Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 148:13 - પવિત્ર બાઇબલ C.L.

13 એ સૌ યાહવેના નામની સ્તુતિ કરો; કારણ, માત્ર તેમનું જ નામ સૌથી બુલંદ છે; તેમની ભવ્યતા આકાશ અને પૃથ્વી કરતાં મહાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તે સર્વ, યહોવાના નામની સ્તુતિ કરો; કેમ કે એકલું તેમનું જ નામ બુલંદ છે; તેમનું ગૌરવ પૃથ્વી તથા આકાશ કરતાં મોટું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તમે સર્વ યહોવાહની સ્તુતિ કરો, કારણ કે એકલું તેમનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે અને તેમનું ગૌરવ આકાશ તથા પૃથ્વી કરતાં મોટું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે! આકાશ અને પૃથ્વી પરની તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 148:13
21 Iomraidhean Croise  

તમે મહાન, સામર્થ્યવાન, મહિમાવંત, ભવ્ય અને પ્રતાપી છો. આકાશ અને પૃથ્વી પર જે કંઈ છે તે તમારું છે; તમે રાજા છો, સર્વ સત્તાધીશ છો.


તમારો પ્રેમ આકાશોથી પણ ઊંચે પ્રસરેલો છે, અને તમારું વિશ્વાસુપણું વાદળોને પણ આંબે છે.


પ્રભુ સર્વ રાષ્ટ્રો પર સર્વોપરી શાસક છે; તેમનો મહિમા આકાશોથી ઊંચો છે.


શ્વાસ લેનારા સર્વ સજીવો યાહની સ્તુતિ કરો. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


મારા શત્રુઓએ મારા પગ ફસાવવા માટે જાળ બિછાવી છે, અને હું પડી ગયો છું. તેમણે મારા માર્ગમાં ખાડો ખોદ્યો, પરંતુ તેઓ પોતે જ તેમાં ગબડી પડયા છે. (સેલાહ)


તેમના ગૌરવી નામને સદાસર્વદા ધન્ય હો; અને સમસ્ત સૃષ્ટિ તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન! આમીન!


હે યાહવે, અમારા પ્રભુ, સમસ્ત સૃષ્ટિમાં તમારું નામ કેટલું મહાન છે! તમારા ગૌરવની પ્રશંસા આકાશો સુધી પહોંચે છે;


શિશુઓ તથા ધાવણાંઓના મુખે તમારી સ્તુતિ ગવાય છે; તે દ્વારા તમારા દુશ્મનો, વિરોધીઓ અને વેરીઓનો અંત લાવવા તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.


હે યાહવે, અમારા પ્રભુ, સમસ્ત સૃષ્ટિમાં તમારું નામ કેટલું મહાન છે!


આપણા ઈશ્વર પ્રભુને ઉન્‍નત માનો, તેમના પવિત્ર પર્વત પર તેમની આરાધના કરો; કારણ, આપણા ઈશ્વર પ્રભુ પવિત્ર છે.


તેનું મુખ ચુંબન કરવા જેવું મીઠું છે; તે અતિ મનોહર છે. હે યરુશાલેમની નવયૌવનાઓ, એવું મારા પ્રીતમનું, મારા મિત્રનું સ્વરૂપ છે.


હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, બીજા બધા કરતાં તારા પ્રીતમમાં વિશેષ શું છે? તેનામાં એવું અદ્‍ભુત શું છે કે તું અમને એ પ્રમાણે શપથ સાથે કહે છે?


એ દિવસે લોકો ગાશે: યાહવેનો આભાર માનો! તેમને નામે મદદ માટે પોકાર કરો! પ્રજાઓ આગળ તેમનાં કાર્યો જણાવો! તેમનું નામ શ્રેષ્ઠ છે તેની તેમને જાણ કરો!


પ્રભુ સર્વોપરી છે અને તે પરમધામમાં વસે છે. સિયોનને તે ઈન્સાફ અને સદાચારથી ભરપૂર કરશે.


તેઓ એકબીજાને પોકારીને કહી રહ્યા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સેનાધિપતિ પ્રભુ! તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે.”


તેઓ કેવા ચિત્તાકર્ષક અને સુંદર બનશે! ધાન્ય યુવાનોને અને નવો દ્રાક્ષાસવ યુવતીઓને અલમસ્ત બનાવશે.


અમારી કપરી ક્સોટી થવા દેશો નહિ, પણ અમને શેતાનથી બચાવો. [કારણ, રાજ્ય, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારાં છે, આમીન.]


તેથી જે નીચે ઊતરી આવ્યા તે જ ઉપરના આકાશમાં, અને એથી પણ ઊંચે ગયા છે, જેથી તે સર્વને પરિપૂર્ણ કરે.


ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેના જ્ઞાનના મૂલ્યને લીધે હું માત્ર એટલી જ બાબતો નહિ, પણ સર્વ બાબતોને નુક્સાનકારક ગણું છું. તેમને લીધે મેં બધી બાબતોને બાજુ પર ફેંકી દીધી છે. હું ખ્રિસ્તને પ્રાપ્ત કરી શકું માટે તે સર્વને કચરો ગણું છું.


તે ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની મારફતે તમને બચાવે છે. તે સ્વર્ગમાં જઈને ઈશ્વરની જમણી તરફ બેઠેલા છે અને સર્વ દૂતો, સ્વર્ગીય સત્તાઓ અને અધિકારો ઉપર રાજ ચલાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan