Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 12:7 - પવિત્ર બાઇબલ C.L.

7-8 દુષ્ટો તો આમતેમ બધે ધૂમે છે, અને લોકો અધમતાની પ્રશંસા કરે છે. તેથી હે પ્રભુ, તમે અમારું રક્ષણ કરજો, અને એવી દુષ્ટ પેઢીથી અમને સદા સંભાળજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હે યહોવા, તમે તેઓને સંભાળશો, આ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હે યહોવાહ, તમે અમને સંભાળજો. આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હે યહોવા, તેઓને સંભાળજો; આ દુષ્ટ પેઢીથી તેમને સદાય બચાવજો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 12:7
15 Iomraidhean Croise  

તમે શોષિતો અને અનાથોનો આર્તનાદ સાંભળીને તેમના પક્ષમાં ન્યાય તોળશો; જેથી મર્ત્ય માણસો હવે પછી જુલમ ગુજારે નહિ.


તમારાં વચનો સંપૂર્ણ રીતે પરખાયેલાં છે. તમારો આ સેવક તેમના પર પ્રેમ રાખે છે.


તું બહાર જાય કે ઘેર પાછો ફરે ત્યારે પ્રભુ તને સાચવશે; હમણાંથી સર્વકાળ સુધી પ્રભુ તારું રક્ષણ કરશે.


પ્રભુ તેમના પર પ્રીતિ રાખનાર સર્વનું રક્ષણ કરે છે, પરંતુ તે સર્વ દુષ્ટોનો સંહાર કરે છે.


હે ઈશ્વર, મારું રક્ષણ કરો. કારણ, હું તમારે શરણે આવ્યો છું.


પ્રભુ સિવાય અન્ય ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર સિવાય અન્ય ખડક કોણ છે?


પ્રભુની ધાકધમકી શુદ્ધ છે; તે સર્વકાળ ટકશે. પ્રભુનાં ધારાધોરણ સાચાં છે; તે હંમેશાં વાજબી હોય છે.


પ્રભુ ન્યાયપ્રિય છે, અને તે પોતાના સંતોનો ત્યાગ કરતા નથી; તે તેમનું સદાસર્વદા રક્ષણ કરે છે. પરંતુ દુષ્ટોના વંશજોનો ઉચ્છેદ થશે.


પ્રભુ તેમની સહાય કરે છે અને તેમને ઉગારે છે, તે દુષ્ટોથી તેમને ઉગારીને તેમનાથી તેમને મુક્ત કરે છે; કારણ, તેઓ પ્રભુનો આશ્રય લે છે.


“હું પ્રભુ એની રક્ષા કરું છું અને તેને સતત સીંચું છું. કોઈ તેમાં ઉપદ્રવ ન કરે તે માટે હું તેની રાતદિવસ ચોકી કરું છું.


ફરોશીપંથના અને સાદૂકીપંથના ઘણા માણસો પણ યોહાનની પાસે બાપ્તિસ્મા લેવા માટે આવ્યા, ત્યારે તેણે તેમને કહ્યું; ઓ સર્પોના વંશ! ઈશ્વરના આવી રહેલા કોપથી નાસી છુટાશે એવી ચેતવણી તમને કોણે આપી?


પ્રભુ પોતાના લોક પર પ્રેમ રાખે છે અને જેઓ તેમને સમર્પિત છે તેમને સાચવે છે, તેઓ તેમને ચરણે બેસે છે, અને તેમનો સંદેશ સ્વીકારે છે.


અંતને સમયે પ્રગટ થનાર ઉદ્ધારને માટે તમને વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરના સામર્થ્યથી સલામત રાખવામાં આવ્યા છે.


જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેઓ ઈશ્વરપિતાને પ્રિય છે અને જેમને ઈસુ ખ્રિસ્ત માટે સાચવી રાખવામાં આવ્યા છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને યાકોબના ભાઈ યહૂદા તરફથી શુભેચ્છા.


તે સંતોનાં પગલાં સંભાળે છે, પણ દુષ્ટો અંધકારમાં અદૃશ્ય થઈ જાય છે. કારણ, કોઈ માણસ બળથી જીતતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan