Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 129:5 - પવિત્ર બાઇબલ C.L.

5 સિયોન પર દ્વેષ રાખનારા સર્વ પરાજયથી લજ્જિત બની પાછા હઠશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જેઓ સિયોન પર દ્વેષ રાખે છે તેઓ સર્વ શરમાઈ જાઓ તથા પાછા હઠો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ અને હારીને ભાગી જાય.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 129:5
17 Iomraidhean Croise  

આસપાસના દેશોના અમારા દુશ્મનોએ એ સાંભળ્યું ત્યારે તેઓ ભોંઠા પડી ગયા અને તેમને ખબર પડી કે ઈશ્વરની મદદથી જ આ કામ થયું છે.


તેણે તેની પત્ની ઝેરેશને તથા મિત્રોને પોતાની હાલત જણાવી. ત્યારબાદ તેની પત્ની અને મિત્રોએ કહ્યું, “મોર્દખાય આગળ તારું પતન થશે, કારણ કે તે યહૂદી છે. તું તેની પ્રગતિ રોકી શકવાનો નથી. પણ તે તો તારું પતન જોવા જીવશે.”


યહૂદીઓ તેમના દુશ્મનો સાથે ફાવે તેમ વર્ત્યા અને તેમણે હુમલો કરીને તરવારની ધારે તેમનો સંહાર કર્યો.


યરુશાલેમની આબાદી માટે પ્રાર્થના કરો; “હે યરુશાલેમ, તારા પર પ્રેમ કરનાર સમૃદ્ધ બનો.”


જેઓ મારી ઠેકડી ઉડાડતાં “આહા, આહા” કહે છે, તેમને તમે તેમની શરમ ભરેલી વર્તણૂકને લીધે પાયમાલ કરો.


મારા પર આક્ષેપ મૂકનારા લજ્જિત થઈ નાશ પામો; મને હાનિ પહોંચાડવા યત્ન કરનારા નિંદા અને અપમાનથી ઢંકાઈ જાઓ.


પણ પ્રભુ કહે છે, “સિયોન પર્વત પર અને યરુશાલેમમાં મારું કાર્ય પૂરું થયા પછી હું આશ્શૂરના રાજાને તેના મનના ઘમંડ માટે અને તેની આંખની મગરૂબી માટે સજા કરીશ.”


ભૂખ્યો માણસ સ્વપ્નમાં ખાતો હોય પણ જાગી ઊઠે ત્યારે ભૂખ્યો જ હોય અને તરસ્યો માણસ સ્વપ્નમાં પાણી પીતો હોય પણ જાગી ઊઠે ત્યારે તરસ્યો જ હોય તેવી સ્થિતિ સિયોન પર્વત સામે લડવા એકઠી થયેલી બધી પ્રજાની થશે.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે કે આશ્શૂરના રાજા સાન્હેરીબ વિષેની તારી પ્રાર્થના તેમણે સાંભળી છે. પ્રભુએ તેની વિરુદ્ધ આ શબ્દો ઉચ્ચાર્યા છે: “હે સાન્હેરીબ, સિયોનની કુંવારી પુત્રી તારો તુચ્છકાર કરે છે અને તારી હાંસી ઊડાવે છે. યરુશાલેમની પુત્રી તારી સામે પોતાનું માથું ઉગામે છે.


મારા પોતાના માનને લીધે અને મારા સેવક દાવિદને આપેલા વચનને લીધે હું આ નગરની રક્ષા કરીને તેનો બચાવ કરીશ.”


ઘણી પ્રજાઓ તમારા પર હુમલો કરવા એકઠી થઈ છે. તેઓ કહે છે, “યરુશાલેમનું નિકંદન કાઢી નાખવું જોઈએ. અમે આ શહેરને ખંડિયેર થઈ ગયેલું જોવા માગીએ છીએ.”


પણ એ સમય આવે ત્યારે, હું યરુશાલેમને ભારે પથ્થર જેવું બનાવી દઈશ. એને ઉપાડવા જનાર કોઈ પણ પ્રજા નુક્સાન પામશે. દુનિયાની સઘળી પ્રજાઓ તેના પર આક્રમણ કરવા પોતાનાં સૈન્યો એકઠાં કરશે.


“તે સમયે હું યહૂદાનાં ગોત્રોને વનમાં અથવા પાકી ચૂકેલાં ખેતરોમાં સળગી ઊઠતી આગ જેવા બનાવીશ. તેઓ આસપાસની સર્વ પ્રજાઓનો નાશ કરશે. યરુશાલેમના રહેવાસીઓ શહેરમાં સલામત રહેશે.


જે કોઈ આપણા પ્રભુ પર પ્રેમ રાખતો નથી તે “આનાથમા” અર્થાત્ શાપિત થાઓ. “મારાન થા” અર્થાત્ હે પ્રભુ, આવો!


Lean sinn:

Sanasan


Sanasan