Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 138:2 - પવિત્ર બાઇબલ C.L.

2 હું તમારા પવિત્ર મંદિર તરફ ભૂમિ પર મસ્તક ટેકવીને તમને નમન કરું છું; તમારા પ્રેમ અને તમારા વિશ્વાસુપણાને લીધે હું તમારા નામનો આભાર માનું છું. તમારું નામ અને તમારું શિક્ષણ સર્વોચ્ચ છે એની પ્રતીતિ તમે કરાવી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ, તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારું નામ વખાણીશ; કેમ કે સર્વ કરતાં તમે તમારા નામનું માહાત્મ્ય વધાર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે, હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ, હું તમારો આભાર માનીશ અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 138:2
27 Iomraidhean Croise  

તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. તેમણે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું, છે. તેમણે એમ કહ્યું હતું કે,


હવે પ્રભુએ પોતાનું વચન પાળ્યું છે. મારા પિતા પછી હું ઇઝરાયલનો રાજા બન્યો છું અને મેં ઇઝરાયલના ઈશ્વર યાહવેને નામે તેમની ભક્તિ અર્થે મંદિર બાંધ્યું છે.


તમે તમારા સેવક મારા પિતા દાવિદને આપેલું તમારા મુખનું વચન પાળ્યું છે; આજે તમારા હાથે એ અક્ષરસ: પૂર્ણ થયું છે.


હે યાહવે, અમારે લીધે નહિ, અમારે લીધે નહિ, પરંતુ તમારા નામને લીધે, અને તમારા પ્રેમ તથા વિશ્વાસુપણાને લીધે, તમારું ગૌરવ પ્રગટ કરો.


હું તમને અરજ કરું છું તથા તમારા પરમપવિત્રસ્થાન તરફ હાથ જોડીને પ્રાર્થના કરું છું; તેથી મારી વિનંતીનો પોકાર સાંભળો.


પરંતુ હું તો તમારા પ્રેમને લીધે તમારા ઘરમાં પ્રવેશી શકું છું, અને ભક્તિભાવથી તમારા પવિત્ર મંદિરમાં આરાધના કરી શકું છું.


હે પ્રભુ, શત્રુઓ મારી વિરુદ્ધ ટાંપી રહ્યા હોવાથી મને સત્યમાં દોરો; તમારો માર્ગ મારી સમક્ષ સરળ કરો.


જે ઈશ્વરના સંદેશની હું પ્રશંસા કરું છું, જે પ્રભુના સંદેશની હું પ્રશંસા કરું છું,


જેમના સંદેશની હું પ્રશંસા કરું છું, તે ઈશ્વર પર હું ભરોસો રાખું છું અને ડરતો નથી. પામર માનવી મને શું કરી શકે?


ઈશ્વરનો પ્રેમ અને તેમના લોકની નિષ્ઠાનું મિલન થશે. લોકનો સદાચાર અને ઈશ્વરનું કલ્યાણ એકબીજાને ચુંબન કરશે.


પરંતુ હે પ્રભુ, તમે રહેમી અને દયાળુ છો; કોપ કરવામાં ધીમા તેમજ પ્રેમ અને વિશ્વાસુપણાથી ભરપૂર છો.


તમે આપણા ઈશ્વર પ્રભુને ઉન્‍નત માનો. તેમના પાયાસન પાસે ઈશ્વરને નમન કરો; તે પવિત્ર છે.


આપણા ઈશ્વર પ્રભુને ઉન્‍નત માનો, તેમના પવિત્ર પર્વત પર તેમની આરાધના કરો; કારણ, આપણા ઈશ્વર પ્રભુ પવિત્ર છે.


પોતાના લોકને બચાવવાના દઢ ઇરાદાથી પ્રભુએ પોતાના નિયમોને મહત્તા આપી અને તેમના લોક એ નિયમોને માન આપે એમ ઈચ્છયું.


હું પ્રભુના અચલ પ્રેમનું બયાન કરીશ અને આપણે માટેનાં તેમનાં બધાં કાર્યો માટે તેમજ પોતાની દયા અને અવિરત પ્રેમને લીધે તેમણે ઇઝરાયલી પ્રજાના કરેલા મહાન કલ્યાણને માટે હું તેમની સ્તુતિ કરીશ.


ફરમાન પર રાજાની સહી થઈ ગઈ છે એની જાણ થતાં દાનિયેલ ઘેર ગયો. તેના ઘરના ઉપલા માળે ઓરડાની બારીઓ યરુશાલેમ તરફ ખુલતી હતી. તે પહેલાં નિયમિત રીતે કરતો હતો તેમ ખુલ્લી બારીઓ આગળ ધૂંટણિયે પડીને તેણે ત્રણવાર ઈશ્વરને પ્રાર્થના કરી.


આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.


હું તમને સાચે જ કહું છું: આકાશ અને પૃથ્વીની હયાતી ભલે મટી જાય, પણ બધું જ નિયમશાસ્ત્ર પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તેમાંની નાનામાં નાની વાત કે ઝીણામાં ઝીણી વિગત નાબૂદ થવાની નથી.


ઈશ્વરે મોશેની મારફતે નિયમશાસ્ત્ર આપ્યું, પરંતુ કૃપા અને સત્યતા તો ઈસુ ખ્રિસ્તની મારફતે આપવામાં આવ્યાં.


આપણે જાણીએ છીએ કે શાસ્ત્ર જે કહે છે તે સાચું છે. જેમને ઈશ્વરનો સંદેશ આપવામાં આવ્યો તેમને ઈશ્વરે દેવો કહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan