Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 17:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેમનાં હૃદય પથ્થર જેવાં દયાહીન છે, તેઓ ઘમંડથી બોલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેઓએ પોતાના હ્રદયને સખત કર્યું છે; તેઓ પોતાને મુખે ગર્વથી બોલે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓ કોઈની પર પણ દયા દર્શાવતા નથી; તેઓ પોતાના મુખે અભિમાનથી બોલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેઓ તો દયાહીન અને ઉદ્ધત છે, તેઓના મોઢે તેમની બડાઇ સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 17:10
15 Iomraidhean Croise  

તેમનાં હૃદયો નિષ્ઠુર અને લાગણીહીન છે, પરંતુ હું તમારા નિયમમાં આનંદ માણું છું.


ધનવાનોનો ઉપહાસ અને ગર્વિષ્ઠોનો તિરસ્કાર વેઠી વેઠીને અમારા પ્રાણ તદ્દન ત્રાસી ગયા છે.


નેક માણસો વિરુદ્ધ અહંકારથી, ઘૃણાથી અને ઉદ્ધતાઈપૂર્વક બોલનારા જૂઠા હોઠો મૂક બની જાઓ.


દુશ્મને કહ્યું, ‘હું તેમનો પીછો કરીશ, તેમને પકડી પાડીશ; હું તેમની સંપત્તિ લૂંટીને વહેંચી લઈશ અને તેનાથી મારી મનોકામના પૂર્ણ થશે. હું તલવાર ખેંચીને મારી જાતે તેમનો નાશ કરીશ.’


પણ ફેરોએ કહ્યું, “આ યાહવે કોણ છે કે હું તેનું સાંભળીને ઇઝરાયલીઓને જવા દઉં? હું એને ઓળખતો નથી, અને હું ઇઝરાયલીઓને જવા દેવાનો પણ નથી.”


ત્યાર પછી તેમણે મને કહ્યું, “આ લોકોનાં મન જડ કર, કાન બહેરા કર અને તેમની આંખોને આંધળી બનાવ, જેથી તેઓ આંખે જુએ નહિ, કાને સાંભળે નહિ કે મનથી સમજે નહિ. કદાચ તેઓ તે પ્રમાણે કરે તો તેઓ મારી તરફ પાછા ફરે અને સાજા થાય.”


કારણ, આ લોકોનાં મન જડ થઈ ગયાં છે, અને તેમના કાન બહેર મારી ગયા છે, અને તેમણે પોતાની આંખો મીંચી દીધી છે. કદાચ, તેઓ પોતાની આંખોથી જુએ, કાનથી સાંભળે અને મનથી સમજે અને મારી તરફ પાછા ફરે ને હું તેમને સાજા કરું.’


કારણ, આ લોકોનાં મન કઠણ થઈ ગયાં છે, તેમણે પોતાના કાન બંધ કરી દીધા છે, અને તેમણે પોતાની આંખો મીચી દીધી છે. નહિ તો, તેઓ આંખોથી જોઈને, કાનથી સાંભળીને, મનથી સમજીને, મારી તરફ ફરત અને હું તેમને સાજા કરત, એમ પ્રભુ કહે છે.”


“પણ યશુરૂને, પ્રભુના લાડીલા લોકે આહારથી પુષ્ટ થઈને બંડ કર્યું; તેઓ ખાઈપીને વકરી ગયા, અને તાજામાજા થયા. તેમણે તેમના સર્જનહાર ઈશ્વરનો ત્યાગ કર્યો અને તેમના સમર્થ ઉધારકનો તિરસ્કાર કર્યો.


ભ્રમણામાં પડેલા માણસોમાંથી નાસી છૂટવાની જેમણે હજી હમણાં જ શરૂઆત કરી છે તેવા લોકોને સપડાવવાને તેઓ શારીરિક દુર્વાસનાઓનો ઉપયોગ કરે છે.


તમારી મોટી મોટી બડાશો હાંકવાનું બંધ કરો, તમારા ગર્વિષ્ઠ શબ્દો ઉચ્ચારશો નહિ, કારણ, પ્રભુ સર્વજ્ઞ છે, અને તે માણસોનાં બધાં કાર્યોનો ન્યાય કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan