અને રોજ સવારે અને સાંજે તેમ જ સાબ્બાથ, ચાંદ્રમાસના પ્રથમ દિવસોએ અને બીજા ઉત્સવો વખતે પ્રભુને અર્પણો ચઢાવવામાં આવે ત્યારે પ્રભુની સ્તુતિ કરવી અને તેમનો મહિમા કરવો. પ્રત્યેક વખતે આ કામ કરવા લેવીઓની સંખ્યા નક્કી કરવાના નિયમો ઘડવામાં આવ્યા હતા. લેવીઓને પ્રભુની સેવાભક્તિ નિરંતર કરવાનું કામ સોંપેલું હતું.