથા ઢાલ છે; તે કૃપા અને સન્માન બક્ષે છે. નેકીથી વર્તનારને માટે તે કોઈપણ સારી વસ્તુ અટકાવી રાખતા નથી.


પરંતુ કોઈ માણસ ગુસ્સે ભરાઈને કોઈને મારી નાખે તો તેને નિશ્ર્વે મારી નાખવો; પછી તે રક્ષણને માટે મારી યજ્ઞવેદી પાસે દોડી આવે તો તેને ત્યાંથી કાઢીને પણ મારી નાખવો.


“જો ઇઝરાયલનો સમગ્ર સમાજ અજાણતાં પાપ કરે અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે,


“તું ઇઝરાયલીઓને કહે: જો કોઈ માણસ અજાણતાં પ્રભુની આજ્ઞા તોડી પાપમાં પડે તો તેણે નીચેના નિયમોનું પાલન કરવું.


“જો કોઈ આગેવાન અજાણતાં પાપ કરે અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે,


“જો કોઈ સામાન્ય માણસ અજાણતાં પાપ કરે,


અને તેથી ઈશ્વર તેમ જ માણસો સમક્ષ મારું અંત:કરણ શુદ્ધ રાખવા હું હમેશાં મારાથી બનતો બધો પ્રયત્ન કરું છું.


આમ પોતાના લોકને નાશથી બચાવવા અને દુષ્ટોને અને તેમાં પણ ખાસ કરીને પોતાની શારીરિક વાસનાઓ પ્રમાણે ચાલનાર અને દૈવી સત્તાનો ઇનકાર કરનાર લોકને, ન્યાયના દિવસ સુધી સજાને માટે રાખી મૂકવાનું ઈશ્વર જાણે છે. આ જૂઠા શિક્ષકો સ્વછંદી અને ઉદ્ધત છે તથા દૂતોને માન આપવાને બદલે તેમનું અપમાન કરે છે.


નાબાલ મરી ગયો એવું સાંભળીને દાવિદે કહ્યું, “પ્રભુની સ્તુતિ થાઓ. મારું અપમાન કરવા બદલ તેમણે નાબાલ પર વેર લીધું છે. અને મને, તેમના સેવકને ભૂંડું કરતાં રોક્યો છે. પ્રભુએ નાબાલને તેની ભૂંડાઈની શિક્ષા કરી છે.” પછી દાવિદે અબિગાઈલ સાથે લગ્ન કરવાનું કહેણ મોકલ્યું.


Lean sinn:

Sanasan


Sanasan