Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 135:6 - પવિત્ર બાઇબલ C.L.

6 આકાશોમાં અને પૃથ્વી ઉપર, સમુદ્રોમાં અને નીચેનાં સર્વ ઊંડાણોમાં પ્રભુ પોતાને જે પસંદ પડે તે કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 આકાશમાં તથા પૃથ્વીમાં, સમુદ્રોમાં તથા સર્વ ઊંડાણોમાં, યહોવાને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 135:6
13 Iomraidhean Croise  

“પ્રભુ, હું કબૂલ કરું છું કે તમે સર્વશક્તિમાન છો! તમારા ઈરાદાને કોઈથી અવરોધી શકાય નહિ.


અમારા ઈશ્વર તો સ્વર્ગમાં છે. પોતાની ઇચ્છા મુજબ કરવા તે સર્વશક્તિમાન છે,


પરંતુ પ્રભુનો ઇરાદો સદાસર્વદા અટલ છે, અને તેમની યોજનાઓ પેઢી દરપેઢી ટકે છે.


તે બોલ્યા કે સૃષ્ટિ ઉત્પન્‍ન થઈ; તેમણે આજ્ઞા કરી કે તે અસ્તિત્વમાં આવી.


મેં પરિણામ કેવું આવશે તેની આરંભથી જાહેરાત કરી છે. જે બનવાનું હતું તે મેં પ્રાચીનકાળથી પ્રગટ કર્યું છે. મારો સંકલ્પ અફર છે અને મારા મનની ઇચ્છા પ્રમાણે જ થશે.


તને માનવ સમાજમાંથી હાંકી કાઢવામાં આવશે. સાત વર્ષ સુધી તું વન્ય પ્રાણીઓ મધ્યે વસશે અને બળદની જેમ ઘાસ ખાશે ત્યારે તું કબૂલ કરશે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે અને પોતે ચાહે તેને તે આપે છે.”


તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તુચ્છ છે; આકાશી દૂતો અને પૃથ્વીના લોકો તેમના નિયંત્રણ હેઠળ છે. કોઈ તેમની ઇચ્છાનો વિરોધ કરી શકતું નથી કે તેમનાં કાર્યો અંગે કોઈ પ્રશ્ર્ન ઉઠાવી શકતું નથી.


કારણ, ઈશ્વર તો પર્વતોના રચયિતા અને પવનના ઉત્પન્‍નર્ક્તા છે. તે માણસને તેના વિચારો કહી દેખાડે છે. તે દિવસને રાતમાં ફેરવી નાખે છે અને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર વિહરનાર તે જ છે. તેમનું નામ સર્વશક્તિમાન યાહવે છે.


પ્રભુ આકાશમાં પોતાના ઓરડા બાંધે છે અને પૃથ્વી પર આકાશનો ઘૂમટ સ્થાપે છે. તે દરિયાનાં પાણીને આજ્ઞા કરીને બોલાવે છે અને તેમને પૃથ્વી પર મુશળધાર વરસાદરૂપે વરસાવે છે. તેમનું નામ યાહવે છે.


સવારના ત્રણથી છ વાગ્યાના સમયમાં ઈસુ પાણી પર ચાલીને શિષ્યોની પાસે ગયા.


ઈસુ તેમની નજીક આવ્યા અને તેમણે કહ્યું, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan