Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 141:6 - પવિત્ર બાઇબલ C.L.

6 જ્યારે તેમના શાસકોને પર્વતની કરાડ પરથી નીચે ફેંકી દેવામાં આવશે, ત્યારે લોકો સ્વીકારશે કે મારા શબ્દો સાચા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેઓના ન્યાયાધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; મારાં વચનો મીઠાં હોવાથી તેઓ સાંભળશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેઓના ન્યાયધીશો પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવે. તેઓ સાંભળશે અને અનુભવશે કે મારાં શબ્દો સાચા અને મીઠાં છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 141:6
12 Iomraidhean Croise  

ઈશ્વરે યિશાઈના પુત્ર દાવિદને ઉચ્ચપદે સ્થાપ્યો એટલે કે યાકોબના ઈશ્વરે તેનો અભિષેક કરીને તેને રાજા બનાવ્યો. તેણે ઇઝરાયલને માટે ભક્તિ ગીતો રચ્યાં. એ જ દાવિદના આ અંતિમ શબ્દો છે:


આ બધા શૂરવીર લડવૈયા દાવિદને સમસ્ત ઇઝરાયલ પર રાજા બનાવવાનો દૃઢ નિશ્ર્વય કરી હેબ્રોન આવ્યા હતા. બધા ઇઝરાયલીઓ પણ દાવિદને રાજા બનાવવાની બાબતમાં એકમત હતા.


પછી ઇઝરાયલના સર્વ લોકો સમક્ષ ઘોષણા કરી કે, “તમને સૌને પસંદ હોય અને પ્રભુની ઇચ્છા હોય તો આપણે બાકીના આપણા સર્વ દેશબાંધવોને પોતપોતાનાં નગરોમાં તેમજ તેમની આસપાસનાં ગૌચરોમાં વસતા યજ્ઞકારો અને લેવીઓને આપણી પાસે અહીં એકત્ર થવા સંદેશકો મોકલીને કહેવડાવીએ.


અને બીજા દશ હજાર સૈનિકોને કેદ પકડયા. તેમણે કેદી સૈનિકોને સેલા નગર પાસેની કરાડની ટોચે લઈ જઈને ત્યાંથી તેમને નીચે ફેંક્યા, જેથી તેઓ નીચાણમાંના ખડકો પર પટકાઈને મરી ગયા.


તમે સર્વ પુરુષોથી અધિક સુંદર છો; તમારા હોઠોથી માધુર્ય ટપકે છે; કારણ, ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.


એ બધા પર તેમની ઘેરી છાપ પડી અને તેમની માુર વાણીથી તેઓ મુગ્ધ થઈ ગયા. તેમણે કહ્યું, “શું તે યોસેફનો પુત્ર નથી?”


Lean sinn:

Sanasan


Sanasan