Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 18:28 - પવિત્ર બાઇબલ C.L.

28 હે પ્રભુ, તમે મારો દીપક પ્રગટાવો છો; તમે મારા અંધકારને પ્રકાશમાં પલટી નાખો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 કેમ કે તમે મારો દીવો સળગાવશો; યહોવા મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 કેમ કે તમે મારો દીવો સળગાવશો; યહોવાહ મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 યહોવા, મારા દેવ! તમે મારા હૃદયમાં દીવાં પ્રગટાવો છો! મારા અંધકારને તમે પ્રકાશમાં ફેરવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 18:28
15 Iomraidhean Croise  

હે પ્રભુ, તમે મારો પ્રકાશ છો, તમે મારા અંધકારને પ્રકાશમાં બદલી નાખો છો.


પણ શલોમોનના પુત્ર પાસે એક કુળ રહેશે, જેથી મારે નામે મારી ભક્તિ કરવાના સ્થાન તરીકે મેં પસંદ કરેલા નગર યરુશાલેમમાં રાજ કરવા મારા સેવક દાવિદનો જ વંશજ રાજ કરે.


પણ દાવિદને લીધે યરુશાલેમમાં રાજ કરવા માટે અને યરુશાલેમની સલામતી માટે અબિયામને તેના ઈશ્વર પ્રભુએ પુત્ર આપ્યો.


તેના તંબૂમાંનો પ્રકાશ તદ્દન ઝાંખો પડી જશે; અને તેની પાસેનો દીવો બૂઝાઈ જશે.


ત્યારે તો તેમનો દીવો મારા માથા પર પ્રકાશતો હતો. હું અંધકારમાં થઈને ચાલતો ત્યારે તે મને પ્રકાશ આપતા.


સરળજન માટે અંધકારમાં યે પ્રકાશ પ્રગટે છે; કારણ, તે કૃપાળુ માયાળુ અને નેક છે.


ત્યાં સિયોનમાં, હું દાવિદના રાજવંશને સત્તારૂઢ કરીશ; હું મારા અભિષિક્ત રાજાનો વંશરૂપી દીપક સળગતો રાખીશ.


માણસનો અંતરાત્મા પ્રભુનો દીવો છે; તે તેના દયના ઊંડાણને તપાસે છે.


તે દિવસે માનવીની મગરૂરી ઉતારી પાડવામાં આવશે અને ગર્વિષ્ઠોનો ગર્વ નમાવાશે અને માત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


તે દિવસે સમર્થ પ્રભુ દરેક ગર્વિષ્ઠ, અભિમાની અને શક્તિશાળી માણસને નમાવશે.


હું અંધજનોને તેઓ જાણતા નથી તેવે માર્ગે દોરીશ અને તેમને અપરિચિત રસ્તા પર ચલાવીશ. તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં પલટી નાખીશ અને ખાડાટેકરાવાળાં સ્થાનોને સપાટ બનાવી દઈશ. હું એ બધાં કામ કરવાનો છું અને તેમને પડતાં મૂકવાનો નથી.


સિયોનનો ન્યાયદત્ત છુટકારો ઝળહળી ઊઠે નહિ ત્યાં સુધી હું મૌન સેવીશ નહિ; યરુશાલેમનો ઉદ્ધાર મશાલની જેમ પ્રદીપ્ત થાય નહિ ત્યાં સુધી હું જંપીશ નહિ.


જે જા અંધકારમાં વસતી હતી તેને મહાન પ્રકાશ દેખાયો, અને જે જા મૃત્યુછાયાના દેશમાં વસતી હતી તેની સમક્ષ જ્યોતિનો ઉદય થયો.


મૃત્યુની ઘેરી છાયા હેઠળ વસનારાઓ પર પ્રકાશ પાડશે, અને આપણા પગને તે શાંતિને માર્ગે દોરી જશે.”


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજવી યજ્ઞકારો, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરનાં આશ્ર્વર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો.


Lean sinn:

Sanasan


Sanasan