Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 142:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હે ઈશ્વર, મારા જમણા હાથ તરફ જુઓ; મારી પડખે મને ઓળખનાર કોઈ નથી; મારે માટે કોઈ આશ્રયસ્થાન પણ નથી, અને મારી દરકાર કરનાર કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મારે જમણે હાથે જુઓ, કેમ કે મને ઓળખનારો કોઈ નથી; મારે કોઈનો આશરો નથી; કોઈ માણસ મારા આત્માની કાળજી રાખતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હું મારી જમણી બાજુએ જોઉં છું, તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી. મારું નાસવું નિષ્ફળ ગયું છે; મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જ્યારે હું આજુબાજુ જોઉં છું, હું કોઇ મિત્રને જોતો નથી, જે મને મદદ કરી શકે, અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 142:4
19 Iomraidhean Croise  

પરંતુ દુષ્ટોની આંખો નિસ્તેજ થશે, તેમનું શરણસ્થાન નષ્ટ થશે અને તેમની આશા અંતિમ શ્વાસ સમી બનશે.”


કારણ, પ્રભુ નેકજનોના માર્ગની દેખરેખ રાખે છે, પરંતુ દુષ્ટોનો માર્ગ તેમને વિનાશ તરફ લઈ જશે.


મેં કહ્યું, “હે પ્રભુ, તમે જ મારા ઈશ્વર છો! હે પ્રભુ, દયા માટેની મારી યાચનાના પોકાર પર કાન ધરો.


મારે માટે તેમણે ગોઠવેલા ફાંદાથી અને દુરાચારીઓની જાળથી મારી રક્ષા કરો.


મારો આત્મા અત્યંત નિર્ગત થયો છે; મારું હૃદય નિરાશાથી ત્રાસી ગયું છે.


મારા શત્રુઓ મારી મજાક ઉડાવે છે, અને મારા પાડોશીઓ મારો તુચ્છકાર કરે છે; મારા મિત્રોને મારા પ્રત્યે કમકમાટી ઊપજે છે, અને શેરીમાં મને જોતાંની સાથે જ સૌ નાસે છે.


મારા વૈરીઓની નિંદાથી મારું હૃદય હતાશ થઈ ભાંગી પડયું છે. મેં સહાનુભૂતિની આશા રાખી, પણ તે મળી નહિ, અને સાંત્વન દેનારની પ્રતીક્ષા કરી, પણ કોઈ મળ્યું નહિ.


મારા પ્રિયજનો અને મિત્રોને તમે મારાથી દૂર કર્યા છે અને હવે મારો એકમાત્ર સાથી છે - અંધકાર!


તમે મને એવો રોગિષ્ટ બનાવ્યો છે કે મારા મિત્રો પણ મારાથી દૂર રહે છે; તમે મને તેઓ માટે ખૂબ ઘૃણાપાત્ર બનાવ્યો છે. હું અલાયદો રખાયો છું અને અહીંથી બહાર નીકળી શક્તો નથી.


તમે મોકલેલા લૂંટારાઓ તેમના પર અચાનક ત્રાટકે, ત્યારે તેમના ઘરોમાંથી ભયાનક ચીસોના અવાજ ગાજી ઊઠો; કારણ, મને સપડાવવા માટે તેમણે ખાડો ખોદ્યો છે, અને મને ફસાવવા માટે જાળ બિછાવી છે.


પાલકોને નાસી છૂટવાનો કોઈ માર્ગ રહેશે નહિ, અને માલિકને બચાવવાનો કોઈ ઉપાય રહેશે નહિ.


પણ છેવટે હું તમને આરોગ્ય પાછું આપીશ અને તમારા ઘા રુઝવીશ; ભલેને પછી તેઓ તમને ‘તજી દેવાયેલા’ અને ‘સિયોનની કોને દરકાર છે’ એમ કહે! હું પ્રભુ આ બોલું છું.”


વ્યર્થ મૂર્તિઓની પૂજા કરનારા તમને વફાદાર નથી,


શાસ્ત્રમાં સંદેશવાહકોએ જે લખેલું છે તે પરિપૂર્ણ થાય માટે આ બધું બન્યું. ત્યાર પછી બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.


પ્રથમ વખતે અદાલતમાં મેં જાતે જ મારો બચાવ કર્યો. કારણ, કોઈએ મારો પક્ષ લીધો નહિ, પણ બધા મને એકલો મૂકી ચાલ્યા ગયા. પ્રભુ તે કૃત્ય તેમની વિરુદ્ધમાં ન ગણો.


દાવિદે પોતાના મનમાં કહ્યું, “શાઉલ, મને કોઈક દિવસ મારી નાખશે. તેથી હું નાસી છૂટીને પલિસ્તીયામાં જતો રહું એ જ ઉત્તમ છે. પછી શાઉલ હતાશ થઈને મને ઇઝરાયલમાં શોધવાનું પડતું મૂકશે અને હું સલામત રહીશ.”


Lean sinn:

Sanasan


Sanasan