Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 146:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તે જુલમપીડિતોના પક્ષમાં ન્યાય આપે છે; તે ભૂખ્યાંને ભોજન આપે છે. પ્રભુ બંદીવાનોને મુક્ત કરે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તે હેરાન થએલાની દાદ સાંભળે છે; તે ભૂખ્યાને અન્‍ન આપે છે; યહોવા કેદીઓને છોડાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તે પીડિતોનો ન્યાય જાળવી રાખે છે અને તે ભૂખ્યાઓને અન્ન પૂરું પાડે છે. યહોવાહ કેદીઓને છોડાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે, તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે. યહોવા કેદીઓને મુકત કરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 146:7
27 Iomraidhean Croise  

તમે શોષિતો અને અનાથોનો આર્તનાદ સાંભળીને તેમના પક્ષમાં ન્યાય તોળશો; જેથી મર્ત્ય માણસો હવે પછી જુલમ ગુજારે નહિ.


જુલમનો ભોગ બનેલા સૌનું સમર્થન કરી પ્રભુ તેમને ન્યાય અપાવે છે.


પ્રભુ કહે છે, “ગરીબો પર અત્યાચાર થઈ રહ્યો છે, અને જુલમપીડિતો નિ:સાસા નાખે છે; તેથી હું હવે ઊઠીશ, અને તેમની ઝંખના પ્રમાણે હું તેમને છોડાવીશ.”


તે સર્વ જનજનાવરને આહાર આપે છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


મને આ કેદમાંથી મુક્ત કરો; જેથી હું તમારા નામની આભારસ્તુતિ કરું; પછી નેકજનો મને વીંટળાઈ વળશે. કારણ, તમે મારી સાથે ભલાઈથી વર્તશો.


હું મારા પૂરા અંત:કરણથી કહીશ કે, “હે પ્રભુ, તમારા સમાન કોણ છે?” તમે નિર્બળને બળવાનના સકંજામાંથી ઉગારો છો, અને પીડિત તથા કંગાલને તેમને લૂંટનારાના હાથમાંથી છોડાવો છો.


ઈશ્વર એક્કીજનોને કુટુંબવાળા બનાવે છે, અને બંદીવાનોને મુક્ત કરી તેમને ગાતાં ગાતાં દોરી જાય છે; પરંતુ વિદ્રોહીઓ સૂકી મરુભૂમિમાં છોડી દેવાયા છે.


હે ઈશ્વર, તમે તમારા લોકની આગળ ચાલ્યા, અને તમે રણપ્રદેશમાં થઈને કૂચ કરી. (સેલાહ)


રાજા નિરાધારોના હકનું સમર્થન કરો, અને પીડિતજનોને જુલમમાંથી છોડાવો, અને તેમના અત્યાચારીઓને છૂંદી નાખો.


અદલ ન્યાયશાસન દ્વારા પ્રભુએ પોતાનો પરિચય કરાવ્યો છે, અને દુષ્ટો પોતાની જ પ્રપંચી જાળમાં ફસાયા છે. (હિગ્ગાયોન, સેલાહ)


પ્રભુ પરમેશ્વરનો આત્મા મારા પર છે; કારણ, દીનજનોને શુભ સમાચાર જણાવવાને તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને ભગ્ન દયવાળાઓને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને અંધારી કોટડીમાંથી મુક્તિની જાહેરાત કરવા માટે,


કારણ, વર્ષો પૂર્વે તમે મિદ્યાનીઓના સૈન્યને હરાવ્યું હતું તે પ્રમાણે તમે તમારા લોક પરની ઝૂંસરીનાં, તેમના ખભા પરના ત્રાસદાયક દાંડાના એટલે તેમના પર જુલમ કરનારાઓના દંડના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા છે.


હું યજ્ઞકારોને ઉત્તમ આહારથી તૃપ્ત કરીશ અને મારા લોકો મારી બક્ષિસોથી સંતૃપ્ત થશે. હું પ્રભુ પોતે આ બોલું છું.”


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ.


તેમણે ભૂખ્યાઓને સારાં વાનાંથી સભર કર્યા છે, અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢયા છે.


“પ્રભુનો આત્મા મારા પર છે; કારણ, ગરીબોને શુભસંદેશનો ઉપદેશ આપવા તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા અને અંધજનોને દૃષ્ટિ પાછી મળવાની જાહેરાત કરવા, કચડાયેલાઓને મુક્ત કરવા


સૌએ ધરાઈને ખાધું; વધેલા કકડા શિષ્યોએ એકઠા કર્યા તો બાર ટોપલીઓ ભરાઈ.


એકાએક મોટો ધરતીકંપ થયો કે જેથી જેલના પાયા હાલી ગયા. તરત જ બધા દરવાજા ખૂલી ગયા અને બધા કેદીઓની સાંકળો નીકળી પડી.


પણ તે રાત્રે પ્રભુના દૂતે જેલના દરવાજા ખોલી નાખ્યા અને પ્રેષિતોને બહાર લઈ જઈને કહ્યું,


Lean sinn:

Sanasan


Sanasan