Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 16:6 - પવિત્ર બાઇબલ C.L.

6 માપણીની દોરી મારે માટે રમણીય સ્થાનોમાં પડી છે! સાચે જ મને અદ્‍ભુત વારસો પ્રાપ્ત થયો છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે; હા, મને સુશોભિત વારસો મળ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 મારો ભાગ આનંદદાયક સ્થળે પડ્યો છે; ચોક્કસ મને સુશોભિત વારસો મારો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત વારસાનો ભાગ મને મળ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 16:6
13 Iomraidhean Croise  

તમે રાજાને દીર્ઘાયુષ્ય બક્ષજો; તેનાં રાજનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થજો.


પોતાના લોકે આગેકૂચ કરી તેમ ઈશ્વરે ત્યાંના વતનીઓને હાંકી કાઢયા અને તેમની ભૂમિ ઇઝરાયલનાં કુળોને વહેંચી આપી, અને તેમના તંબૂઓમાં પોતાના લોકને વસાવ્યા.


“મેં મારા મનમાં વિચાર્યું: હું ઇઝરાયલને પુત્રો તરીકે સ્વીકારવા કેવો તત્પર છું! હું તેમને વારસામાં સર્વ પ્રજાઓમાં સર્વોત્તમ અને રળિયામણો દેશ આપીશ. તેથી મેં કહ્યું: ‘તમે મને પિતા કહો, મને સદા અનુસરો અને મારો ત્યાગ કરશો નહિ’.


તો હવે તારે માટે પ્રભુ તરફથી જે સંદેશો છે તે સાંભળ. ‘તારી પત્ની શહેરમાં વેશ્યા બનશે અને તારાં પુત્રપુત્રીઓ લડાઈમાં માર્યાં જશે. તારી જમીનના ભાગ પાડી દઈ બીજાઓને વહેંચી દેવામાં આવશે, અને તું અશુદ્ધ એવા વિધર્મી દેશમાં મૃત્યુ પામશે, અને ઇઝરાયલના લોકોને નિશ્ર્વે પોતાના દેશમાંથી બીજે દેશ ગુલામ તરીકે લઈ જવામાં આવશે.”


ઈસુએ તેને કહ્યું, “મને અડકીશ નહિ, કારણ કે હજી હું પિતા પાસે પાછો ગયો નથી. મારા ભાઈઓની પાસે જઈને તેમને કહે, ‘મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે હું ઉપર જાઉં છું.”


આમ, ઈશ્વરનાં બાળકો હોવાથી આપણે તેમના વારસદાર છીએ; એટલે કે, ઈશ્વરના વારસામાં ખ્રિસ્તની સાથે સહભાગી છીએ. કારણ, જો આપણે ખ્રિસ્તના દુ:ખમાં ભાગીદાર થઈએ, તો તેમના મહિમાના ભાગીદાર પણ બનીશું.


મારી પ્રાર્થના છે કે તમે તેમનો પ્રકાશ નિહાળી શકો તે માટે તમારાં મન ખુલ્લાં થાય; જેથી જે આશાને માટે તમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને પોતાના લોકોને તે કેવો સમૃદ્ધ મહિમાવંત વારસો આપે છે,


જો આપણે સહન કરતા રહીએ, તો આપણે તેમની સાથે રાજ કરીશું, જો આપણે તેમનો નકાર કરીએ તો તે પણ આપણો નકાર કરશે,


જેમના પર આપણા વિશ્વાસનાં આરંભ અને તેની પરિપૂર્ણતા આધારિત છે તે ઈસુ પર આપણે આપણી દૃષ્ટિ સ્થિર રાખીએ. પોતાની સમક્ષ રહેલા આનંદને કારણે તેમણે ક્રૂસ પરનું નામોશીભર્યું મરણ સહન કર્યું, અને હાલમાં ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


હું વિજયવંત થઈને મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બિરાજ્યો છું તે જ પ્રમાણે જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારી સાથે રાજ્યાસન પર બિરાજવાનો અધિકાર આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan