Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 143:8 - પવિત્ર બાઇબલ C.L.

8 દર પ્રભાતે મને તમારા પ્રેમ વિષે જણાવો; કારણ, હું તમારા પર ભરોસો રાખું છું. મારે જે માર્ગે ચાલવું જોઈએ તે મને દર્શાવો; કારણ, મારું અંતર તમારામાં જ લાગેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મને સવારે તમારી કૃપા જણાવો, કેમ કે હું તમારા પર વિશ્વાસ રાખું છું; જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કેમ કે હું તમારામાં મારું અંત:કરણ લગાડું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મને સવારે તમારી કૃપા અનુભવવા દો; કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું. જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કારણ કે હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો; કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું. જે માર્ગે મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે, હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 143:8
23 Iomraidhean Croise  

તમારું નિયમશાસ્ત્ર મને સમજાવો એટલે હું તેનું પાલન કરીશ, મારા સંપૂર્ણ દયથી હું તેને અનુસરીશ.


તમારા જ હાથોએ મને સર્જીને ધરી રાખ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજ આપો.


એકમાત્ર તમે જ મારા ઈશ્વર છો; તેથી તમારી ઇચ્છા અનુસાર વર્તવાનું મને શીખવો. તમારા ભલા આત્મા થકી મને સમતલ ભૂમિમાં દોરી જાઓ.


મારા જીવની રક્ષા કરો અને મને છોડાવો; મારી લાજ રાખજો, કારણ, હું તમારે શરણે આવ્યો છું.


હે પ્રભુ, મને તમારા માર્ગ વિષે શીખવો; મને સરળ માર્ગે દોરો, કારણ, મારા શત્રુઓ ઘણા છે.


કારણ કે તેમનો કોપ ક્ષણિક છે, પણ તેમની કૃપા જીવનભર ટકે છે. રાત રુદનમાં વીતે, પણ સવારે હર્ષનાદ થાય છે.


પ્રભુ કહે છે, ‘તારે કયે માર્ગે ચાલવું તે હું તને શીખવીશ અને તે પર તને દોરીશ. તારા પર મારી નજર સતત રાખીને હું તને સલાહ આપીશ.’


દિવસે પ્રભુ તેમનો પ્રેમ દર્શાવતા એથી રાત્રે હું તેમનું ગીત ગાતો; અને મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો.


ઈશ્વર તે નગરમાં છે, તેથી તેને કદી ઉથલાવી શકાશે નહિ; સત્વરે ઈશ્વર તેને સહાય કરશે.


હે પ્રભુ, શત્રુઓ મારી વિરુદ્ધ ટાંપી રહ્યા હોવાથી મને સત્યમાં દોરો; તમારો માર્ગ મારી સમક્ષ સરળ કરો.


પરંતુ હું તો તમારા સામર્થ્યનાં ગીતો ગાઈશ. સવારે હું તમારા અવિચળ પ્રેમનો જયજયકાર કરીશ. કારણ, તમે મારા ઊંચા સંરક્ષક ગઢ બન્યા છો, સંકટ સમયે તમે મારું આશ્રયસ્થાન છો.


હે પ્રભુ, તમારા સેવકને આનંદિત કરો; કારણ, હું મારું અંત:કરણ તમારા પર લગાડું છું.


દર સવારે તમારા પ્રેમથી અમને તૃપ્ત કરો, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષાનંદમાં ગુજારીએ.


જ્યારે તમે માર્ગમાંથી હટીને જમણી કે ડાબી તરફ ફરશો ત્યારે તરત જ તમે પાછળથી તેમનો અવાજ સાંભળશો: “માર્ગ આ છે; તેના પર ચાલો.”


ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, તારા ઉદ્ધારક પ્રભુ આમ કહે છે, “હું પ્રભુ તારો ઈશ્વર છું. હું તમને હિતકારક શિક્ષણ આપું છું અને તારે જે માર્ગે જવું જોઈએ તેમાં ચાલવાની દોરવણી આપું છું.


આકાશમાંના ઈશ્વર તરફ આપણા હાથો ઊંચા કરીએ એટલું જ નહિ, પણ સાથે આપણાં હૃદયો ખુલ્લાં કરીએ અને આવી પ્રાર્થના કરીએ:


આવો, આપણે પ્રભુને જાણવાનો ખંતથી યત્ન કરીએ. તેમનું આગમન સૂર્યોદય જેટલું ચોક્ક સ છે અને પૃથ્વીને ભીંજવનાર પાછલા વરસાદની માફક તે આપણી પાસે આવશે.


ત્યારે માનોઆહે કહ્યું, “તો હવે તમારાં વચનો ફળીભૂત થાય ત્યારે છોકરાએ શું શું કરવાનું છે? તેણે કેવા પ્રકારનું જીવન જીવવાનું છે?”


દાવિદે પૂછયું, “શું કઈલાના નગરજનો મારા માણસોને અને મને શાઉલના હાથમાં સોંપી દેશે?” પ્રભુએ જવાબ આપ્યો, “હા, સોંપી દેશે.”


Lean sinn:

Sanasan


Sanasan