Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 123:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હે સ્વર્ગમાં રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વર, તમારા તરફ હું મારી આંખો પ્રાર્થનામાં ઊંચી કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે આકાશમાં બિરાજનાર, હું તમારી તરફ મારી આંખો ઊંચી કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર, હું તમારા તરફ મારી આંખો ઊંચી કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ; હું તારા ભણી આંખ ઊંચી કરું છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 123:1
25 Iomraidhean Croise  

મારી પ્રાર્થનાઓ અને તમારા લોક આ સ્થળ તરફ મુખ રાખી પ્રાર્થના કરે ત્યારે તેમની પ્રાર્થનાઓ સાંભળો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી અમારું સાંભળો અને અમને ક્ષમા કરો.


પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે, પ્રભુનું રાજ્યાસન સ્વર્ગમાં છે; તેમની આંખો માનવજાતને નિહાળે છે, તે એક પલકારામાં તેમને પારખે છે.


અમારા ઈશ્વર તો સ્વર્ગમાં છે. પોતાની ઇચ્છા મુજબ કરવા તે સર્વશક્તિમાન છે,


મારા સંકટમાં મેં પ્રભુને પોકાર કર્યો, અને તેમણે મને ઉત્તર આપ્યો.


હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું; મને ક્યાંથી સહાય મળશે?


જ્યારે મિત્રોએ મને કહ્યું, “ચાલો, આપણે પ્રભુના મંદિરે જઈએ,” ત્યારે મને ઘણો આનંદ થયો.


ઇઝરાયલના લોક કબૂલાત કરો કે, “જો પ્રભુ અમારી પડખે ન હોત;


પ્રભુ પર ભરોસો રાખનારા સિયોન પર્વત સમાન છે; એ તો કદી ખસેડી શકાય નહિ એવો અચળ પર્વત છે.


જ્યારે પ્રભુ અમને દેશનિકાલમાંથી સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે તો અમે સ્વપ્ન જોતા હોઈએ એવું લાગ્યું.


જો પ્રભુ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો પરિશ્રમ મિથ્યા છે; જો પ્રભુ નગરનું રક્ષણ ન કરે; તો ચોકીદારનો પહેરો ભરવો વ્યર્થ છે.


પ્રભુનો આદરયુક્ત ડર રાખનારને અને તેમના માર્ગમાં ચાલનારને ધન્ય છે.


‘શત્રુઓએ બાળપણથી જ મારા પર અત્યંત જુલમ કર્યો છે,’ એમ ઇઝરાયેલના લોક કહો;


હે પ્રભુ, નિરાશાનાં ઊંડાણોમાંથી હું તમને પોકારું છું.


હે પ્રભુ, ન મારા હૃદયમાં અહંકાર છે, ન મારી આંખોમાં ઘમંડ. મારી પહોંચની બહાર એવી મહાન સિદ્ધિઓ પર હું મન લગાડતો નથી કે અજાયબીઓ પાછળ હું લક્ષ આપતો નથી.


હે પ્રભુ, દાવિદને અને તેણે વેઠેલ દુ:ખોને તેના હિતમાં તમે સંભારો.


પ્રભુના લોક એક્તામાં રહે તે કેવું ઉત્તમ અને આનંદદાયક છે!


પ્રભુના મંદિરમાં દર રાત્રે ઊભા રહીને સેવા ભક્તિ કરનારા હે પ્રભુના સેવકો, તમે સૌ પ્રભુને ધન્ય કહો!


પરંતુ હે પ્રભુ પરમેશ્વર, મારી આંખો તો તમારા પર મંડાયેલી છે; મેં તમારું શરણ સ્વીકાર્યું છે, તેથી મારા આત્માને રક્ષણ વિનાનો ન રાખો.


સ્વર્ગમાં બિરાજમાન પ્રભુ હસે છે, પ્રભુ તેમની હાંસી ઉડાવે છે.


મારી મીટ સદા પ્રભુ પર મંડાયેલી છે: કારણ, તે જ મારા પગોને જાળમાંથી છોડાવનાર છે.


ઈશ્વર જે ઉચ્ચ અને ઉન્‍નત છે, અનાદિઅનંત છે, જેમનું નામ પવિત્ર છે તે આમ કહે છે: “હું ઉચ્ચ અને પવિત્ર સ્થાનમાં વસું છું. વળી, હું પાપથી વિમુખ થનારા અને નમ્ર અંત:કરણના માણસો સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પાપથી વિમુખ થનારાના દયને પ્રોત્સાહિત કરું.


પ્રભુ આમ કહે છે, “આકાશ મારું રાજ્યાસન અને પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે માટે કેવા પ્રકારનું ઘર બાંધશો? મારું નિવાસસ્થાન કેવું બનાવશો?”


માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: આકાશમાંના અમારા ઈશ્વરપિતા, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ.


પણ નાકાદારે દૂર ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી નહિ કરતાં છાતી કૂટીને કહ્યું, ‘હે ઈશ્વર, મુજ પાપી પર દયા કરો!”


Lean sinn:

Sanasan


Sanasan