Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 13:4 - પવિત્ર બાઇબલ C.L.

4 મારા શત્રુઓને એમ કહેવા ન દો કે, “અમે તેના પર જીત પામ્યા છીએ,” અને મારા પતનમાં તેમને હર્ષ પામવા ન દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 રખેને મારો શત્રુ કહે, “હું તેના પર જીત પામ્યો છું.” અને હું લથડું ત્યારે મારા શત્રુઓ હર્ષ પામે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 રખેને મારો શત્રુ એમ કહે કે, “મેં તેને હરાવ્યો છે,” જેથી તે એમ પણ ન કહે કે, “મેં મારા દુશ્મનો પર વિજય મેળવ્યો છે;” નહિ તો, જ્યારે હું પડી જાઉં, ત્યારે મારા શત્રુઓ આનંદ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે. મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતાં.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 13:4
17 Iomraidhean Croise  

હે ઈશ્વર, અમારા પ્રભુ, અત્યારે થોડા સમય માટે તમે અમારા પર કૃપા દર્શાવી હોવાથી અમારામાંથી થોડાને ગુલામીમાંથી બચાવી લીધા છે અને આ પવિત્રભૂમિમાં અમને આશ્રયસ્થાન મળ્યું છે. તમે અમારી આંખોમાં તેજ આપ્યું છે અને અમને અમારા બંધનમાં પણ નવજીવન બક્ષ્યું છે.


દુષ્ટ પોતાના મનમાં વિચારે છે કે ઈશ્વરને કંઈ પડી નથી; ઈશ્વરે પોતાનું મુખ સંતાડયું છે; તે કદી મને જોશે નહિ!


સાચે જ એ નેકજન કદી ડગશે નહિ; તેની સ્મૃતિ સદા ટકશે.


હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું, મારી લાજ રાખજો; મારા શત્રુઓને મારા પર જયજયકાર કરવા ન દો.


મારા કપટી શત્રુઓને મારા ઉપર આનંદ કરવા ન દો, એને વિનાકારણે મારો દ્વેષ કરનારા તેમની આંખના મિચકારા ન મારે.


તેઓ પોતાના મનમાં એમ ન કહે કે, “આહા, અમારી ઇચ્છા ફળી છે,” અને તેઓ એમ ન કહે કે, “અમે તેને ગળી ગયા છીએ.”


તેથી મેં કહ્યું હતું કે, “મારા શત્રુઓને મારા દુ:ખ પર હરખાવા ન દો; મારા પતનના સમયમાં તેમને શેખી મારવા ન દો.”


તારો બોજો પ્રભુ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે નેકજનને કદી વિચલિત થવા દેશે નહિ.


એકલા તે જ મારા સંરક્ષક ખડક અને મારા ઉદ્ધારક છે; તે જ મારા શરણગઢ છે; તેથી હું નાસીપાસ થવાનો નથી.


એકલા તે જ મારા સંરક્ષક ખડક અને ઉદ્ધારક છે; તે જ મારા શરણગઢ છે; તેથી હું નાસીપાસ થવાનો નથી.


હે પ્રભુ, ઊઠો, મર્ત્ય માણસોને પ્રબળ થવા ન દો, વિધર્મીઓને તમારી સન્મુખ લાવો અને તેમનો ન્યાય તોળો.


દુષ્ટ આચરણથી માણસ સ્થિર થશે નહિ, પણ નેકજનોનાં મૂળ ઉખેડી શકાશે નહિ,


તેઓ તારી સાથે લડાઈ કરશે પણ તને હરાવી શકશે નહીં, કારણ, તારું રક્ષણ કરવા હું તારી સાથે હોઈશ” હું પ્રભુ એ પોતે બોલ્યો છું.


“તેથી મારી આંખોમાંથી આંસુ વહે છે. કોઈ મને દિલાસો દેતું નથી; કોઈ મને હિંમત આપતું નથી. દુશ્મનોએ મને હરાવી છે; મારા લોક નિરાધાર થયા છે.


કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ આ વિષે સાંભળશે એટલે તેઓ અમને ઘેરી લઈને અમારું નામનિશાન ભૂંસી નાખશે, ત્યારે તમારા મહાન નામનું ગૌરવ જાળવવા તમે શું કરશો?”


Lean sinn:

Sanasan


Sanasan