Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 141:2 - પવિત્ર બાઇબલ C.L.

2 મારી પ્રાર્થનાને તમારી સંમુખ ધૂપ સમાન અને મારા પ્રસારેલા હાથોને સંયાકાળના અર્પણ સમાન સ્વીકારો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 મારી પ્રાર્થના તમારી સમક્ષ ધૂપ જેવી થાઓ; અને મારા હાથોનું ઊંચું થવું તે સાયંકાળના યજ્ઞ જેવું થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ; મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ, મારા ઊંચા થયેલા હાથો તે વેદી પરના સંધ્યાકાળના દહનાર્પણોની જેમ તમને સ્વીકાર્ય હો!

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 141:2
23 Iomraidhean Croise  

સંયાબલિના સમયે એલિયા સંદેશવાહકે વેદી નજીક જઈને પ્રાર્થના કરી, “હે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર યાહવે, તમે ઇઝરાયલના ઈશ્વર છો અને હું તમારો સેવક છું અને તમારી આજ્ઞા પ્રમાણે મેં આ બધું કર્યું છે એની પ્રતીતિ કરાવો.


એ પ્રમાણે હું એમને એમ સાંજનાં બલિદાન ચડાવવાના સમય સુધી બેસી રહ્યો. દેશનિકાલમાંથી પાછા આવેલાઓએ કરેલા પાપ વિષે ઇઝરાયલના ઈશ્વરના વચનથી ગભરાયેલા બધા લોકો મારી આસપાસ એકઠા થઈ ગયા.


પવિત્રસ્થાન તરફ આરાધનામાં તમારા હાથ ઊંચા કરો, અને પ્રભુને ધન્ય કહો!


હું તમને અરજ કરું છું તથા તમારા પરમપવિત્રસ્થાન તરફ હાથ જોડીને પ્રાર્થના કરું છું; તેથી મારી વિનંતીનો પોકાર સાંભળો.


હે પ્રભુ, મારી પરોઢની પ્રાર્થના રજૂ કરું છું, અને તમારા ઉત્તરની પ્રતીક્ષા કરું છું.


હું તમને જીવનભર ધન્યવાદ આપીશ; તમારે નામે હું હાથ જોડીને પ્રાર્થના કરીશ.


એક હલવાન સવારે અને બીજું સાંજે ચડાવવું.


ધૂપવેદી અને તેના દાંડા, અભિષેક કરવાનું તેલ, સુગંધીદાર ધૂપ; મંડપના પ્રવેશદ્વારનો પડદો;


પ્રભુ દુષ્ટોનાં બલિદાનોને ધિક્કારે છે, પરંતુ સદાચારી પર માત્ર તેની પ્રાર્થનાથી પ્રસન્‍ન થાય છે.


હું પ્રાર્થના કરતો હતો તેવામાં ગાબ્રિયેલ જેને મેં અગાઉના સંદર્શનમાં જોયો હતો, તે ઝડપથી ઊડીને મારી પાસે આવ્યો. એ તો સાંજનું અર્પણ ચડાવવાનો સમય હતો.


પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.


ત્યાર પછી પ્રભુએ મોકલેલા અગ્નિએ આવીને ધૂપ ચડાવવા ઊભેલા અઢીસો માણસોને ભસ્મ કરી નાખ્યા.


એક દિવસ પિતર તથા યોહાન બપોરે ત્રણ વાગે પ્રાર્થનાના સમયે મંદિરમાં જતા હતા.


ઈશ્વરને સમર્પિત પુરુષો, ક્રોધ કે દલીલો સિવાય હાથ ઊંચા કરી સર્વ સ્થળે પ્રાર્થના કરે તેવું હું ઇચ્છું છું.


તેણે પુસ્તક લીધું એટલે ચાર જીવંત પ્રાણીઓ અને ચોવીસ વડીલો હલવાનની આગળ ઝૂકી પડયાં. દરેકના હાથમાં વાજિંત્ર અને સુગંધી ધૂપથી ભરેલાં સુવર્ણપાત્ર હતાં. એ ધૂપ તો ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓ છે.


Lean sinn:

Sanasan


Sanasan