Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 17:7 - પવિત્ર બાઇબલ C.L.

7-9 હે ઈશ્વર, તમે તો તમારે શરણે આવનાર લોકને તેમના શત્રુઓથી બચાવનાર છો, તેથી તમારો પ્રેમ પ્રગટ કરો; મને તમારી આંખની કીકીની જેમ સાચવો, અને તમારે જમણે હાથે રાખો; લૂંટી લેનાર દુષ્ટોથી તથા ઘેરી વળેલા ઘાતકી શત્રુઓથી મને તમારી પાંખોની છાયા નીચે સંતાડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જેઓ તમારા પર ભરોસો રાખે છે [તેમની સામે] ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદભુત કરુણા દર્શાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જેઓ તમારા પર ભરોસો રાખે છે તેમની સામે ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદ્દભૂત કરુણા દર્શાવો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ભરોસો રાખીને જેઓ તમારી પાસે, શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે; તેઓને તમે તમારા જમણાં હાથે તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 17:7
18 Iomraidhean Croise  

તું કોનું અપમાન કે મશ્કરી કરે છે તે તું જાણે છે? તેં મારું, એટલે ઇઝરાયલના પવિત્ર ઈશ્વરનું અપમાન કર્યું છે.


મારે પોતાને લીધે અને મારા સેવક દાવિદને મેં આપેલા વચનને લીધે હું આ શહેરનો બચાવ કરીશ.”


પ્રભુની દૃષ્ટિ સમસ્ત દુનિયાનું નિરીક્ષણ કરે છે, કે જેથી જેમનાં હૃદય તેમના પ્રત્યે પૂરાં નિષ્ઠાવાન છે તેમને તે સમર્થ બનાવી સહાય કરે છે. તમે મૂર્ખાઈ કરી છે અને તેથી હવેથી તમારે હમેશાં લડાઈ રહેશે.”


હવે મને ખાતરી છે કે, પોતે અભિષિક્ત કરેલ રાજાને પ્રભુ વિજય આપે છે, તે તેમના પવિત્ર સ્વર્ગમાંથી રાજાને ઉત્તર આપે છે, અને પોતાના જમણા હાથની શક્તિથી વિજય પમાડે છે.


પ્રભુની સ્તુતિ થાઓ! ઘેરાયેલ નગરની જેમ હું ભીંસમાં આવી પડ્યો ત્યારે તેમણે પોતાનો પ્રેમ અદ્‍ભુત રીતે દર્શાવ્યો.


હું તો ગભરાટમાં બોલી ઊઠયો કે હું તમારી દૃષ્ટિથી દૂર ફેંકાઈ ગયો છું; પરંતુ જ્યારે મેં સહાય માટે વિનંતી કરી ત્યારે તમે મારી અરજનો પોકાર સાંભળ્યો છે.


અમારા પૂર્વજોએ કંઈ તલવાર વડે વચનના પ્રદેશ પર કબજો મેળવ્યો ન હતો, અને તેમણે પોતાના બાહુબળ વડે વિજય પ્રાપ્ત કર્યો નહોતો; પણ તમે તમારા જમણા હાથના પરાક્રમે, તમારા બાહુબળથી અને તમારા મુખના પ્રકાશે વિજય હાંસલ કર્યો હતો; કારણ, તમે તેમના પર પ્રસન્‍ન હતા.


અમને પ્રત્યુત્તર આપો; અને તમારા જમણા હાથથી અમને વિજય પમાડો. જેથી અમે, તમારાં પ્રિયજનો ઊગરી જઈએ.


ઇજિપ્ત દેશના સોઆનનાં મેદાનોમાં, તેમના પૂર્વજોની આંખો સામે ઈશ્વરે અદ્‍ભુત ચમત્કારો કર્યા હતા.


હે પ્રભુ, તમારો જમણો હાથ સામર્થ્યમાં મહા પરાક્રમી છે; તે દુશ્મનને અફાળીને તેમના ચૂરા કરે છે.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


“ઈશ્વરની જમણી તરફ ઈસુને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના પિતાએ આપેલા વરદાન પ્રમાણે ઈસુએ તેમની પાસેથી પવિત્ર આત્મા મેળવ્યો છે; અને તે પવિત્ર આત્માથી અમારો અભિષેક કર્યો છે. અત્યારે તમે જે જુઓ તથા સાંભળો છો તે તેનું પરિણામ છે.


તેઓ ઈશ્વરના સેવક મોશેનું ગીત અને હલવાનનું ગીત ગાતા હતા. “હે પ્રભુ, સર્વસમર્થ ઈશ્વર તમારાં કાર્યો કેવાં મહાન અને અદ્‍ભુત છે! હે સર્વ પ્રજાના રાજવી, તમારા માર્ગો ન્યાયી અને સત્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan