Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 14:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પરંતુ જુઓ, તેઓ મહાભયથી કંપી ઊઠશે; કારણ, ઈશ્વર તેમના ભક્તજનોના પક્ષમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યાં તેઓ બહુ ભયભીત થયા; કેમ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓ બહુ ભયભીત થયા, કારણ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે, કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 14:5
19 Iomraidhean Croise  

અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણી તથા યહૂદી મોર્દખાયને જવાબ આપ્યો, “યહૂદીઓ વિરુદ્ધના પ્રપંચ માટે મેં હામાનને ફાંસીએ લટકાવી દીધો છે.


તેનાં સંતાનો દેશમાં પરાક્રમી થશે; એ સરળજનના વંશજો આશીર્વાદિત થશે.


આ તો એવી પેઢીના લોક છે જે ઈશ્વરને શોધે છે, અને યાકોબના ઈશ્વરના મુખનાં દર્શનની ઝંખના સેવે છે. (સેલાહ)


સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


ઈશ્વર તે નગરમાં છે, તેથી તેને કદી ઉથલાવી શકાશે નહિ; સત્વરે ઈશ્વર તેને સહાય કરશે.


સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


ભૂતકાળમાં ક્યારેય ન થયા હોય એવા આતંક્તિ તેઓ થશે. કારણ, ઈશ્વર પોતાના લોકના દુશ્મનોનાં હાડકાં વિખેરી નાખશે. ઈશ્વરે તેમનો ત્યાગ કર્યો છે, તેથી તેઓ પરાજયથી લજ્જિત થશે.


જો મેં આવી વાતો ઉચ્ચારી હોત, તો મેં ઈશ્વરના લોકનો દ્રોહ કર્યો હોત.


હે પ્રભુ, જ્યાં સુધી તમારા લોકોનું પ્રયાણ પૂરું ન થાય, જ્યાં સુધી તમે ગુલામીમાંથી છોડાવેલા લોકો પેલે પાર પહોંચી ન જાય, ત્યાં સુધી તમારા હાથનું સામર્થ્ય જોઈને તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ જશે.


કોઈ પીછો કરતું ન હોય તો પણ દુષ્ટ નાસે છે, પરંતુ નેકજનો સિંહ જેવા હિમ્મતવાન હોય છે.


સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


યુદ્ધ માટે વ્યૂહ રચો, પણ તે નિષ્ફળ જશે. મંત્રણાઓ કરો, પણ તે પડી ભાંગશે! કારણ, ઈશ્વર અમારી સાથે છે.


કુંવારીને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ [જેનો અર્થ ઈશ્વર આપણી સાથે છે તેવો થાય છે] પાડવામાં આવશે.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજવી યજ્ઞકારો, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરનાં આશ્ર્વર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો.


છાવણીમાં તેમ જ રણક્ષેત્રમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા. સર્વ પલિસ્તીઓ ગભરાઈ ગયા; સંરક્ષકો અને ત્રાટકનારા સૈનિકો પણ થથરી ગયા. ધરતી પણ ધ્રૂજી ઊઠી અને ચોમેર આતંક વ્યાપી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan