Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 144:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ મારા સંરક્ષક ખડક છે, તેમને ધન્ય હો! તે મારા હાથને યુદ્ધની અને મારી આંગળીઓને લડાઈની તાલીમ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવા મારા ખડક છે, તેમને ધન્ય હો; તે મારા હાથને યુદ્ધ કરતાં, અને મારી આંગળીઓને લડતાં શીખવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહ મારો ખડક છે, તેમની સ્તુતિ કરો, તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવા મારો ખડક છે, તેની સ્તુતિ કરો; તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે; તે મને યુદ્ધ માટે પ્રશિક્ષણ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 144:1
16 Iomraidhean Croise  

તે મારા હાથને લડાઈની તાલીમ આપે છે; મારા ભુજ કાંસાનું મજબૂત ધનુષ પણ તાણી શકે છે.


પછી એલિશાએ તેને કહ્યું “પણછ પર બાણ ચઢાવ.” રાજાએ એમ કર્યું, અને એલિશાએ પોતાના હાથ રાજાના હાથ પર મૂક્યા.


હે પ્રભુ, તમે મારા ખડક, મારો કિલ્લો અને મારા મુક્તિદાતા છો; મારા ઈશ્વર, મારા ગઢ, હું તમારે શરણે આવ્યો છું. તમે મારી સંરક્ષક ઢાલ, મારા સમર્થ ઉદ્ધારક અને ઊંચા બુરજ છો.


હું સ્તુતિપાત્ર પ્રભુને પોકારું છું, એટલે તે મને મારા શત્રુઓથી બચાવે છે.


પ્રભુ સિવાય અન્ય ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર સિવાય અન્ય ખડક કોણ છે?


તે મારા હાથોને યુદ્ધવિદ્યા શીખવે છે; અને મારા હાથને તાંબાના મજબૂત ધનુષ્યનેય ખેંચવાની તાક્ત બક્ષે છે.


પ્રભુ, તમે મને ઉદ્ધારની ઢાલ આપી છે, તમારા જમણા હાથે મને ધરી રાખ્યો છે. તમે નીચે નમીને મને ઉન્‍નત કરો છો.


ઈશ્વર અમારે પક્ષે હોવાથી અમે વીરતાથી લડીશું; તે જ અમારા વૈરીઓને છૂંદી નાખશે.


તમે મારા રક્ષણ માટે શરણગઢ બનો; કારણ, તમે મને બચાવવાનું વચન આપ્યું છે; તમે જ મારા ખડક અને ગઢ છો.


આવો, આપણે પ્રભુનાં ગુણગાન ગાઈએ; આપણા ઉદ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ.


યાહવે પર સદા ભરોસો રાખો; કારણ, તે હંમેશા આપણું રક્ષણ કરનાર અચળ ખડક છે.


તેઓ કહેશે, ‘પ્રભુ તરફથી વિજય અને સામર્થ્ય પ્રાપ્ત થાય છે, પણ જે કોઈ તેમની વિરુદ્ધ પડયા છે તેમણે તેમની સમક્ષ શરમાવું પડશે.


જે શસ્ત્રો અમે વાપરીએ છીએ તે દુન્યવી નથી, પણ ઈશ્વરનાં શક્તિશાળી શસ્ત્રો છે. તેનાથી અમે કિલ્લાઓને પણ તોડી પાડીએ છીએ. અમે જૂઠી દલીલોને તોડી પાડીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan