Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 148:8 - પવિત્ર બાઇબલ C.L.

8 વીજળી તથા કરા; હિમ તથા મેઘ; ઈશ્વરની આજ્ઞા પાળનારા આંધીના પવનો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 148:8
24 Iomraidhean Croise  

ત્યારે પ્રભુએ સદોમ અને ગમોરા પર આકાશમાંથી ગંધક અને આગ વરસાવ્યાં.


એ વીજળી ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચોમેર ચમકે છે; અને ઈશ્વરના આદેશ મુજબ તે પૃથ્વીના પટ પરની માનવવસાહત પર ત્રાટકે છે.


પ્રભુની આજ્ઞાનો અમલ કરનારા અને તેમની વાણી પ્રત્યે લક્ષ દેનારા શક્તિશાળી અને પરાક્રમી દૂતો, પ્રભુનું સ્તવન કરો.


તેમની આગળના તેજમાંથી કરા તથા સળગતા અંગાર, ગાઢાં વાદળોને ભેદીને નીકળી પડયા.


તેથી મોશેએ ઇજિપ્ત દેશ પર લાકડી લંબાવી. પ્રભુએ એ આખો દિવસ અને આખી રાત પૂર્વ દિશામાંથી પવન ચલાવ્યો.


એટલે પ્રભુએ પશ્ર્વિમમાંથી ભારે પવન ચલાવ્યો અને પવને તીડોને ઉડાવીને સૂફ સમુદ્રમાં નાખી દીધાં. આખા ઇજિપ્તમાં એકપણ તીડ રહ્યું નહિ.


મોશેએ પોતાનો હાથ સમુદ્ર ઉપર લાંબો કર્યો, એટલે પ્રભુએ પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત ચલાવીને તેને પાછો હઠાવ્યો. પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત વાયો અને તેથી સમુદ્રના બે ભાગ પડી ગયા અને સમુદ્ર મધ્યે સૂકી જમીન થઈ ગઈ.


તે અગ્નિ અને તલવારથી ન્યાયશાસન લાવશે અને પ્રભુ ઘણાનો સંહાર કરી નાખશે.


આકાશમાં અને પૃથ્વી ઉપર હું ચેતવણીનાં ચિહ્નો દેખાડીશ; રક્તપાત, અગ્નિ અને ધૂમાડાનાં વાદળો થશે.


એકાએક પ્રભુનો અગ્નિ પ્રગટયો અને તેઓ તેમાં પ્રભુની સમક્ષ બળી મર્યા.


કારણ, ઈશ્વર તો પર્વતોના રચયિતા અને પવનના ઉત્પન્‍નર્ક્તા છે. તે માણસને તેના વિચારો કહી દેખાડે છે. તે દિવસને રાતમાં ફેરવી નાખે છે અને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર વિહરનાર તે જ છે. તેમનું નામ સર્વશક્તિમાન યાહવે છે.


મને પ્રભુ પરમેશ્વર તરફથી બીજું દર્શન થયું. તેમાં મેં જોયું તો પ્રભુ પોતાના લોકોને આગથી સજા કરવાની તૈયારીમાં હતા. આગે ઊંડાણના મહાસાગરને બાળીને ભસ્મ કરી નાખ્યો અને તે ભૂમિને પણ ભરખી જવાની તૈયારીમાં હતી.


પણ પ્રભુએ દરિયામાં ભારે વાવાઝોડું મોકલ્યું. તોફાનને લીધે વહાણ ભાંગી પડવાના જોખમમાં આવી પડયું.


બધા ખલાસીઓ ગભરાઈ ગયા અને પોતપોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હલકું કરવા માટે તેમણે તેમાંનો માલસામાન દરિયામાં ફેંકી દીધો. તે દરમ્યાન યોના તો વહાણના સૌથી નીચેના ભાગમાં ઘસઘસાટ ઊંઘતો હતો.


ત્યાર પછી પ્રભુએ મોકલેલા અગ્નિએ આવીને ધૂપ ચડાવવા ઊભેલા અઢીસો માણસોને ભસ્મ કરી નાખ્યા.


અમોરીઓ ઇઝરાયલી સૈન્ય આગળથી ઘાટમાં થઈને નાસી રહ્યા હતા ત્યારે છેક અઝેકા સુધી પ્રભુએ તેમના પર મોટા કરા વરસાવીને તેમને માર્યા. ઇઝરાયલીઓ દ્વારા જેટલા માર્યા ગયા તેના કરતાં કરાથી માર્યા ગયેલાઓની સંખ્યા વધારે હતી.


આકાશમાંથી માણસો ઉપર આશરે પચાસ પચાસ કિલોગ્રામના કરા પડયા અને એ કરાને લીધે માણસો ઈશ્વરને શાપ દેવા લાગ્યા. કારણ, એ તો સૌથી ભયાનક આફત હતી.


Lean sinn:

Sanasan


Sanasan