Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 18:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તેમણે બાણ મારીને તેમના દુશ્મનોને વિખેરી નાખ્યા; વીજળી ફેંકીને તેમને નસાડી મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેમણે બાણો મારીને તેઓને વિખેરી નાખ્યા; વળી તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેમણે બાણ મારીને તેના શત્રુઓને મારી નાખ્યા; તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેણે તેના વીજળીના તીક્ષ્ણ બાણો મારાં બધાં શત્રુઓ પર છોડ્યા અને તેમને મુંજવીને વિખેરી નાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 18:14
20 Iomraidhean Croise  

વીજળીના ચમકારા પછી તેનો કડાકો સંભળાય છે, તે પછી મોટો ગડગડાટ ચાલુ રહે છે. તેનો કડાકો સાંભળતાં જ માણસો ધ્રૂજી જાય છે.


ઈશ્વરનો અવાજ અદ્‍ભુત રીતે ગર્જે છે, અને આપણે સમજી ન શકીએ એવાં મહાન કાર્યો કરે છે.


શું તું વીજળીને ચમકવાની આજ્ઞા કરી શકે, અને તે પણ તને કહે કે, ‘હું અહીં છું?’


સર્વસમર્થનાં બાણ મારા અભ્યંતરમાં વાગ્યાં છે, એ બાણોને પાયેલું વિષ મારામાં વ્યાપી ગયું છે. ઈશ્વરના આતંકો મારી સામે લડવાને ક્તારબદ્ધ ઊભા છે.


તમારી વીજળી ચમકાવીને શત્રુઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડી તેમને નસાડી દો.


તમે તેમનો સામનો કરવા ધનુષ્યની પણછ પર હાથ દેશો, તેથી તેમને પીછેહઠ કરવાની ફરજ પડશે.


પ્રભુની ગર્જના સમુદ્રો પર ગર્જે છે; ગૌરવી ઈશ્વર ગર્જે છે; પ્રભુ મહાસાગરો પર ગર્જે છે;


પ્રભુની ગર્જના વીજળીના ચમકારા ફેલાવે છે.


વાદળોએ વરસાદ વરસાવ્યો; આકાશોએ ગર્જના કરી; ચારે દિશાઓમાં વીજળી ચમકી ઊઠી.


તમારી ગર્જનાનો કડાકો વાવંટોળમાં હતો; વીજળીના ઝબકારાઓએ પૃથ્વીને પ્રકાશિત કરી; પૃથ્વી કાંપી અને ડોલી ઊઠી.


પ્રભુ સૌને પોતાની પ્રતાપી ગર્જના સંભળાવશે અને પોતાના ઉગ્ર કોપમાં લોકોને ભભૂક્તા અગ્નિથી, આંધીથી, ધોધમાર વરસાદથી તથા કરાથી પોતાના ભુજનું ત્રાટકવું દેખાડશે.


પ્રભુ ગર્જનાસહિત પોતાના સૈન્યને હુકમ કરે છે. તેમને આધીન થતી લશ્કરી ટુકડીઓ શક્તિશાળી અને સંખ્યાબંધ છે. પ્રભુનો દિવસ કેવો ભયંકર છે! તેનાથી કોણ બચી શકશે? પાપથી પાછા ફરવાનો પડકાર


તમારા તેજીલાં બાણોના ઝબકારાથી અને ચમક્તા ભાલાના ચળક્ટથી સૂર્ય અને ચંદ્ર થંભી ગયા.


ઈશ્વર તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો. ઇઝરાયલમાં જાણે કે જંગલી આખલા જેટલું બળ છે. તેઓ પોતાના દુશ્મનોને ભરખી જાય છે, તેમનાં હાડકાંના ભાંગીને ચૂરેચૂરા કરે છે અને પોતાનાં તીરથી તેમને વીંધી નાખે છે.


“હું તેમના પર આફતોના ઢગલા ખડકીશ અને મારાં પૂરેપૂરાં તીર તેમના પર ફેંકીશ.


સંહાર થયેલાઓના તથા બંદીવાન કરાયેલાના લોહીથી, શત્રુઓના સેનાનાયકોના શિરના રક્તથી, હું મારાં તીરોને લોહી પાઈને તૃપ્ત કરીશ અને મારી તલવાર તેમના માંસનો ભક્ષ કરશે.


અમોરીઓએ ઇઝરાયલી સૈન્યને જોયું કે પ્રભુએ તરત જ અમોરીઓમાં આતંક ફેલાવી દીધો. ઇઝરાયલીઓએ ગિબ્યોન આગળ તેમનો મોટો સંહાર કર્યો, અને બેથ-હોરોનના ઘાટ તરફ તેમનો પીછો કર્યો અને દક્ષિણે છેક અઝેકા અને માક્કેદા સુધી તેમના પર હુમલો જારી રાખ્યો.


પ્રભુનો પ્રતિકાર કરનારા છિન્‍નભિન્‍ન થઈ જશે, તે તેમની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે. તે સમસ્ત દુનિયાનો ન્યાય કરશે, તે પોતાના રાજાને સામર્થ્ય આપશે. તે પોતાના પસંદ કરેલા અભિષિક્ત રાજાને વિજેતા બનાવશે.”


Lean sinn:

Sanasan


Sanasan