Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 13:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ક્યાં સુધી હું મનોમંથન કર્યા કરીશ, અને મારું હૃદય વેદનાથી રીબાયા કરશે? ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર પ્રબળ થયા કરશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 આખો દિવસ મારા હ્રદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુ મારા પર ચઢી વાગશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 આખો દિવસ મારા હૃદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર ચઢી વાગશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું: જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો? કયાં સુધી મારા હૃદયમાં આ દુ:ખનો અનુભવ કરવો? કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 13:2
44 Iomraidhean Croise  

તેથી તેમણે પૂછયું, “તું ઉદાસ કેમ છે? તું બીમાર નથી તો પછી શાને કારણે દુ:ખી છે?” એ સાંભળીને હું ચમકી ગયો.


એસ્તેરે જવાબ આપ્યો, “એ તો અમારો વિરોધી, અમારો શત્રુ, આ દુષ્ટ હામાન છે.”


જો હું દુષ્કર્મ કરું તો મને અફસોસ! પરંતુ જો હું નેક હોઉં તો પણ હું મારું માથું ઊંચું ઉઠાવીશ નહિ; કારણ, મારી પીડા પ્રતિ નજર કરું છું. ત્યારે હું શરમથી ઝૂકી જઉં છું.


તમે શોષિતો અને અનાથોનો આર્તનાદ સાંભળીને તેમના પક્ષમાં ન્યાય તોળશો; જેથી મર્ત્ય માણસો હવે પછી જુલમ ગુજારે નહિ.


મરણના પાશ મને વીંટળાઈ વળ્યા હતા; મૃત્યુલોક શેઓલના ફાંદામાં હું ફસાઈ ગયો હતો. મારા પર સંકટ અને વેદના આવી પડયાં હતાં.


નેક માણસો વિરુદ્ધ અહંકારથી, ઘૃણાથી અને ઉદ્ધતાઈપૂર્વક બોલનારા જૂઠા હોઠો મૂક બની જાઓ.


હું ઢળી પડવાની અણી પર છું; મારી વેદના નિરંતર મારી સાથે છે.


હું કેવો જનસમુદાય સાથે જતો હતો! જય જયકાર કરતા અને સ્તુતિના નાદ ગજવતા પર્વ પાળનાર જનસમુદાયને હું પ્રભુના મંદિરમાં કેવો દોરી જતો હતો! એ વીતેલી વાતોનું સ્મરણ થતાં મારો પ્રાણ શોકમાં દ્રવી ઊઠે છે.


હે પ્રભુ, આવો, મારો જીવ બચાવો. તમારા પ્રેમને લીધે મને મરણમાંથી ઉગારો.


નહિ તો તેઓ મને સિંહની જેમ ઘસડી જશે, મને ફાડીને ચીરી નાખશે, અને મને કોઈ છોડાવી શકશે નહિ.


હે ઈશ્વર, વેરીઓ ક્યાં સુધી તમારો ઉપહાસ કરશે? શું તેઓ સદા તમારા નામની નિંદા કરશે?


હે પ્રભુ, શત્રુઓ તમારી નિંદા કરે છે, અને મૂર્ખ લોકો તમારા નામને ધૂત્કારે છે તે તમે યાદ કરો.


શિશુઓ તથા ધાવણાંઓના મુખે તમારી સ્તુતિ ગવાય છે; તે દ્વારા તમારા દુશ્મનો, વિરોધીઓ અને વેરીઓનો અંત લાવવા તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.


તમે શત્રુઓને સદાને માટે ખતમ કર્યા છે; તેમનાં નગરોને ખંડેરમાં પલટી નાખ્યાં છે, અને તેમનું સ્મરણ પણ રહ્યું નથી.


અંતરનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે, પણ દયની ગમગીનીથી મન ભાંગી પડે છે.


વળી, તેને તેનું આખું આયુષ્ય અંધકારમાં, દુ:ખમાં અને ચિંતામાં, ક્રોધમાં અને રોગમાં વ્યતીત કરવું પડે છે.


શા માટે મારી વેદનાનો અંત આવતો નથી? શા માટે મારા ઘા અસાય બન્યા છે અને રુઝાતા નથી? અરેરે, તમે મારે માટે ઉનાળામાં સૂકાઈ જવાથી છેતરતા ઝરણા સમાન કેમ બન્યા છો?”


“હે બારૂખ, તું કહે છે, કે ‘મારી કેવી દુર્દશા થઈ છે! પ્રભુએ મારી વેદનામાં વ્યથાનો ઉમેરો કર્યો છે. હું નિસાસા નાખીને નિર્ગત થઈ ગયો છું અને મને કંઈ ચેન પડતું નથી!’ ”


શોક મને ઘેરી વળ્યો છે મારું હૃદય બેહોશ થયું છે.


તેના દુશ્મનો તેના શાસકો બન્યા છે; તેના શત્રુઓ નિરાંત ભોગવી રહ્યા છે. તેના અપરાધોને લીધે પ્રભુએ તેને દુ:ખ દીધું છે. તેનાં સંતાનોને બંદી તરીકે લઈ જવાયાં છે.


તેની મલિનતા તેનાં વસ્ત્ર પર ચોંટેલી છે. છતાં તેણે પોતાની આખરી અવસ્થાનો વિચાર કર્યો નહિ. તેનું પતન ભયાનક હતું, તેને દિલાસો દેનાર કોઈ નહોતું. તેના દુશ્મનોનો વિજય થયો છે અને તે દયા માટે પ્રભુને પોકારે છે.


તમે શા માટે અમને લાંબા સમયથી ત્યજી દીધા છે? શું તમે અમને ફરી કદી નહિ સંભારો?


તેમણે તેમને કહ્યું, મારા હૃદયમાં પારાવાર શોક છે, અને જાણે કે હું મરી જતો હોઉં તેમ મને લો છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.


હું રોજ મંદિરમાં તમારી સાથે હતો, પણ તમે મને પકડયો નહિ. પણ અત્યારે અંધકારનો અધિકાર જામ્યો છે, અને તમારે માટે કાર્ય કરવાનો સમય આવી પહોંચ્યો છે.”


પણ હવે મેં તમને તે કહ્યું ત્યારે તમારાં હૃદયોમાં શોક વ્યાપી ગયો છે.


મને અત્યંત શોક થાય છે. મારા લોકને માટે મારા હૃદયમાં હંમેશાં વેદના થાય છે.


ખરેખર તે મરણતોલ માંદો હતો, પણ ઈશ્વરે તેના પર દયા કરી. માત્ર તેના પર જ નહિ, પણ મારા પર પણ; એ માટે કે મને વધુ શોક ન થાય.


તેથી તે દાવિદથી વિશેષ ગભરાયો અને જીવનપર્યંત તેનો દુશ્મન રહ્યો.


કોઈ માણસ કેટલીવાર તેના શત્રુને પકડીને તેને સલામત રીતે જવા દે? આજે મારા પ્રત્યે તેં દર્શાવેલ વર્તાવને બદલે પ્રભુ તને સારો બદલો આપો.


Lean sinn:

Sanasan


Sanasan