Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 18:3 - પવિત્ર બાઇબલ C.L.

3 હું સ્તુતિપાત્ર પ્રભુને પોકારું છું, એટલે તે મને મારા શત્રુઓથી બચાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 યહોવા સ્તુતિપાત્ર છે, તેમને હું વિનંતી કરીશ. એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હું યહોવાહને વિનંતિ કરીશ તે સ્તુતિપાત્ર છે અને એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યહોવા સ્તુતિપાત્ર છે, હું તેમને વિનંતી કરીશ અને મારું સર્વ શત્રુઓથી રક્ષણ થશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 18:3
26 Iomraidhean Croise  

પ્રભુ સ્તુતિપાત્ર છે; હું તેમને પોકારું છું, એટલે તે મને મારા શત્રુઓથી બચાવે છે.


યેશૂઆ, ક્દ્મીએલ, બાની, હશાબ્ન્યા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા એ લેવીઓએ આરાધના માટે આમંત્રણ આપ્યું: “ઊભા થાઓ, અને પ્રભુ તમારા ઈશ્વરની સ્તુતિ કરો; હરહમેશ તેમની પ્રશંસા કરો! જો કે માણસો ગમે તેટલી તેમની સ્તુતિ કરે તોય પૂરતી નથી, તોપણ સૌ કોઈ તેમના નામની પ્રશંસા કરો.”


પ્રભુ મારા સંરક્ષક ખડક છે, તેમને ધન્ય હો! તે મારા હાથને યુદ્ધની અને મારી આંગળીઓને લડાઈની તાલીમ આપે છે.


પ્રભુ મહાન છે અને અત્યંત સ્તુતિપાત્ર છે; તેમનું મહાત્મ્ય અગમ્ય છે.


હું સહાય માટે પ્રભુને મોટેથી પોકારું છું, અને તે મને પોતાના પવિત્ર પર્વત પરથી ઉત્તર આપે છે. (સેલાહ)


મારા શત્રુઓએ ગુપ્ત રીતે પાથરેલી જાળમાંથી તમે મને મુક્ત કરો, કારણ કે તમે જ મારા આશ્રય છો.


પ્રભુ મહાન છે અને તે અત્યંત સ્તુતિપાત્ર છે. તેમનો પવિત્ર સિયોન પર્વત આપણા ઈશ્વરના નગરમાં છે.


સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


પરંતુ હું તો ઈશ્વરને પોકાર કરું છું અને એ પ્રભુ જ મને ઉગારશે.


નમી ગયેલી ભીંત કે ભાંગી પડેલી વાડ જેવો હું છું. હે દુષ્ટો, મને પાડી નાખવા તમે ક્યાં સુધી આક્રમણ કરશો?


હે પ્રભુના લોક, તમે સદા ઈશ્વર પર ભરોસો રાખો, તેમની સમક્ષ તમારું હૃદય ઠાલવી દો; કારણ, તે જ આપણા શરણસ્થાન છે. (સેલાહ)


તમે મારા રક્ષણ માટે શરણગઢ બનો; કારણ, તમે મને બચાવવાનું વચન આપ્યું છે; તમે જ મારા ખડક અને ગઢ છો.


હે ઈશ્વર, તમે તેજોમય છો, અને સનાતન પર્વતમાળાઓથીય અધિક ભવ્ય છો.


તે મને પોકારશે ત્યારે હું તેને ઉત્તર આપીશ, સંકટમાં હું તેની સાથે રહીશ; હું તેને મુક્ત કરીને સફળતાથી સન્માનિત કરીશ.


તે કહે છે, “પ્રભુ મારા શરણસ્થાન અને દૂર્ગ છે, મારા ઈશ્વર પર હું ભરોસો રાખું છું.”


કારણ, પ્રભુ મહાન અને અત્યંત સ્તુતિપાત્ર છે; સર્વ દેવોમાં માત્ર તે જ આરાધ્ય છે.


હે પ્રભુ, સંકટ સમયે મારું રક્ષણ કરનાર, મને શક્તિ આપનાર અને મને આશ્રય આપનાર તમે જ છો. પૃથ્વીના દૂર દૂરના વિસ્તારોમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે, “અમારા પૂર્વજો પાસેથી તો અમને વારસામાં જૂઠા દેવો અને નિર્જીવ અને નકામી મૂર્તિઓ જ મળી છે.


તેમણે આપણને આપણા દુશ્મનોથી અને આપણને ધિક્કારનાર સર્વની સત્તા નીચેથી બચાવવાનું વચન આપ્યું હતું.


અને ત્યારે, જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે, તેનો બચાવ થશે.’


“અમારા પ્રભુ અને ઈશ્વર, ગૌરવ, સન્માન અને સામર્થ્ય પામવા તમે જ યોગ્ય છો. કારણ, તમે સૌના સર્જનહાર છો, અને તમારી ઇચ્છાથી જ તેઓ અસ્તિત્વમાં આવ્યાં અને જીવન પામ્યાં.”


Lean sinn:

Sanasan


Sanasan