Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 125:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ પર ભરોસો રાખનારા સિયોન પર્વત સમાન છે; એ તો કદી ખસેડી શકાય નહિ એવો અચળ પર્વત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવા પર વિશ્વાસ રાખનારાઓ સિયોન પહાડ જેવા છે કે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે, તેઓને કદી હલાવામાં આવશે નહિ તેઓ સદાકાળ ટકી રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 125:1
41 Iomraidhean Croise  

તેમણે પોતાનો ભરોસો ઈશ્વરમાં મૂકીને તેમને સહાયને માટે પ્રાર્થના કરી હતી. ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી અને હાગ્રીઓ તથા તેમનાં મિત્ર રાજ્યો પર વિજય અપાવ્યો.


બીજે દિવસે સવારે લોકો તકોઆ પાસેના વેરાનપ્રદેશમાં પહોંચી ગયા. તેઓ ત્યાં જવા નીકળ્યા, ત્યારે યહોશાફાટે તેમને આવું સંબોધન કર્યું: “હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમારા ઈશ્વર પ્રભુ પર ભરોસો મૂકો એટલે તમે અડીખમ રહેશો. તેમના સંદેશવાહકો જે કહે તે પર વિશ્વાસ મૂકો એટલે તમે દૃઢ થશો.”


મારા સંકટમાં મેં પ્રભુને પોકાર કર્યો, અને તેમણે મને ઉત્તર આપ્યો.


હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું; મને ક્યાંથી સહાય મળશે?


જ્યારે મિત્રોએ મને કહ્યું, “ચાલો, આપણે પ્રભુના મંદિરે જઈએ,” ત્યારે મને ઘણો આનંદ થયો.


હે સ્વર્ગમાં રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વર, તમારા તરફ હું મારી આંખો પ્રાર્થનામાં ઊંચી કરું છું.


ઇઝરાયલના લોક કબૂલાત કરો કે, “જો પ્રભુ અમારી પડખે ન હોત;


પરંતુ તે તો તેમના ભક્તો, એટલે તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓથી જ પ્રસન્‍ન થાય છે.


તેઓ તો ઠોકર ખાઈને પતન પામશે, પરંતુ આપણે તો ઊઠીને ઊભા થઈશું.


હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું, મારી લાજ રાખજો; મારા શત્રુઓને મારા પર જયજયકાર કરવા ન દો.


પ્રભુ ભલા અને સાચા છે. તેથી તે પાપીઓને પોતાના માર્ગ વિષે શીખવશે.


પ્રભુ મારો પ્રકાશ અને મારો ઉદ્ધાર છે! મને કોનો ડર લાગે? પ્રભુ મારા જીવન રક્ષક છે; હું કોનાથી ભય પામું?


પ્રભુ પોતાના સેવકોના પ્રાણનો ઉદ્ધાર કરે છે, અને તેમનો આશરો લેનારાઓમાંનો એકેય સજા પામશે નહિ.


ઈશ્વર તે નગરમાં છે, તેથી તેને કદી ઉથલાવી શકાશે નહિ; સત્વરે ઈશ્વર તેને સહાય કરશે.


રાષ્ટ્રો ભયભીત થાય છે, રાજ્યો ડગમગી જાય છે; ઈશ્વર ગર્જના કરે છે અને પૃથ્વી પીગળી જાય છે.


એકલા તે જ મારા સંરક્ષક ખડક અને મારા ઉદ્ધારક છે; તે જ મારા શરણગઢ છે; તેથી હું નાસીપાસ થવાનો નથી.


નમી ગયેલી ભીંત કે ભાંગી પડેલી વાડ જેવો હું છું. હે દુષ્ટો, મને પાડી નાખવા તમે ક્યાં સુધી આક્રમણ કરશો?


એકલા તે જ મારા સંરક્ષક ખડક અને ઉદ્ધારક છે; તે જ મારા શરણગઢ છે; તેથી હું નાસીપાસ થવાનો નથી.


ઈશ્વર પર જ મારા બચાવ અને સન્માનનો આધાર છે; ઈશ્વર પોતે મારા સમર્થ ખડક અને શરણસ્થાન છે.


વાવાઝોડું ફૂંકાશે ત્યારે દુષ્ટો હતા ન હતા થઈ જશે, પણ નેકજનોનો પાયો સદાકાળ ટકશે.


સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે.


પલિસ્તીઓ તરફથી મોકલવામાં આવેલા સંદેશકોને અમે શો જવાબ આપીએ? આ જ જવાબ આપીશું: “પ્રભુએ સિયોનને સ્થાપન કર્યું છે અને તેમના પીડિતજનોને ત્યાં આશ્રય મળશે.”


હે પ્રભુ, દઢ મનથી તમારા પર વિશ્વાસ રાખનારને તમે સંપૂર્ણ શાંતિમાં રાખશો.


યાહવે પર સદા ભરોસો રાખો; કારણ, તે હંમેશા આપણું રક્ષણ કરનાર અચળ ખડક છે.


પ્રભુએ મુક્ત કરેલા લોકો પાછા ફરશે અને આનંદથી ગાતાં ગાતાં અને હર્ષનાદ કરતાં કરતાં સિયોનમાં પહોંચશે અને આનંદ તેમના શિરનો મુગટ બની રહેશે. હર્ષ અને ઉલ્લાસ તેમને આંબી જશે અને દુ:ખ તથા નિસાસા નાસી જશે.


મેં જ આકાશો સ્થાપ્યાં છે અને પૃથ્વીનો પાયો પણ મેં જ નાખ્યો છે. હું સિયોનને કહું છું: તમે મારા લોક છો. મેં મારો સંદેશ તમારા મુખમાં મૂક્યો છે અને મારા હાથની છાયાનું તમારા પર આચ્છાદન કર્યું છે.”


કીડો કપડાંને અને કંસારી ઊનને કાતરી ખાય તેમ તેઓ ક્ષીણ થઈ જશે, પણ મારો ઉદ્ધાર સદાકાળ રહેશે, અને મારો વિજય હરહંમેશ ટકી રહેશે.”


જાગ, ઓ સિયોન જાગ! સામર્થ્ય ધારણ કર. હે પવિત્ર શહેર યરુશાલેમ, તારાં વૈભવી વસ્ત્રો ધારણ કર. હવે પછી તારા દરવાજાઓમાં સુન્‍નતરહિત અશુદ્ધ પ્રજાઓ ધૂસી જશે નહિ.


યરુશાલેમના વિજયવંત લોકો અદોમ પર હુમલો કરીને તેના પર શાસન ચલાવશે અને પ્રભુનું પોતાનું રાજ્ય થશે.”


અને તેઓ કહેશે, “ચાલો આપણે પ્રભુના પર્વત પર ચઢીએ અને ઇઝરાયલના ઈશ્વરના મંદિરમાં જઈએ. તે આપણને તેમના સાચા માર્ગોનું શિક્ષણ આપશે અને આપણે તેમના પસંદ કરેલા માર્ગમાં ચાલીશું. પ્રભુના નિયમનું શિક્ષણ સિયોનમાંથી મળે છે અને પ્રભુ પોતાના લોક સાથે યરુશાલેમમાં બોલે છે.”


અને સર્વસમર્થ પ્રભુએ કહ્યું હતું તે જણાવવા દૂતે મને કહ્યું: “યરુશાલેમ, મારા પવિત્ર નગર માટે મારા દિલમાં ઊંડો પ્રેમ અને ચિંતા છે,


દૂતે મને જાહેરાત કરવા જણાવ્યું, “સર્વસમર્થ પ્રભુ કહે છે કે તેમનાં નગરો ફરીથી આબાદ થશે અને પોતે યરુશાલેમને સહાય કરીને પોતાના શહેર તરીકે તેનો દાવો કરશે.”


ઈસુને મરણમાંથી સજીવન કરનાર અને મહિમા આપનાર ઈશ્વર પર તમે તેમની મારફતે વિશ્વાસ મૂકો છો અને આમ તમારો વિશ્વાસ અને આશા ઈશ્વર પર છે.


પછી મેં જોયું તો હલવાન સિયોન પર્વત પર ઊભું હતું. તેની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર લોકો હતા, જેમના કપાળે હલવાનનું નામ અને ઈશ્વરપિતાનું નામ લખવામાં આવ્યાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan