Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 13:3 - પવિત્ર બાઇબલ C.L.

3 હે પ્રભુ, મારા ઈશ્વર, મારી તરફ લક્ષ દઈને મને ઉત્તર દો; મારી આંખોને સતેજ કરો; જેથી હું મૃત્યુનિદ્રામાં પોઢી જાઉં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હે યહોવા, મારા ઈશ્વર, ધ્યાન દઈને મને ઉત્તર આપો. મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હે યહોવાહ, મારા ઈશ્વર, ધ્યાન આપીને મને ઉત્તર આપો! મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો. જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 13:3
15 Iomraidhean Croise  

હે ઈશ્વર, અમારા પ્રભુ, અત્યારે થોડા સમય માટે તમે અમારા પર કૃપા દર્શાવી હોવાથી અમારામાંથી થોડાને ગુલામીમાંથી બચાવી લીધા છે અને આ પવિત્રભૂમિમાં અમને આશ્રયસ્થાન મળ્યું છે. તમે અમારી આંખોમાં તેજ આપ્યું છે અને અમને અમારા બંધનમાં પણ નવજીવન બક્ષ્યું છે.


હું કેટલો જુલમ વેઠું છું તે જુઓ, અને મને છોડાવો; કારણ, હું તમારો નિયમ વીસરતો નથી.


હે પ્રભુ, તમે મારો દીપક પ્રગટાવો છો; તમે મારા અંધકારને પ્રકાશમાં પલટી નાખો છો.


મારા શત્રુઓની સંખ્યા કેટલી મોટી છે તે જુઓ; તેઓ મારી ક્રૂર ઘૃણા કરે છે


તમારા પ્રેમને લીધે હું હર્ષાનંદ કરીશ. કારણ, તમે મારું દુ:ખ જોયું છે, અને મારી વિપત્તિઓ ધ્યાનમાં લીધી છે.


હે પ્રભુ, મારા શબ્દો કાન દઈને સાંભળો; મારા નિ:સાસા પર લક્ષ આપો.


હે પ્રભુ, મારા પર દયા કરો, મારો દ્વેષ કરનારા મને રીબાવે છે તે જુઓ અને મને મૃત્યુના દરવાજેથી ઉગારો;


તેઓ ઉગ્ર થશે ત્યારે હું મિજબાનીમાં તેમને પીણાં પીવડાવીશ, હું તેમને ચકચૂર અને મસ્ત બનાવીશ અને ત્યાર પછી તેઓ કાયમી ઊંઘમાં પોઢી જશે અને ફરી કદી ઊઠશે નહિ.


હું તેના શાસકોને, જ્ઞાનીઓને, રાજ્યપાલોને, અધિકારીઓને તથા સૈનિકોને પીવડાવીને ચકચૂર બનાવીશ. તેઓ ચિરનિદ્રામાં પોઢી જશે અને ફરી કદી જાગશે નહિ.” આ તો રાજાની, હા, જેમનું નામ સેનાધિપતિ યાહવે છે તે ઈશ્વરની વાણી છે.


હે પ્રભુ, અમારા પર જે આવી પડયું છે તે યાદ કરો. અમારી તરફ જુઓ અને અમારું અપમાન નિહાળો.


એ તો બિનયહૂદીઓને પ્રક્ટીકરણ દેનાર અને તમારા ઇઝરાયલી લોકને ગૌરવ પમાડનાર પ્રકાશ છે.”


કારણ, જે સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે તે પ્રકાશમય બની જાય છે. તેથી જ કહ્યું છે કે, “ઓ ઊંઘનાર જાગ, અને મરણમાંથી સજીવન થા! એટલે ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.”


નગરને સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી. કારણ, ઈશ્વરનું ગૌરવ તેના પર પ્રકાશે છે અને હલવાન તે નગરનો દીવો છે.


પણ પોતાના પિતાએ શાપ ઉચ્ચારીને લોકોને આપેલી ધમકી યોનાથાને સાંભળી નહોતી. તેથી પોતાની પાસેની લાકડી લંબાવીને મધપૂડામાં ખોસીને તેણે થોડુંક મધ ખાધું. તરત જ તેનામાં સ્ફૂર્તિ આવી.


યોનાથાને જવાબ આપ્યો, “મારા પિતાજીએ આપણા લોકોને હેરાન કર્યા છે. જુઓ, મેં થોડુંક મધ ખાધું તેથી કેટલી સ્ફૂર્તિ આવી છે.


Lean sinn:

Sanasan


Sanasan