ગીતશાસ્ત્ર 147:13 - પવિત્ર બાઇબલ C.L.13 તે તારા દરવાજાઓના આગળિયાઓને સુદૃઢ બનાવે છે; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 કેમ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે; તેમણે તારામાં [રહેનાર] તારાં છોકરાંને આશીર્વાદ આપ્યો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 કારણ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે; તેમણે તારામાં તારાં સંતાનોને આશીર્વાદિત કર્યાં છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે. અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે. Faic an caibideil |
મેં તેમને યરુશાલેમના દરવાજા સવારમાં સૂર્યોદય થાય તે પછી જ ઉઘાડવા તેમજ સૂર્યાસ્ત વખતે સંરક્ષકો પોતાની ફરજ પરથી જાય તે પહેલાં તેમને બંધ કરી તેમના પર પાટિયાં ગોઠવી દેવા સૂચના આપી. વળી, યરુશાલેમમાં વસતા લોકોમાંથી સંરક્ષકોની નિમણૂક કરવા અને તેમાંના કેટલાકને નિયત ચોકીઓ પર ઊભા રાખવા તથા બીજા કેટલાકને તેમના પોતાનાં ઘરની આસપાસ ફરતા રહી ચોકીપહેરા કરતા રહેવા મેં તેમને જણાવ્યું.
પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.”