Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 139:3 - પવિત્ર બાઇબલ C.L.

3 મારું ચાલવું તથા સૂવું પણ તમે તપાસી જુઓ છો; તમે મારા સર્વ માર્ગો વિષે માહિતગાર છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મારું ચાલવું તથા સૂવું પણ તમે તપાસી જુઓ છો. તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો; તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું. હું જે બધું કરું છું તે તમે જાણો છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 139:3
21 Iomraidhean Croise  

તેના શોકના દિવસો પૂરા થયા એટલે દાવિદે તેને મહેલમાં બોલાવી લીધી, તે તેની પત્ની થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. દાવિદના એ કાર્યથી પ્રભુ અત્યંત નારાજ થયા.


તેણે આખા અદોમમાં લશ્કરી છાવણીઓ ઊભી કરી અને તેથી તે લોકોએ તાબેદારી સ્વીકારી. આમ, દાવિદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પ્રભુએ તેને વિજયવંત બનાવ્યો.


પરંતુ ઈશ્વર તો મારી ચાલચલગત બરાબર જાણે છે, અને તે મારી ક્સોટી કરશે ત્યારે હું સોનાની જેમ ચળકી ઊઠીશ.


શું ઈશ્વર મારાં આચરણ જોતા નથી? અને મારાં સઘળાં પગલાં ગણતાં નથી?


હું તમારા આદેશો તથા તમારી આજ્ઞાઓ પાળું છું; મારું સમગ્ર આચરણ તમારી સમક્ષ ખુલ્લું છે.


જો હું તેમને ગણવા ચાહું, તો તે રેતીના કણ કરતાં અધિક છે: જ્યારે હું જાગું ત્યારે હજી હું તમારી સાથે હોઉં છું.


ઈશ્વર આપણાં ભલાં કે ભૂંડાં કાર્યોનો, ભલે પછી તે ગુપ્તમાં કરાયાં હોય, તો પણ તેમનો ન્યાય કરશે.


ઈશ્વરથી પોતાની યોજનાઓ છુપાવવા ઊંડે ભૂગર્ભમાં ચાલ્યા જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ અંધકારમાં પોતાનાં કામ કરે છે અને એમ વિચારે છે કે, “અમને કોણ જુએ છે? અમે જે કરીએ છીએ તે કોણ જાણવાનું છે?”


કોઈ પોતાને ગુપ્ત સ્થાનમાં એવી રીતે સંતાડી શકે નહિ કે હું તેને જોઈ ન શકું. કારણ, હું પ્રભુ તો આકાશમાં અને પૃથ્વીમાં સર્વવ્યાપી છું.


તેમના હાથમાં સૂપડું છે. તે ઘઉં પોતાના કોઠારમાં એકઠા કરશે, પણ છોતરાંને તો તે સતત સળતા અગ્નિમાં બાળી નાખશે.


ઈસુ અને તેમના શિષ્યો જમતા હતા. સિમોનનો દીકરો યહૂદા ઈશ્કારિયોત ઈસુને પકડાવી દે એવી શેતાને તેના મનમાં અગાઉથી પ્રેરણા કરી હતી,


એમ કહ્યા પછી ઈસુને મનમાં ઊંડું દુ:ખ થયું અને તેમણે સ્પષ્ટ કહી દીધું, “હું તમને સાચે જ કહું છું: તમારામાંનો એક મને દગો દેશે.”


Lean sinn:

Sanasan


Sanasan