Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 142:7 - પવિત્ર બાઇબલ C.L.

7 મને આ કેદમાંથી મુક્ત કરો; જેથી હું તમારા નામની આભારસ્તુતિ કરું; પછી નેકજનો મને વીંટળાઈ વળશે. કારણ, તમે મારી સાથે ભલાઈથી વર્તશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 મારા જીવને કેદમાંથી કાઢી લાવો, કે હું તમારા નામની સ્તુતિ કરું; ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે; કેમ કે તમે મારી સાથે ઉદારતાએ વર્તશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો, કે જેથી હું તમારા નામનો આભાર માની શકું. ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે કેમ કે તમે મારા માટે ભલા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 મને બંદીવાસમાંથી બહાર લાવો, જેથી હું તમારો આભાર માની શકું. તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 142:7
20 Iomraidhean Croise  

હે મારા પ્રાણ, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ, પ્રભુ તારા પ્રત્યે ભલાઈથી વર્ત્યા છે.


આ તમારા સેવક સાથે ઉદારતાથી વર્તો, જેથી હું જીવતો રહું અને તમારા શિક્ષણને અનુસરું.


તમારા ભક્તો મને જોઈને આનંદિત થશે; કારણ, મેં તમારા શિક્ષણ પર ભરોસો રાખ્યો છે.


હે પ્રભુ, હું તમારી આગળ સ્તુતિનાં ગીત ગાઈશ; કારણ, તમે મારા પ્રત્યે ઉદારતા દાખવી છે.


હું મોટે સાદે પ્રભુને પોકારું છું; હું ઉચ્ચ સ્વરે પ્રભુને આજીજી કરું છું.


તમારા નામને ખાતર મને જીવંત રાખો; તમારી ઉદ્ધારક શક્તિથી મારા પ્રાણને સંકટમાંથી બહાર કાઢો.


હે પ્રભુ, હું તમારે શરણે આવ્યો છું; મારા શત્રુઓથી મને બચાવો.


તે જુલમપીડિતોના પક્ષમાં ન્યાય આપે છે; તે ભૂખ્યાંને ભોજન આપે છે. પ્રભુ બંદીવાનોને મુક્ત કરે છે;


તમે મને મારા શત્રુઓના હાથમાં સપડાવા દીધો નથી, અને તમે મારા પગને મુક્ત કરીને મને પૂરી મોકળાશ આપી છે.


મારો આત્મા પ્રભુને લીધે ગર્વ કરશે; પીડિતજનો તે સાંભળે અને આનંદ કરે.


તેઓ તો ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળી આપનારા છે; હું તેમનું ભલું કરું છું, ત્યારે તેઓ મારી નિંદા કરે છે.


એટલે, હું સિયોનના દરવાજે લોકોની સમક્ષ તમારાં ગુણગાન ગાઈશ; અને તમારા ઉદ્ધારમાં આનંદ પામીશ.


તમારી સંમુખ તો મારા શત્રુઓ પાછા હઠીને નાસે છે; તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે.


પ્રભુ પરમેશ્વરનો આત્મા મારા પર છે; કારણ, દીનજનોને શુભ સમાચાર જણાવવાને તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને ભગ્ન દયવાળાઓને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને અંધારી કોટડીમાંથી મુક્તિની જાહેરાત કરવા માટે,


પણ ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા. તેમણે તેમને મરણના બંધનમાંથી મુક્ત કર્યા, કારણ, મરણ તેમને જકડી રાખે એ અશક્ય હતું.


આપણે તેમને ધન્ય કહીએ છીએ, કારણ, તેમણે સહન કર્યું હતું. તમે યોબની ધીરજ વિષે સાંભળ્યું છે અને અંતમાં પ્રભુએ પોતાનો ઇરાદો કેવી રીતે પૂર્ણ કર્યો તે તમે જાણો છો. કારણ, પ્રભુ દયા અને કરુણાથી ભરપૂર છે.


Lean sinn:

Sanasan


Sanasan