Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 149:2 - પવિત્ર બાઇબલ C.L.

2 હે ઇઝરાયલ, તમારા સર્જનહારમાં આનંદ કરો; હે સિયોનપુત્રો, તમારા રાજામાં હરખાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ઇઝરાયલ પોતાના કર્તાથી આનંદ પામે; સિયોનપુત્રો પોતાના રાજાને લીધે હરખાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે; સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો; સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 149:2
25 Iomraidhean Croise  

પરંતુ તેમાંથી કોઈ એમ કહેતું નથી કે, ‘મારા સર્જક ઈશ્વર ક્યાં છે?’ તે તો રાત્રે આનંદનાં ગીત ગવડાવે છે.


સ્તુતિગીત ગાઓ, ઈશ્વરનાં સ્તુતિગીત ગાઓ, સ્તુતિગીત ગાઓ, આપણા રાજાનાં સ્તુતિગીત ગાઓ.


આવો, આપણે ભૂમિ પર શિર ટેકવી તેમને નમન કરીએ. આપણા ઉત્પન્‍નર્ક્તા પ્રભુની આગળ ધૂંટણો ટેકવીએ.


હું પ્રભુ તમારો ઈશ્વર છું; હું ઇઝરાયલનો સર્જનહાર છું.”


વધામણીની વાત લઈ આવી રહેલા સંદેશકના પગ પર્વતો પર કેવા સુંદર લાગે છે! તે તો શાંતિની જાહેરાત કરે છે, શુભસંદેશ લાવે છે, ઉદ્ધાર પ્રગટ કરે છે અને સિયોનને કહે છે, ‘તારા ઈશ્વર રાજ કરે છે!’


કારણ, તારા સર્જનહાર ઈશ્વર જ તારે માટે પતિ સમાન બની રહેશે. તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. તારા ઉદ્ધારક તો ઇઝરાયલના પવિત્ર ઈશ્વર છે. તે આખી પૃથ્વીના ઈશ્વર છે.


હે સિયોનવાસીઓ, આનંદ કરો, તમારા ઈશ્વર પ્રભુને લીધે હર્ષ પામો; કારણ, તેમણે શરદઋતુનો પૂરતો વરસાદ સમયસર આપ્યો છે. તે તમને નિયત સમયે શરદઋતુનો તેમ જ વસંતઋતુનો વરસાદ આપતા રહેશે.


હે પ્રભુ, તમે પ્રારંભથી જ ઈશ્વર છો. તમે અમારા પવિત્ર અને સનાતન ઈશ્વર છો. હે પ્રભુ, મારા ઈશ્વર અને રક્ષક, અમને શિક્ષા કરવા માટે જ તમે બેબિલોનવાસીઓને પસંદ કરીને તેમને બળવાન બનાવ્યા છે.


હે સિયોનના લોકો, હે ઇઝરાયલના લોકો, હર્ષનાદ કરો; હે યરુશાલેમના લોકો, તમારા પૂરા દયથી આનંદ કરો!


પ્રભુએ તારા પરની શિક્ષા અટકાવી દીધી છે; તેણે તારા સર્વ શત્રુઓને દૂર કર્યા છે. ઇઝરાયલનો રાજા, યાહવે તારી સાથે છે. હવે ગભરાવાનું કોઈ કારણ નથી.


હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે.


સિયોન નરને કહો કે, જો, તારો રાજા તારી પાસે આવે છે. તે નમ્ર છે અને ગધેડા પર બિરાજમાન છે, તે ગધેડાના વછેરા પર સવારી કરે છે.


ત્યાર પછી જમણી તરફના લોકોને રાજા કહેશે, ’મારા પિતાથી આશિષ પામેલાઓ, આવો, આ સૃષ્ટિના સર્જન પહેલાં જે રાજ તમારે માટે તૈયાર કરવામાં આવેલું છે તેનો વારસો પામો.


હવે મારા શત્રુઓ, જેઓ, હું તેમનો રાજા થાઉં તેવું ઇચ્છતા ન હતા તેમને અહીં લાવો અને મારી હાજરીમાં તેમની ક્તલ કરો!”


“પ્રભુને નામે જે રાજા આવે છે તેને ઈશ્વર આશિષ આપો! સ્વર્ગમાં શાંતિ અને ઉચ્ચસ્થાનોમાં જય હો!”


તેમણે બૂમ પાડી, “મારો! તેને મારી નાખો! તેને ક્રૂસે જડી દો!” પિલાતે તેમને પૂછયું, “તો તમારા રાજાને ક્રૂસે જડાવું?” મુખ્ય યજ્ઞકારોએ જવાબ આપ્યો, “અમારો રાજા તો માત્ર રોમન સમ્રાટ જ છે!”


અને ત્યાં તમારા ઈશ્વર પ્રભુના સાંનિધ્યમાં તમારે બધાંએ જમવું અને પ્રભુના આશિષને લીધે તમને તમારાં બધાં કાર્યોમાં મળેલી સફળતાને લીધે આનંદોત્સવ કરવો.


આપણે ખરા સુન્‍નતી છીએ. કારણ, આપણે આત્માથી ઈશ્વરની ભક્તિ કરીએ છીએ અને ખ્રિસ્ત ઈસુમાં આનંદ કરીએ છીએ.


એ પછી મોટા જનસમુદાયના કોલાહલ જેવો, અને પ્રચંડ ધોધના ગડગડાટ જેવો અને મેઘના કડાકા જેવો અવાજ મેં સાંભળ્યો. તેઓ પોકારતા હતા. “હાલ્લેલુયા! આપણા ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ, રાજ કરે છે.


પ્રભુ પોતાના નામની પ્રતિષ્ઠાને લીધે તમને તજી દેશે નહિ. કારણ, તેમણે તમને પોતાના લોકો બનાવવાનો નિર્ધાર કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan