Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 130:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પરંતુ તમે ક્ષમા આપનાર ઈશ્વર છો; તેથી તમારો ડર રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પરંતુ તમારી પાસે માફી છે, જેથી તમારું ભય રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પરંતુ તમે લોકોને માફી આપો છો, તેથી તમે આદર પામશો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 130:4
22 Iomraidhean Croise  

દાવિદે કહ્યું, “સાચે જ મેં પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે.” નાથાને જવાબ આપ્યો, “પ્રભુ તને ક્ષમા આપે છે, તું માર્યો જઈશ નહિ.


જો તું સર્વસમર્થ પાસે પાછો ફરીશ, તો તું સંસ્થાપિત થશે; તેથી તારા નિવાસમાંથી ભૂંડાઈ દૂર કર.


હે પ્રભુ, તમારા નામની ખાતર મારા મોટા અપરાધની મને ક્ષમા આપો.


હે પ્રભુ, તમે ભલા અને ક્ષમાશીલ છો; તમને અરજ કરનાર સર્વ પ્રત્યે તમે અસીમ પ્રેમ દર્શાવો છો.


પ્રભુ કહે છે, “ચાલો, આપણે વિવાદનો નિકાલ કરી નાખીએ. પાપને લીધે તમારા પર લાલ ડાધ પડયા છે, પણ હું તમને ધોઈને બરફના જેવા શ્વેત કરીશ. જો કે તમારા પાપના ડાઘ રાતા હોય તો પણ તમે ઊનના જેવા સફેદ થશો.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.


ત્યારે ‘પ્રભુને ઓળખ’ એમ કહીને કોઈએ પોતાના જાતભાઈને અથવા કુટુંબીજનને પ્રભુની ઓળખ વિષે શિક્ષણ આપવાની જરૂર રહેશે નહિ. કારણ, નાનામોટાં સૌ મને ઓળખશે. કારણ, હું તેમના દોષ માફ કરીશ અને તેમનાં પાપ યાદ કરીશ નહિ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


અમે તમારી વિરુદ્ધ બળવો પોકાર્યો હોવા છતાં તમે દયાળુ અને ક્ષમાશીલ છો.


એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે.


અને એમ આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના પ્રદેશોમાંની મંડળીઓને શાંતિનો સમય મળ્યો. મંડળીના લોકો જેમ પ્રભુનો ડર રાખતા ગયા તેમ તેઓ પવિત્ર આત્માની સહાયથી સંગઠિત થતા ગયા અને સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા.


જેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા છે તેમને માટે કોઈ સજા નથી;


ઈશ્વર સર્વ માણસોને ખ્રિસ્તની મારફતે પોતાના મિત્રો બનાવે છે, એ જ અમારો સંદેશો છે. માણસોએ કરેલાં પાપોની ઈશ્વરે તેમની વિરુદ્ધમાં નોંધ રાખી નહિ; પણ તે કેવી રીતે તેમને તેમના મિત્રો બનાવે છે તે અંગેનો સંદેશો તેમણે અમને આપેલો છે.


ખ્રિસ્તનું રક્ત બલિદાનમાં રેડાયાને લીધે આપણને મુક્ત કરવામાં આવ્યા છે;


એમના પુત્ર દ્વારા આપણે મુક્ત થયા છીએ, એટલે કે, આપણને આપણાં પાપની માફી આપવામાં આવી છે.


પણ ઈશ્વરે નાખેલો મજબૂત પાયો હલાવી શકાય નહિ. તેના પર આ શબ્દો લખેલા છે: “પ્રભુ પોતાના લોકને ઓળખે છે અને ખ્રિસ્તનું નામ લઈને પોતે તેમનો છે એવું કહેનારે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ.”


Lean sinn:

Sanasan


Sanasan