Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 13:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, શું તમે મને કાયમને માટે વીસરી જશો? ક્યાં સુધી તમે મારાથી તમારું મુખ છુપાવશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા, ક્યાં સુધી [તમે મને વીસરી જશો?] શું સદાકાળ સુધી? તમે ક્યાં સુધી મારાથી વિમુખ રહેશો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહ, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? ક્યાં સુધી તમે મારાથી વિમુખ રહેશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? શું સદાને માટે? હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 13:1
15 Iomraidhean Croise  

તમે શા માટે મારાથી તમારું મુખ સંતાડો છો? અને શા માટે મને તમારો શત્રુ ગણો છો?


હે પ્રભુ, ઊઠો; હે ઈશ્વર, દુષ્ટોને સજા કરવા તમારો હાથ ઉપાડો; તમે પીડિતોને વીસરી જશો નહિ.


હે પ્રભુ, તમે ક્યાં સુધી આ બધું જોયા કરશો? તેમના હિંસક હુમલાથી મારા પ્રાણને અને સિંહોથી મારા જીવને બચાવો.


તમે કેમ અમારાથી તમારું મુખ છુપાવો છો? અમારાં દુ:ખ અને જુલમને કેમ વીસરી જાઓ છો?


મારો જીવ અતિ વ્યગ્ર બન્યો છે. પ્રભુ, કયાં સુધી તમે મને સાજો નહિ કરો?


હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચરાણનાં ઘેટાં વિરુદ્ધ તમારો ક્રોધાગ્નિ કેમ ભભૂકી ઊઠયો છે?


હે સેનાધિપતિ પ્રભુ, ક્યાં સુધી તમારો કોપ સળગતો રહેશે, અને તમે તમારી પ્રજાની પ્રાર્થનાની ઉપેક્ષા કરશો?


શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમે પેઢી દર પેઢી તમારો ક્રોધ લંબાવશો?


હે પ્રભુ, ક્યાં સુધી? શું તમે સદાકાળ સંતાઈ રહેશો? ક્યાં સુધી તમારો ક્રોધ આગની જેમ સળગ્યા કરશે?


દર સવારે તમારા પ્રેમથી અમને તૃપ્ત કરો, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષાનંદમાં ગુજારીએ.


પણ તમારા અપરાધોએ તમારી અને તમારા ઈશ્વરની વચમાં આડશ ઊભી કરી છે, અને તમારાં પાપને લીધે પ્રભુએ પોતાનું મુખ તમારા પરથી ફેરવી લીધું છે, અને તેથી તે સાંભળતા નથી.


તમે શા માટે અમને લાંબા સમયથી ત્યજી દીધા છે? શું તમે અમને ફરી કદી નહિ સંભારો?


એમ થશે ત્યારે મારો કોપ તેમની વિરુધ સળગી ઊઠશે. હું વિમુખ થઈને તેમનો ત્યાગ કરીશ અને તેઓ શત્રુઓનો ભક્ષ થઈ પડશે. તેમને માથે ઘણાં દુ:ખ અને સંકટ આવી પડશે. ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા ઈશ્વર આપણી સાથે નહિ હોવાને લીધે જ આ દુ:ખો આપણી પર આવી પડયાં છે.’


Lean sinn:

Sanasan


Sanasan