Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 16:8 - પવિત્ર બાઇબલ C.L.

8 હું નિરંતર પ્રભુને મારી સમક્ષ રાખું છું. તે મારે જમણે હાથે છે તેથી મને કોઈ ડગાવી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મેં મારી સમક્ષ યહોવાને નિત્ય રાખ્યા છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મેં યહોવાહને સદા મારી સમક્ષ રાખ્યા છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી. હું તેમના જમણા હાથ પાસે જ છું, ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 16:8
13 Iomraidhean Croise  

કારણ, ઈશ્વર કંગાલના જમણા હાથે ઊભા રહી તેને મૃત્યુદંડ દેનારાઓના હાથમાંથી ઉગારે છે.


હે રાજા, પ્રભુ તારે પડખે છે, પોતાના કોપના દિવસે તે અન્ય રાજાઓના ચૂરેચૂરા કરી નાખશે.


પ્રભુ તારા સંરક્ષક છે; પ્રભુ તારે જમણે હાથે તને છાયા કરશે.


જો હું તેમને ગણવા ચાહું, તો તે રેતીના કણ કરતાં અધિક છે: જ્યારે હું જાગું ત્યારે હજી હું તમારી સાથે હોઉં છું.


જે વ્યાજખોરી માટે જ નાણાં ઉછીનાં આપતો નથી, અને જે લાંચ લઈને નિર્દોષ વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરવા લલચાતો નથી, એવાં કાર્યો કરનાર મનુષ્ય કદી ડગશે નહિ.


તમારો ભૂજ તમારા સર્વ શત્રુઓને પકડી પાડશે; તમારો જમણો હાથ તમારા દ્વેષીઓને શોધી કાઢશે.


નમી ગયેલી ભીંત કે ભાંગી પડેલી વાડ જેવો હું છું. હે દુષ્ટો, મને પાડી નાખવા તમે ક્યાં સુધી આક્રમણ કરશો?


એકલા તે જ મારા સંરક્ષક ખડક અને ઉદ્ધારક છે; તે જ મારા શરણગઢ છે; તેથી હું નાસીપાસ થવાનો નથી.


ઈશ્વર પર જ મારા બચાવ અને સન્માનનો આધાર છે; ઈશ્વર પોતે મારા સમર્થ ખડક અને શરણસ્થાન છે.


છતાં હું નિરંતર તમારી નિકટ છું; તમે મારો જમણો હાથ પકડયો છે.


મારું શરીર અને મારું મન નબળાં થતાં જશે, પરંતુ ઈશ્વર મારા દયના સમર્થ સંરક્ષક છે, અને તે જ મારો સાર્વકાલિક વારસો છે.


વિશ્વાસને લીધે જ મોશેએ રાજાના ગુસ્સાની બીક રાખ્યા વગર ઇજિપ્તનો ત્યાગ કર્યો. પોતે અદૃશ્ય ઈશ્વરને જોયા હોય, તેમ તે મક્કમ રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan