Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 14:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પરંતુ સઘળા અવળે માર્ગે ચઢી ગયા છે; તેઓ સૌ એક્સરખા ભ્રષ્ટ થયા છે; અને સર્ત્ક્ય કરનાર કોઈ નથી, ના, એક પણ નથી!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેઓ સર્વ માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે. સત્કાર્ય કરનાર કોઈ નથી, ના, એક પણ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે; સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પણ ના! ત્યાં કોઇ નથી. બધાએ સાચો રસ્તો છોડી દીધો છે અને યહોવાથી દૂર થઇ ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 14:3
25 Iomraidhean Croise  

ઈશ્વરે પૃથ્વી પર જોયું તો તેમાં નરી દુષ્ટતા હતી; કારણ, પૃથ્વી પરનાં બધાં માણસોએ દુષ્ટતાનો માર્ગ અપનાવ્યો હતો.


(અશુદ્ધમાંથી કોઈ શુદ્ધ ઉપજાવી શકે? કોઈ નહિ.)


તો પછી કુટિલ અને ભ્રષ્ટ માનવી, જે પાણીની જેમ દુષ્ટતા પીએ છે તેની શી વિસાત!


જો હું ભૂલાં પડેલાં ઘેટાંની જેમ ભટકી જાઉં; તો તમે તમારા આ સેવકને શોધી કાઢજો; કારણ, હું તમારી આજ્ઞાઓ વીસરી ગયો નથી.


મૂર્ખ પોતાના મનમાં વિચારે છે: “ઈશ્વરનું અસ્તિત્વ જ નથી.” તેઓ ભ્રષ્ટ છે અને તેમણે અધમ કૃત્યો કર્યાં છે, અને સર્ત્ક્ય કરનાર એક પણ નથી.


તમારા આ સેવકનો ન્યાય કરવા બેસશો નહિ; કારણ, તમારી સંમુખ કોઈ નિર્દોષ નથી.


મારાં પાપની મૂર્ખાઈને કારણે મારાં ઘારાં સડીને દુર્ગંધ મારે છે.


દુષ્ટો તો માના પેટે હોય ત્યારથી જ ભટકી ગયેલા હોય છે; અને જન્મથી જ તેઓ અવળે રસ્તે ચડી જાય છે અને જૂઠું બોલે છે.


તે રાત્રે ફેરો, તેના અમલદારો અને સર્વ ઇજિપ્તીઓ જાગી ઊઠયા, અને આખા ઇજિપ્તમાં ભારે વિલાપ થયો. કારણ, એવું એકપણ ઘર નહોતું કે જ્યાં પુત્રનું મૃત્યુ થયું ન હોય.


અને પ્રભુએ મોશેની વિનંતી પ્રમાણે કર્યું. તેમણે ફેરો પાસેથી, તેના અમલદારો પાસેથી અને તેની પ્રજા પાસેથી માખીઓ દૂર કરી અને એક પણ માખી રહી નહિ.


જે સર્વદા સારું જ કરે છે અને કદી કશું પાપ કરતો જ નથી એવો માણસ પૃથ્વી પર છે જ નહિ.


આપણે સૌ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ. આપણે સૌ પોતપોતાને માર્ગે વળી ગયા છીએ. પ્રભુએ તેને શિરે આપણા સૌના અન્યાય મૂક્યા છે.


અમે સૌ અશુદ્ધ બન્યા છીએ અને અમારાં સારાં કામો પણ રજ:સ્વલા સ્ત્રીનાં ગંદા ચીંથરાં જેવાં છે. અમારા પાપને લીધે અમે સુકાઈને ચીમળાઈ ગયેલા અને પવનથી ઘસડાઈ જતા પાંદડાં જેવા છીએ.


કારણ, મારા લોકે બે મહાપાપ કર્યાં છે: તેમણે મને, જીવનદાયક ઝરાને તજી દીધો છે અને પોતાને માટે જેમાં પાણી ટકે નહિ એવા કાણાં ટાંકાં ખોદ્યા છે.


હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


કારણ, બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડયા છે અને ઈશ્વરના ગૌરવની સ્થિતિએ પહોંચવાથી વંચિત રહ્યા છે.


હું તમને શરમાવવા આ કહું છું. ભાઈઓ વચ્ચેના વિવાદનો નિકાલ કરી શકે એવો એકેય શાણો માણસ તમારી સંગતમાં નથી?


મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યાં હોવાથી આપણા આત્મા અને શરીરને, એટલે કે, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્રતાની પૂર્ણતા પ્રતિ વધતા જઈએ.


હકીક્તમાં તો આપણે સૌ તેમના જેવા જ હતા અને આપણી દુર્વાસનાઓ પ્રમાણે જીવતા હતા, અને આપણી શારીરિક અને માનસિક વૃત્તિઓ પ્રમાણે વર્તતા હતા. બીજા સર્વની માફક આપણે પણ સ્વભાવે ઈશ્વરના કોપને પાત્ર હતા.


‘જે સારી ભૂમિ તમારા પૂર્વજોને આપવાના મેં શપથ લીધા હતા તે આ કુટિલ પેઢીના લોકોમાંથી એક પણ જોવા પામશે નહિ.’


Lean sinn:

Sanasan


Sanasan