Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 137:3 - પવિત્ર બાઇબલ C.L.

3 કારણ, અમને બંદિ બનાવનારા બેબિલોનીઓએ અમને ગીત ગાવા ફરમાવ્યું; અમારા એ જુલમગારોએ અમને કહ્યું, “અમારા મનોરંજન માટે સિયોનનાં ગીતોમાંથી કોઈએક ગીત ગાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે ત્યાં અમને બંદીવાસમાં લઈ જનારાઓએ ગીત ગાવાનું ફરમાવ્યું. અમારા પજવનારાઓએ કહ્યું, “અમને ગમત થાય માટે સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, “સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે, ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 137:3
18 Iomraidhean Croise  

દાવિદે ઝીણા અળસીરેસાનાં વસ્ત્રનો ઝભ્ભો પહેર્યો હતો. એ જ પ્રમાણે સંગીતકારો, તેમનો આગેવાન કનાન્યા અને કરારપેટી ઉપાડનાર લેવીઓએ ઝીણા અળસી રેસાનાં વસ્ત્રના ઝભ્ભા પહેરેલા હતા. દાવિદે એફોદ પણ પહેર્યો હતો.


દાવિદે પ્રથમ જ વાર આસાફ અને તેના ભાઈઓને પ્રભુનાં સ્તવન ગાવાનું કાર્ય એ વખતે સોંપ્યું.


પોતાના સાથીદારો અને સમરુની સૈન્યની સમક્ષ તેણે કહ્યું, “આ દુર્બળ યહૂદીઓ શું કરવા ધારે છે? શું તેઓ ફરીથી આ શહેર બાંધવા માગે છે? બલિદાનો ચડાવવાથી એક દિવસમાં કામ પૂરું થઈ જશે એવું તેઓ માને છે? બળેલા પથ્થરોના ટુકડાઓના ઢગલામાંથી તેઓ બાંધકામના પથ્થરો પેદા કરી શકશે?”


હે સિયોનવાસી ઈશ્વર, તમારી સમક્ષ મૌન એ પણ સ્તુતિ છે. તમારી સમક્ષ માનતાઓ પૂર્ણ કરાશે.


હે ઈશ્વર, વિધર્મીઓએ તમારા વારસાસમ દેશ પર ચડાઈ કરી છે; તેમણે તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યું છે; તેમણે યરુશાલેમ નગરને ખંડેર બનાવી દીધું છે.


તમે અમને પડોશી દેશો માટે કજિયાનું કારણ બનાવ્યા છે અને અમારા શત્રુઓ અમારી ઠેકડી ઉડાડે છે.


એટલે, હું સિયોનના દરવાજે લોકોની સમક્ષ તમારાં ગુણગાન ગાઈશ; અને તમારા ઉદ્ધારમાં આનંદ પામીશ.


ભગ્ન દયવાળા માણસ આગળ આનંદી ગીતો લલકારવાં તે શિયાળાની ઠંડીમાં કોઈનાં વસ્ત્રો ઝૂંટવી લેવા સમાન કે ઘા પર સરકો રેડવા સમાન છે.


તેઓ આનંદથી ગાતા ગાતા સિયોનમાં પ્રવેશશે અને તેમના શિર પર સદાનો આનંદ રહેશે. તેઓ હર્ષ તથા આનંદથી ઉભરાશે અને તેમના શોક અને નિસાસા ચાલ્યા જશે.


પ્રભુએ મુક્ત કરેલા લોકો પાછા ફરશે અને આનંદથી ગાતાં ગાતાં અને હર્ષનાદ કરતાં કરતાં સિયોનમાં પહોંચશે અને આનંદ તેમના શિરનો મુગટ બની રહેશે. હર્ષ અને ઉલ્લાસ તેમને આંબી જશે અને દુ:ખ તથા નિસાસા નાસી જશે.


“યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મોરેસેથનો મીખા નામે સંદેશવાહક પ્રભુનો સંદેશ પ્રગટ કરતો હતો. તેણે યહૂદિયાના સર્વ લોકોને આમ કહ્યું હતું, ‘સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; સિયોન નગરને ખેતરની માફક ખેડવામાં આવશે. યરુશાલેમમાં ખંડેરના ઢગલા થઇ જશે, અને મંદિરનો પર્વત જંગલ બની જશે.”


પ્રભુ કહે છે, “હું યરુશાલેમને ખંડેર અને શિયાળોનું કોતર બનાવીશ. યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી નાખીશ, અને કોઈ તેમાં વસશે નહિ.”


એ માટે તમારે લીધે સિયોન ખેતરની માફક ખેડાશે, યરુશાલેમ ખંડિયેર બની જશે અને મંદિરનો પર્વત જંગલ જેવો બની જશે.


“તમે આ બધું જોઈ રહ્યા છો, પણ એવો સમય આવશે કે જ્યારે અહીં એક પણ પથ્થર એના સ્થાને રહેવા દેવાશે નહિ; એકેએક ફેંકી દેવાશે.”


Lean sinn:

Sanasan


Sanasan