Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 18:39 - પવિત્ર બાઇબલ C.L.

39 તમે યુદ્ધ માટે મારી કમર ક્સો છો, તમે મારા પર હુમલો કરનારાઓને ભોંયભેગા કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્ય [રૂપી પટો] બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારાને તમે મારે તાબે કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 કારણ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારને તમે મારે તાબે કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 કારણ તમે મને યુદ્ધને સારુ શકિતરૂપી શસ્ત્રથી સજ્જ કર્યો છે. મારી સામે થનારને તમે મારે તાબે કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 18:39
13 Iomraidhean Croise  

તેણે કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે છે અને તમને ચારે તરફથી શાંતિ બક્ષી છે. આ દેશના મૂળ વતનીઓ પર તેમણે મને વિજય પમાડયો છે અને હવે તે તમારા અને પ્રભુના તાબેદાર છે.


ઈશ્વર મને સામર્થ્યરૂપી કમરપટો બાંધે છે, તે જ મારા માર્ગને સલામત બનાવે છે.


દુષ્ટોને તો તેમની ભૂંડાઈ જ હણી નાખશે, અને નેકીવાનોને ધૂત્કારનારા સજા પામશે.


ઈશ્વરને કહો, “તમારાં કાર્યો કેવાં અદ્‍ભુત છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી સમક્ષ ભયથી નમી પડે છે.


પણ મારાથી વંચિત રહેનાર પોતાની જાતનું જ નુક્સાન વહોરી લે છે, અને મને ધિક્કારનાર મોત પસંદ કરે છે.”


પ્રભુ ઇઝરાયલને આ પ્રમાણે કહે છે, “ઇજિપ્તની પેદાશ અને કુશનો વ્યાપારી માલ તારાં થશે; સબાઇમના કદાવર લોકો તારા ગુલામ બનશે. તેઓ બેડીએ જકડાઈને તારી પાછળ પાછળ ચાલશે. તેઓ તને પગે પડીને કબૂલ કરશે, ‘ઈશ્વર તારી સાથે છે. માત્ર એ જ ઈશ્વર છે; બીજો કોઈ નથી.’ ” હે ઈશ્વર, ઇઝરાયલના મુક્તિદાતા, તમે સાચે જ ગૂઢ છો.


અમારી ગરદનો પર ઝૂંસરી મૂકી અમને હાંકવામાં આવ્યા છે, વૈતરું કરીને અમે થાકી ગયા છીએ, પણ અમને આરામ લેવા દેવામાં આવતો નથી.


જે કોઈ મારો તિરસ્કાર કરે છે તે મારા પિતાનો પણ તિરસ્કાર કરે છે.


ઈશ્વરે સર્વ બાબતોને ખ્રિસ્તના પગ નીચે મૂકી છે, અને તેમને સર્વના પ્રભુ તરીકે મંડળીને આપ્યા છે.


જે સામર્થ્ય દ્વારા તે સર્વ બાબતોને પોતાના આધિપત્ય નીચે લાવી શકે છે તે જ સામર્થ્ય દ્વારા તે આપણા નાશવંત શરીરોને બદલી નાખશે અને તેમના મહિમાવંત શરીરના જેવાં બનાવશે.


Lean sinn:

Sanasan


Sanasan