Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 122:6 - પવિત્ર બાઇબલ C.L.

6 યરુશાલેમની આબાદી માટે પ્રાર્થના કરો; “હે યરુશાલેમ, તારા પર પ્રેમ કરનાર સમૃદ્ધ બનો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો; તારા પર પ્રેમ રાખનારાં ક્ષેમકુશળ રહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો; જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 122:6
16 Iomraidhean Croise  

તને આશિષ આપનારાઓને હું આશિષ આપીશ; જ્યારે તને શાપ આપનારાઓને હું શાપ આપીશ. તારા દ્વારા હું પૃથ્વીની સર્વ પ્રજાઓને આશિષ આપીશ.”


લોકોના આગેવાનો યરુશાલેમમાં વસ્યા. બાકીના લોકોએ દર દશ કુટુંબે એક કુટુંબ પવિત્રનગર યરુશાલેમમાં વસે તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી; તે સિવાયના લોકોને બીજાં શહેરો અને નગરોમાં રહેવાનું હતું.


જેઓ રાજીખુશીથી યરુશાલેમમાં વસવાટ માટે તૈયાર થયા તેમની લોકોએ પ્રશંસા કરી.


યહૂદીઓનો નાશ કરવા માટે સૂસામાં બહાર પાડવામાં આવેલ હુકમની નકલ પણ તેણે હથાકને આપી; જેથી તે એસ્તેરને બતાવીને તેની જાણ કરે, જેથી એસ્તેર રાજાની પાસે જઈને પોતાના લોક માટે આગ્રહપૂર્વક દયાની યાચના કરે.


તમારી કૃપા થકી સિયોનનગરનું કલ્યાણ કરો; યરુશાલેમના કોટોને તમે ફરી બાંધો,


પ્રભુ યરુશાલેમનો પુનરોદ્ધાર કરીને તેને આખી દુનિયાનું પ્રશંસાપાત્ર નગર ન બનાવે ત્યાં સુધી તેમણે તેમને જંપવા દેવાના નથી.


હે યરુશાલેમ પર પ્રેમ રાખનારાઓ, યરુશાલેમ સાથે આનંદ કરો અને તેને લીધે હર્ષ પામો. હે યરુશાલેમ માટે શોક કરનારાઓ, તમે સૌ તેની સાથે આનંદ કરો.


બેબિલોનનાં જે નગરોમાં તમે દેશનિકાલ કરાયા છો ત્યાં તેમના કલ્યાણ માટે ખંતથી પ્રયત્ન કરો અને તેમને માટે મને પ્રભુને પ્રાર્થના કરો, કારણ, તેમના કલ્યાણમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે.


પ્રભુ કહે છે, “તમે સંહારથી બચી ગયા છો, માટે હવે નાસી છૂટો. રાહ જોશો નહિ. તમે વતનથી દૂર છો છતાં મને તમારા પ્રભુને અને યરુશાલેમને યાદ કરો.


ઇઝરાયલી પ્રજા તો આડા પડીને બેઠેલાં સિંહ-સિંહણ જેવી છે અને તેમને છંછેડવાની હિંમત કોણ કરે? “જે કોઈ ઇઝરાયલને આશિષ આપે તે આશીર્વાદિત થશે. જે કોઈ ઇઝરાયલને શાપ આપે તે શાપિત થશે.”


તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તમે મારામાં વસો છો અને હું તમારામાં, તેમ તેઓ આપણામાં વસે; જેથી દુનિયા માને કે તમે મને મોકલ્યો છે.


તમને સંગઠિત રાખનાર શાંતિ દ્વારા પવિત્ર આત્મા તરફથી મળતા ઐક્યને સાચવી રાખવાને પ્રયત્નશીલ રહો.


શાંતિદાતા પ્રભુ પોતે તમને સર્વ સમયે અને દરેક રીતે શાંતિ બક્ષો. પ્રભુ તમ સર્વની સાથે રહો.


આપણે આપણા ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ તે પરથી આપણને ખબર છે કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ. જે કોઈ પ્રેમ કરતો નથી તે હજી મરણમાં જ છે.


મારા સંબંધી ઈશ્વર એવું થવા ન દો કે હું તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દઉં અને એમ પ્રભુની વિરુદ્ધ પાપ કરું; એને બદલે, તમારે માટે સારું અને સાચું શું છે તે હું તમને શીખવીશ.


Lean sinn:

Sanasan


Sanasan