Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 132:11 - પવિત્ર બાઇબલ C.L.

11-12 હે પ્રભુ, તમે દાવિદ સાથે સત્યપ્રતિજ્ઞા કરી: “હું તારા પુત્રોમાંથી એકને રાજા બનાવીશ, તે તારા પછી રાજ્ય કરશે; જો તારો પુત્ર મારો કરાર પાળશે અને હું શીખવું તે આદેશોનું પાલન કરશે, તો તેના વંશજો પણ સદાસર્વદા તારા રાજ્યાસન પર બિરાજશે.” ઈશ્વર એ પ્રતિજ્ઞા તોડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી, “હું તારી ગાદી પર તારા સંતાનને બેસાડીશ;” તેથી તે ફરી જશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; “હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી: “હું તારી ગાદી પર તારા વંશજોને મૂકીશ” તેથી તે તેનું વચન તોડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 132:11
21 Iomraidhean Croise  

જ્યારે તું મરણ પામે અને તારા પૂર્વજ પાસે તને દફનાવવામાં આવે ત્યારે હું તારા પુત્રોમાંના એકને રાજા બનાવીશ અને તેનું રાજ્ય સ્થાપીશ.


હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. જ્યારે તે ખોટું કરશે ત્યારે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે તેમ હું તેને શિક્ષા કરીશ અને તેનાથી મારી સોટી કે મારા ફટકા પાછા રાખીશ નહિ.


તારા વારસદારોને અને તારા રાજ્યને તારી સમક્ષ હું સંસ્થાપિત કરીશ અને તારું રાજ્યાસન સદાકાળને માટે સ્થિર રાખીશ.”


‘ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. કારણ, તેમણે મારા પછી મારા વંશજને રાજા બનાવ્યો છે, અને એ જોવાને મને જીવતો રાખ્યો છે.”


હવે હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે તમારા સેવક મારા પિતાને આપેલું બીજું વચન પણ પૂર્ણ કરો એવી મારી પ્રાર્થના છે. તમે તેમને કહ્યું હતું કે તેમની જેમ તેમના વંશજ તમને ખંતથી આધીન રહેશે તો તેમના વંશમાંથી તમારી સમક્ષ ઇઝરાયલના રાજ્યાસન પર રાજા તરીકે બેસનારની ખોટ વર્તાશે નહિ.


તો હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, મારા પિતા દાવિદને આપેલું બીજું વચન પણ પાળો. તમે તેમને કહ્યું હતું કે જો તારા વંશજો તારી જેમ મારા નિયમનું કાળજીપૂર્વક પાલન કરશે તો ઇઝરાયલના રાજા તરીકે તારો વંશજ જ રાજ કરશે.


તો તારા પિતા દાવિદ સાથે કરેલા કરાર પ્રમાણે હું તારું રાજ્યાસન કાયમને માટે સ્થાપીશ. તારા પિતા દાવિદને તો મેં એવું વચન આપ્યું હતું કે તારો વંશજ ઇઝરાયલ પર સદા રાજ કરશે.


પ્રભુએ શપથ લઈને કહ્યું છે, અને તે પોતાનું મન બદલશે નહિ; “મેલ્ખીસેદેકની પરંપરા પ્રમાણે તું મારો સનાતન યજ્ઞકાર છે.”


છતાં હું દાવિદ પરથી પ્રેમ દૂર કરીશ નહિ. અથવા મારા વિશ્વાસુપણાને ખૂટવા દઈશ નહિ.


મેં કાયમને માટે મારી પવિત્રતાના શપથ લીધા છે; હું દાવિદ સાથે કદી જૂઠું બોલીશ નહિ.


આકાશમાંના પેલા વિશ્વાસુ સાક્ષી ચંદ્ર જેવું તે સદા અવિચળ રહેશે. (સેલાહ)


હે પ્રભુ, આકાશો તમારાં અજાયબ કાર્યોની પ્રશંસા કરે છે, અને સંતોની સભા તમારા વિશ્વાસુપણા વિષે ગાય છે.


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. એ કંઈ માનવપુત્ર નથી કે પોતાનો વિચાર બદલે. એ પોતાનું વચન પાળે છે, અને તે જે બોલે છે તે પ્રમાણે કરે છે.


તે મહાન થશે અને સર્વોચ્ચ ઈશ્વરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવિદની જેમ રાજા બનાવશે.


તે સંદેશવાહક હતો અને ઈશ્વરે તેને આપેલું વચન તે જાણતો હતો: ઈશ્વરે કરાર કર્યો હતો કે તે દાવિદના વંશજોમાંથી જ એકને દાવિદની માફક રાજા બનાવશે.


તેથી વચન તથા શપથ એ બે બાબતો એવી છે કે તે કદી બદલાઈ શકે નહિ. તેમજ તેના સંબંધી ઈશ્વર જૂઠું બોલી શક્તા નથી. તેથી તેની સાથે સલામતી મેળવનાર એવા આપણને આપણી સમક્ષ મૂકવામાં આવેલી આશાને દૃઢતાથી વળગી રહેવા માટે ઘણું પ્રોત્સાહન મળે છે.


ઇઝરાયલના ગૌરવવાન ઈશ્વર જૂઠું બોલતા નથી કે નથી પોતાનું મન બદલતા, તે માણસ નથી કે પોતાનું મન બદલે.”


Lean sinn:

Sanasan


Sanasan