Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 16:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પ્રભુ મારા સલાહકાર છે, તેથી હું તેમને ધન્યવાદ આપીશ; દર રાતે મારો અંતરઆત્મા મને ચેતવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 યહોવાએ મને બોધ આપ્યો છે, તેમને હું સ્તુત્ય માનીશ. મારું અંત:કરણ મને રાતને વખતે બોધ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યહોવાહે મને બોધ આપ્યો છે, હું તેમની પ્રશંસા કરું છું; મારું અંતઃકરણ રાતના સમયે મને બોધ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું. રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 16:7
20 Iomraidhean Croise  

રાત્રિના પ્રહરોમાં પણ મારી આંખો તમારા આદેશોનું મનન કરવા જાગી જાય છે.


હે પ્રભુ, હું રાત્રે પણ તમારા નામનું સ્મરણ કરું છું, અને તમારા નિયમનું પાલન કરું છું.


હું તમારાં ધારાધોરણો સમજીશ, ત્યારે હું નિખાલસ દયથી તમારો આભાર માનીશ.


તમે મારા દયને પારખ્યું છે, રાત્રિને સમયે પણ તમે મારું નિરીક્ષણ કરો છો, તમે મારી પરીક્ષા કરી છે, અને મારામાં કંઈ બુરાઈ મળી નથી; મેં મારે મુખે પણ અપરાધ કર્યો નથી.


હે મારા ઈશ્વર, હું દિવસે પોકારું છું, પણ તમે મને ઉત્તર દેતા નથી; હું રાતેય અરજ કરું છું, પણ મને નિરાંત વળતી નથી.


દિવસે પ્રભુ તેમનો પ્રેમ દર્શાવતા એથી રાત્રે હું તેમનું ગીત ગાતો; અને મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો.


હું મારા બિછાનામાં તમારું સ્મરણ કરું છું, અને રાત્રિના પ્રહરોમાં તમારું ધ્યાન ધરું છું.


જ્યારે મારું મન ખાટું થયું હતું અને મારા અંત:કરણમાં બળતરા થતી હતી,


તમારા બોધ દ્વારા તમે મને દોરશો; અને આખરે તમારા મહિમામાં મારો અંગીકાર કરશો.


સંકટને સમયે હું પ્રભુને શોધું છું; રાતભર થાકયા વગર હું પ્રાર્થનામાં મારા હાથ જોડી રાખું છું; મારા પ્રાણે પણ સાંત્વન સ્વીકારવાની ના પાડી.


રાત્રે મને મારા ગાયેલા ગીતના શબ્દો સાંભરે છે. હું મનન કરું છું ત્યારે મારા આત્મામાં પ્રશ્ર્ન ઉદ્ભવે છે કે,


મારી પાસે સાચી સલાહ અને વ્યવહારું જ્ઞાન છે; મારી પાસે સૂઝસમજ અને શક્તિ છે.


રાત્રે હું મારા પૂરા દયથી તમારી ઝંખના કરું છું અને મારો અંતરાત્મા તમારી આતુરતાથી ઉત્કંઠા રાખે છે. પૃથ્વી અને તેના લોકો વિષેના તમારા ન્યાયચુકાદાઓ પરથી સાચું શું છે તે તેઓ શીખશે.


ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, તારા ઉદ્ધારક પ્રભુ આમ કહે છે, “હું પ્રભુ તારો ઈશ્વર છું. હું તમને હિતકારક શિક્ષણ આપું છું અને તારે જે માર્ગે જવું જોઈએ તેમાં ચાલવાની દોરવણી આપું છું.


હું નિર્ગત થઈ ગયેલાઓને પ્રોત્સાહનના શબ્દો કહું તે માટે પ્રભુ પરમેશ્વરે મને કેળવાયેલી વાણી ઉચ્ચારતી જીભ આપી છે. તે દર સવારે મને જાગૃત કરે છે. જેથી હું કાન માંડીને તેમનું શિક્ષણ સંપાદન કરી શકું.


તમે તેમને રોપો છો, અને તેઓ જડ નાખે છે, તેઓ વૃદ્ધિ પામીને ફળવંત થાય છે. તેમને મુખે તમારું નામ હોય છે, પણ તેમના મનથી તમે દૂર હો છો!


પણ હું પ્રભુ દયને તપાસું છું, અને અંત:કરણને પારખું છું, જેથી દરેક વ્યક્તિને તેનાં આચરણ પ્રમાણે અને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપું.”


એ સમયે ઈસુ પ્રાર્થના કરવા માટે એક પર્વત પર ગયા અને તેમણે આખી રાત પ્રાર્થના કરવામાં ગાળી.


હું ઈઝબેલના અનુયાયીઓને મારી નાખીશ. એથી બધી મંડળીઓ જાણશે કે મન અને દયને પારખનાર હું છું. હું દરેકને તેનાં કૃત્યો પ્રમાણે બદલો આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan