Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 143:7 - પવિત્ર બાઇબલ C.L.

7 હે પ્રભુ, મને વિના વિલંબે ઉત્તર દો; મારો આત્મા ભાંગી પડવાની તૈયારીમાં છે. તમારું મુખ મારાથી સંતાડશો નહિ; અન્યથા, હું કબરમાં ઊતરી જનારા મૃતકો સમાન થઈ જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હે યહોવાહ, મને જલદી જવાબ આપો, કારણ કે મારો આત્મા ક્ષય પામે છે. તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે હું નબળો થતો જાઉં છું; તમે મારાથી મોઢું ફેરવશો તો હું મૃત્યુ પામીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 143:7
20 Iomraidhean Croise  

મારી આપત્તિના દિવસોમાં મારાથી તમારું મુખ સંતાડશો નહિ. મારા પ્રતિ તમારા કાન ધરો, હું પોકારું ત્યારે મને ત્વરિત ઉત્તર આપો.


તે પીડિતની અવગણના કરતા નથી, અને તેનાં દુ:ખોને લીધે તેને ધૂત્કારતા નથી; તે પોતાનું મુખ તેનાથી છુપાવતા નથી, પરંતુ મદદ માટેનો તેનો પોકાર સાંભળે છે.


તમારું મુખ મારાથી સતાડશો નહિ. તમારા ક્રોધમાં મને, તમારા સેવકને કાઢી મૂકશો નહિ; કારણ, તમે જ મારા બેલી છો. હે મારા મુક્તિદાતા ઈશ્વર, મને તજી ન દો, મારો ત્યાગ ન કરો.


હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું. હે મારા સંરક્ષક ખડક, મારા પોકાર પ્રત્યે કાન દો. જો તમે મૌન રહીને મને ઉત્તર નહિ આપો, તો હું કબરમાં ઉતારી દેવાતા શબ જેવો થઈ જઈશ.


હું પીડિત અને દરિદ્ર છું પરંતુ પ્રભુ તમે મારી કાળજી લો છો, તમે જ મારા બેલી અને મુક્તિદાતા છો. હે મારા ઈશ્વર, હવે વિલંબ ન કરો.


તમારા આ સેવકથી તમારું મુખ સંતાડશો નહિ; હું સંકટમાં છું; મને સત્વરે ઉત્તર દો.


મારી સમીપ આવી મારા પ્રાણને છોડાવો. મારા શત્રુઓથી મને મુક્ત કરો.


મદદ માટેના પોકારો પાડી પાડીને હું થાકી ગયો છું. મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની પ્રતીક્ષા કરતાં કરતાં મારી આંખો ક્ષીણ બની છે.


હું પીડિત અને દરિદ્ર છું; હે ઈશ્વર, સત્વરે મારી સહાય કરો. તમે જ મારા બેલી અને મુક્તિદાતા છો; હે પ્રભુ, વિલંબ ન કરો.


હે ઈશ્વર, મારાથી દૂર ન રહો. હે મારા ઈશ્વર, સત્વરે મારી મદદે આવો.


મારો પ્રાણ પ્રભુમંદિરના પ્રાંગણ માટે ઝંખે છે અને ઝૂરે છે. જીવંત ઈશ્વરની આગળ મારું હૃદય અને દેહ હર્ષનાદ કરે છે.


આકાંક્ષા પૂરી થવામાં વિલંબ થવાથી મન ઝૂરે છે, પણ ફળીભૂત થયેલી આશા જીવનના વૃક્ષ સમાન છે.


કારણ, મૃત્યુલોક શેઓલમાં કોઈ તમારી સ્તુતિ કરી શકતું નથી; મૃત્યુ પામેલાં તમારાં સ્તોત્ર ગાઈ શક્તાં નથી અથવા વિનાશના ખાડામાં જનારાં તમારા વિશ્વાસુપણા પર આશા રાખતાં નથી.


હું મારા લોક પર કાયમને માટે દોષ મૂક્યા કરીશ નહિ અથવા તેમના પર ગુસ્સે રહીશ નહિ. નહિ તો મેં મારા આત્માથી ઉત્પન્‍ન કરેલા જીવો મારી આગળથી નષ્ટ થઈ જાય.


પ્રભુ યાકોબના વંશજોથી વિમુખ થઈ ગયા છે, પણ હું તેમનામાં જ મારી આશા રાખીશ અને તેમના પર જ ભરોસો મૂકીશ.


આખી પૃથ્વી પર જે આવી પડવાનું છે તેની અપેક્ષામાં અને તેની બીક માત્રથી માણસો હતાશ થઈ જશે; કારણ, આકાશનાં નક્ષત્રો તેમના ભમ્રણ-માર્ગમાંથી હટાવાશે.


Lean sinn:

Sanasan


Sanasan