Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 134:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુના મંદિરમાં દર રાત્રે ઊભા રહીને સેવા ભક્તિ કરનારા હે પ્રભુના સેવકો, તમે સૌ પ્રભુને ધન્ય કહો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવાના મંદિરમાં રાત્રે ઊભા રહેનારા, યહોવાના સર્વ સેવકો, તમે યહોવાને‍ સ્તુત્ય માનો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો; તમે યહોવાને સ્તુત્ય માનો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 134:1
32 Iomraidhean Croise  

તેઓ અને તેમના વંશજો મંદિરના દરવાજાઓના સંરક્ષક તરીકે ચાલુ રહ્યા.


તેઓ મંદિરની પાસે રહેતા; કારણ, મંદિરના રક્ષણની અને રોજ સવારે દરવાજા ખોલવાની જવાબદારી તેમની હતી.


મંદિરમાં સંગીત માટે લેવીઓનાં કેટલાંક કુટુંબો જવાબદાર હતાં. આ કુટુંબોના વડાઓ મંદિરનાં જ મકાનોમાં રહેતા. કારણ, તેમણે રાત્રે કે દિવસે પોતાની ફરજ બજાવવા ઉપલબ્ધ રહેવાનું હતું.


તેથી મારા દીકરાઓ, સમય વેડફો નહિ. પ્રભુએ તેમની સેવાભક્તિ કરવા અને તેમની આગળ ધૂપ ચડાવવા તેમના સેવકો તરીકે તમને જ પસંદ કર્યા છે.”


અને ઇઝરાયલના પ્રત્યેક કુટુંબની મદદ થઈ શકે એ રીતે તમારામાંના કેટલાક ગોઠવાઇ જાઓ.


ગાયકવૃંદમાં વારાફરતી ગાનારા આ માણસો હતા: બાકબુકયા, ઉન્‍નો અને તેમના સાથી લેવીઓ. પ્રમુખ યજ્ઞકાર યહોશુઆના વંશજો


હે પ્રભુનાં સર્વ સૈન્યો, અને તેમની ઇચ્છાને અનુસરનાર તેમના સેવકો, પ્રભુનું સ્તવન કરો.


યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! હે પ્રભુના સેવકો, તેમની સ્તુતિ કરો; યાહવેના નામની સ્તુતિ કરો.


મારા સંકટમાં મેં પ્રભુને પોકાર કર્યો, અને તેમણે મને ઉત્તર આપ્યો.


હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું; મને ક્યાંથી સહાય મળશે?


જ્યારે મિત્રોએ મને કહ્યું, “ચાલો, આપણે પ્રભુના મંદિરે જઈએ,” ત્યારે મને ઘણો આનંદ થયો.


હે સ્વર્ગમાં રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વર, તમારા તરફ હું મારી આંખો પ્રાર્થનામાં ઊંચી કરું છું.


ઇઝરાયલના લોક કબૂલાત કરો કે, “જો પ્રભુ અમારી પડખે ન હોત;


પ્રભુ પર ભરોસો રાખનારા સિયોન પર્વત સમાન છે; એ તો કદી ખસેડી શકાય નહિ એવો અચળ પર્વત છે.


જ્યારે પ્રભુ અમને દેશનિકાલમાંથી સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે તો અમે સ્વપ્ન જોતા હોઈએ એવું લાગ્યું.


જો પ્રભુ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો પરિશ્રમ મિથ્યા છે; જો પ્રભુ નગરનું રક્ષણ ન કરે; તો ચોકીદારનો પહેરો ભરવો વ્યર્થ છે.


પ્રભુનો આદરયુક્ત ડર રાખનારને અને તેમના માર્ગમાં ચાલનારને ધન્ય છે.


‘શત્રુઓએ બાળપણથી જ મારા પર અત્યંત જુલમ કર્યો છે,’ એમ ઇઝરાયેલના લોક કહો;


હે પ્રભુ, નિરાશાનાં ઊંડાણોમાંથી હું તમને પોકારું છું.


પ્રભાતની વાટ જોતા ચોકીદાર કરતાં, પ્રભાતની આતુરતાપૂર્વક વાટ જોતા ચોકીદાર કરતાં મારો પ્રાણ પ્રભુની વધારે પ્રતીક્ષા કરે છે.


હે પ્રભુ, ન મારા હૃદયમાં અહંકાર છે, ન મારી આંખોમાં ઘમંડ. મારી પહોંચની બહાર એવી મહાન સિદ્ધિઓ પર હું મન લગાડતો નથી કે અજાયબીઓ પાછળ હું લક્ષ આપતો નથી.


હે પ્રભુ, દાવિદને અને તેણે વેઠેલ દુ:ખોને તેના હિતમાં તમે સંભારો.


પ્રભુના લોક એક્તામાં રહે તે કેવું ઉત્તમ અને આનંદદાયક છે!


જેઓ તમારી પાસેથી સામર્થ્ય પ્રાપ્ત કરે છે, અને જેમનાં હૃદય સિયોનના યાત્રામાર્ગો પર મંડાયેલાં છે તેમને ધન્ય છે!


તમારે સાત દિવસ અને સાત રાત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે રહેવાનું છે અને પ્રભુને આજ્ઞાધીન થવાનું છે, જો તમે તેમ નહિ કરો તો તમે માર્યા જશો. પ્રભુ તરફથી મને એવી આજ્ઞા મળેલી છે.”


તે કદી મંદિર છોડીને જતી નહિ, પણ રાત-દિવસ ઉપવાસ અને પ્રાર્થના કરતાં ઈશ્વરની ભક્તિ કરતી હતી.


તે સમયે પ્રભુએ લેવીના વંશજોને પ્રભુના કરારની પેટી ઊંચકવા, પ્રભુની સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા અને પ્રભુને નામે આશીર્વચન ઉચ્ચારવા નીમ્યા; અને આજે પણ તેઓ તેમની એ ફરજો બજાવે છે.


પછી રાજ્યાસન પરથી એક વાણી સંભળાઈ, “ઈશ્વરના બધા સેવકો, અને તેમની બીક રાખનાર નાનાંમોટાં સૌ ઈશ્વરની પ્રશંસા કરો.”


તેથી જ તેઓ ઈશ્વરના રાજ્યાસનની સમક્ષ ઊભા રહીને તેમની રાતદિવસ સેવા કરે છે. રાજ્યાસન પર બિરાજનાર પોતાની હાજરીથી તેમનું રક્ષણ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan