Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 120:4 - પવિત્ર બાઇબલ C.L.

4 યોદ્ધાઓનાં તીક્ષ્ણ તીરોથી અને ધગધગતા અંગારાથી તને સજા થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પરાક્રમીનાં તીક્ષ્ણ તીરો તથા કોલસાના અંગારા [તને મળશે].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે; અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 120:4
19 Iomraidhean Croise  

હે રાજન, તમારાં તીક્ષ્ણ બાણ શત્રુઓનાં દયને વીંધે છે; પ્રજાઓ તમારી શરણાગતિ સ્વીકારે છે.


તેથી ઈશ્વર તને સદાને માટે કચડી નાખશે તે તારા તંબૂમાંથી તને પકડીને ખેંચી કાઢશે. તે તને જીવતાઓની ભૂમિ પરથી ઉખેડી નાખશે. (સેલાહ)


હું તો શત્રુઓથી ઘેરાઈ ગયો છું; તેઓ તો ક્ષુધાતુર માનવભક્ષી સિંહો જેવા છે. તેમના દાંત ભાલા જેવા ભયાનક છે અને તેમની જીભ તીક્ષ્ણ તલવાર જેવી ક્તિલ છે.


જુઓ તો ખરા કે તેઓ કેવું થૂંક ઉડાડે છે! તેમની વાણી તાતી તલવાર જેવી છે; છતાં તેઓ ધારે છે કે તેમનું બોલવું સાંભળનાર કોઈ નથી.


તેમણે પોતાનાં ક્તિલ શસ્ત્રો ઉપાડયાં છે, અને પોતાનાં અગ્નિબાણો તાક્યાં છે.


બીજાઓને ઉતારી પાડનાર અક્કલહીન છે, પણ સમજુ માણસ મૌન જાળવે છે.


દુષ્ટોની કમાણી ઠગારી નીવડે છે, પણ નેકી વાવનારને ઉત્તમ પુરષ્કાર મળે છે.


નાસ્તિકની વાતોથી બીજાનો વિનાશ થાય છે, પણ નેકજનની વિદ્યા તેને બચાવી લે છે.


પ્રભુ જૂઠું બોલનારને ધિક્કારે છે, પણ તે સત્યભાષકોથી પ્રસન્‍ન થાય છે.


અધમ માણસ તરકટ રચે છે; તેના મુખમાં ભભૂક્તા અગ્નિ જેવા હાનિકારક શબ્દો છે.


જીવન અને મૃત્યુ જીભ પર અવલંબે છે; જેવો જીભનો ઉપયોગ તેવાં તેનાં ફળ!


કૂથલીના બોલ સ્વાદિષ્ટ કોળિયા જેવા છે, તે અભ્યંતરમાં સરળતાથી ઊતરી જાય છે.


ખોટો આરોપ ચડાવનાર દંડાય છે, અને જૂઠાણું ઉચ્ચારનાર છટકી શક્તો નથી.


અદાલતમાં જૂઠી સાક્ષી પૂરનારને સજા થશે, અને જુઠ્ઠાબોલો સાક્ષી નષ્ટ થઈ જશે.


તેથી સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું મારા લોકને ધાતુની જેમ ગાળીને પારખીશ, મારા લોકને માટે એ સિવાય હું બીજું કરું પણ શું?


પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે.


Lean sinn:

Sanasan


Sanasan